BJP-શિવસેના ગઠબંધનમાં સામેલ થઇ શકે છે MNS ચીફ રાજ ઠાકરે, આ બે સીટો પર ચાલી રહી છે વાત

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી

Written by Ashish Goyal
Updated : March 19, 2024 16:17 IST
BJP-શિવસેના ગઠબંધનમાં સામેલ થઇ શકે છે MNS ચીફ રાજ ઠાકરે, આ બે સીટો પર ચાલી રહી છે વાત
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે અમિત શાહ સાથે મુલાકાત કરી (તસવીર - એએનઆઈ)

Lok Sabha Elections 2024 : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનમાં જોડાઇ શકે છે. તેમની દિલ્હી મુલાકાત બાદ આ અટકળો વધુ વેગ પકડી રહી છે. તેઓ સોમવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તે મહારાષ્ટ્રમાં બે બેઠકોની માંગ કરી શકે છે – દક્ષિણ મુંબઈ અને શિરડી. રાજ ઠાકરેએ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે સાથે પણ મુલાકાત કરી હતી.

શું છે જાણકારી?

રાજ ઠાકરે દિલ્હી પહોંચ્યા બાદ જ્યારે ન્યૂઝ એજન્સી એએનઆઈએ તેમને આવવાનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે મને હજુ પણ ખબર નથી કે મારો કાર્યક્રમ શું છે. મને હમણાં જ દિલ્હી આવવાનું કહેવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી રાજ ઠાકરે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનમાં સામેલ થવાની અટકળો તેજ બની છે. બીજી તરફ ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે સંભવિત ઉમેદવારો પર વિચાર વિમર્શ કરવા માટે મહારાષ્ટ્ર સહિત આઠ રાજ્યોમાં કોર કમિટીની બેઠકો પણ બોલાવી હતી. આવી સ્થિતિમાં રાજ ઠાકરેનું દિલ્હી આવવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ પણ વાંચો – બિહારમાં એનડીએ વચ્ચે સીટ શેરિંગ ફાઇનલ, ભાજપ, 17, જેડીયુ 16 સીટો પર લડશે ચૂંટણી

ફ્રી પ્રેસ જર્નલના એક અહેવાલમાં જણાવાયું હતું કે મહારાષ્ટ્રમાં મનસેના કોઈ ધારાસભ્ય કે સાંસદ નથી, પરંતુ મુંબઈ, થાણે, પૂણે અને નાસિક સહિતના શહેરોમાં મરાઠીભાષી સમર્થન મેળવવા માટે ભાજપ રાજ ઠાકરેની મદદ લઈ શકે છે અને તે અસરકારક પણ થઈ શકે છે.

14 માર્ચના રોજ જ્યારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ઠાકરેની મનસે સાથે હાથ મિલાવવાની અટકળો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે આજે હું સત્તાવાર રીતે આ વિશે કશું કહી શકું તેમ નથી. જો કોઈ નિર્ણય લેવામાં આવશે, તો અમે તમને જણાવીશું. ગયા મહિને કેન્દ્રીય મંત્રી અને આરપીઆઈ (એ)ના પ્રમુખ રામદાસ આઠવલેએ ઠાકરેને એનડીએ ગઠબંધનમાં સામેલ કરવાનો વિરોધ કર્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ