EXIT Poll Results 2024: એક્ઝિટ પોલ ક્યારે જાહેર થશે? આ બેઠકો અને ઉમેદવારો પર છે સૌની નજર

EXIT Polls 2024 : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પહેલા લોકોના મનમાં એક્ઝિટ પોલને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. આવો તમને આવા જ કેટલાક મહત્વના સવાલો અને તેના જવાબો વિશે જણાવીએ

Written by Ashish Goyal
Updated : May 30, 2024 13:07 IST
EXIT Poll Results 2024: એક્ઝિટ પોલ ક્યારે જાહેર થશે? આ બેઠકો અને ઉમેદવારો પર છે સૌની નજર
EXIT Polls 2024 : લોકસભા ચૂંટણી 2024માં સાતમા તબક્કાનું મતદાન બાકી છે. 1 જૂને સાતમા તબક્કાનું મતદાન થવાનું છે અને આ સાથે જ મતદાનની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂરી થઈ જશે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

EXIT Polls 2024 : લોકસભા ચૂંટણી 2024માં સાતમા તબક્કાનું મતદાન બાકી છે. 1 જૂને સાતમા તબક્કાનું મતદાન થવાનું છે અને આ સાથે જ મતદાનની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂરી થઈ જશે. પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં કોની સરકાર બનશે તે વોટિંગના દિવસે સાંજે ચાર વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ જશે. જો મુકાબલા રસપ્રદ હશે તો પાંચમી જૂનની સવાર સુધીમાં તમામ પરિણામો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવશે અને ત્યાર બાદ રાજકીય પક્ષો પોતાના આગળના પત્તા ખોલશે.

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પહેલા લોકોના મનમાં એક્ઝિટ પોલને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. આવો તમને આવા જ કેટલાક મહત્વના સવાલો અને તેના જવાબો વિશે જણાવીએ.

લોકસભા ચૂંટણી 2024 સાથે જોડાયેલા એક્ઝિટ પોલની જાહેરાત ક્યારે થશે?

1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થયા બાદ વિવિધ ન્યૂઝ ચેનલો અને રિસર્ચ એજન્સીઓ દ્વારા ટૂંક જ સમયમાં એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવશે. એક્ઝિટ પોલ એ ચૂંટણીના પરિણામ વિશેનો અંદાજ છે. તે ઘણી વખત સાચા પડ્યા છે અને ઘણી વખત સંપૂર્ણપણે ખોટા સાબિત થયા છે.

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા કયા રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે?

છેલ્લા તબક્કાના મતદાનના એક દિવસ બાદ 2 જૂને ચૂંટણી પંચ દ્વારા સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો 4 જૂને લોકસભાના પરિણામોની સાથે જાહેર કરવામાં આવશે.

લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના પરિણામો કેવી રીતે ચેક કરશો?

વિવિધ ન્યૂઝ ચેનલો 2 જૂને સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી અંગે અપડેટ કરતી રહેશે. એ જ રીતે 4 જૂને ઓડિશા અને આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો અને લોકસભા ચૂંટણીના પરિણામો ન્યૂઝ ચેનલો પર આપવામાં આવશે. પરંતુ તમે સૌથી સચોટ ચૂંટણી પરિણામો ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ – www.eci.gov.in અને ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપની વેબસાઇટ્સ https://gujarati.indianexpress.com અને https://indianexpress.com મેળવી શકશો.

લોકસભા ચૂંટણી 2024માં આ ઉમેદવારો પર રહેશે નજર

ઉમેદવારનું નામપક્ષમતવિસ્તારવિરુદ્ધપક્ષ
નરેન્દ્ર મોદીભાજપવારાણસીઅજય રાયકોંગ્રેસ
અમિત શાહભાજપગાંધીનગરસોનલ પટેલકોંગ્રેસ
રાજનાથ સિંહભાજપલખનૌરવિદાસ મેહરોત્રાSP
સ્મૃતિ ઈરાનીભાજપઅમેઠીકે.એલ.શર્માકોંગ્રેસ
રાહુલ ગાંધીકોંગ્રેસરાયબરેલીદિનેશ પ્રતાપ સિંહભાજપ
પીયુષ ગોયલભાજપમુંબઈ ઉત્તરઅમોલ કિર્તીકરશિવસેના (ઉદ્ધવ)
હેમા માલિનીભાજપમથુરામુકેશ ધનગરકોંગ્રેસ
અરુણ ગોવિલભાજપમેરઠસુનિતા વર્માSP
અખિલેશ યાદવSPકન્નૌજસુબ્રત યાદવભાજપ
ડિમ્પલ યાદવSPમૈનપુરીજયવીર સિંહભાજપ
કરણ ભૂષણ સિંહભાજપકૈસરગંજભગત રામSP
નવીન જિંદાલભાજપકુરુક્ષેત્રસુશીલ ગુપ્તાઆપ
દીપેન્દ્ર હુડાકોંગ્રેસરોહતકઅરવિંદ શર્માભાજપ
રાવ ઇન્દ્રજિત સિંઘભાજપગુડગાંવરાજ બબ્બરકોંગ્રેસ
મનોહર લાલ ખટ્ટરભાજપકરનાલદિવ્યાંશુ બુધિરાજાકોંગ્રેસ
કંગના રનૌટભાજપમંડીવિક્રમાદિત્ય સિંહકોંગ્રેસ
આનંદ શર્માકોંગ્રેસકાંગરાડો.રાજીવ ભારદ્વાજભાજપ
હરસિમરત કૌર બાદલSADબાથિંડાગુરમીત સિંહ ખુદ્ડિયનઆપ
મનીષ તિવારીકોંગ્રેસચંદીગઢસંજય ટોન્ડનભાજપ
પ્રનીત કૌરભાજપપટિયાલાડો.ધર્મવીર ગાંધીકોંગ્રેસ
મહેબુબા મુફ્તીPDPઅનંતનાગ-રાજૌરીમિયાં અલ્તાફ અહમદNC
ડો.જિતેન્દ્ર સિંહભાજપઉધમપુરસીએચ લાલ સિંહકોંગ્રેસ
મનોજ તિવારીભાજપઉત્તર પૂર્વ દિલ્હીકન્હૈયા કુમારકોંગ્રેસ
બાંસુરી સ્વરાજભાજપનવી દિલ્હીસોમનાથ ભારતીઆપ
યુસુફ પઠાણટીએમસીબેરહામપોરઅધીરરંજન ચૌધરીકોંગ્રેસ
કિરેન રિજિજુભાજપઅરુણાચલ પશ્ચિમનબામ તુકીકોંગ્રેસ
ગૌરવ ગાગોઈકોંગ્રેસજોરહાટતોપોન કુમાર ગોગોઈભાજપ
રવિશંકર પ્રસાદભાજપપટના સાહિબઅંશુલ અવિજિતકોંગ્રેસ
તેજસ્વી સૂર્યાભાજપબેંગ્લોર દક્ષિણસોમ્યા રેડ્ડીકોંગ્રેસ
શશિ થરુરકોંગ્રેસથિરુવનંતપુરમરાજીવ ચંદ્રશેખરભાજપ
દિગ્વિજય સિંહકોંગ્રેસરાયગઢરોડમલ નગરભાજપ
શિવરાજ સિંહ ચૌહાણભાજપવિદિશાપ્રતાપભાનુ શર્માકોંગ્રેસ
નીતિન ગડકરીભાજપનાગપુરવિકાસ ઠાકરેકોંગ્રેસ
રવિન્દ્ર સિંહ ભાટીસ્વતંત્રબાડમેરકૈલાશ ચૌધરીભાજપ
પુરષોત્તમ રૂપાલાભાજપરાજકોટપરેશ ધાનાણીકોંગ્રેસ
ગેનીબેન ઠાકોરકોંગ્રેસબનાસકાંઠારેખા ચૌધરીભાજપ
અસદુદ્દીન ઔવેસીAIMIMહૈદરાબાદમાધવી લતાભાજપ
ચૈતર વસાવાઆપભરુચમનસુખ વસાવાભાજપ
ચિરાગ પાસવાનLJPહાજીપુરશિવચંદ્ર રામRJD
ગિરિરાજ સિંહભાજપબેગુસરાયઅવદેશ કુમાર રાયCPI
રોહિણી આચાર્યRJDસારનરાજીવ પ્રતાપ રૂડીભાજપ
અભિષેક બેનર્જીટીએમસીડાયમંડ હાર્બરઅભિજિત દાસ (બોબી)ભાજપ
સુપ્રિયા સુલેએનસીપી (શરદ)બારામતીસુનેત્રા અજિત પવારNCP

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ