લોકસભા ચૂંટણી 2024 : મહારાષ્ટ્રની એવી 6 સીટો જ્યાં MVA સામે ચૂંટણી લડવા કોંગ્રેસ મક્કમ, કેમ નારાજ છે કાર્યકર્તા?

Lok Sabha Elections 2024 : કોંગ્રેસ સીટોની વહેંચણીના મુદ્દે શિવસેના (ઉદ્ધવ જૂથ) અને એનસીપીની જીદથી નારાજ છે અને એ લોકસભા સીટો પર ચૂંટણી લડવાના મૂડમાં છે જ્યાં આ બંને પાર્ટીઓ પણ દાવા કરી રહી છે

Written by Ashish Goyal
April 01, 2024 16:37 IST
લોકસભા ચૂંટણી 2024 : મહારાષ્ટ્રની એવી 6 સીટો જ્યાં MVA સામે ચૂંટણી લડવા કોંગ્રેસ મક્કમ, કેમ નારાજ છે કાર્યકર્તા?
કોંગ્રેસ સીટોની વહેંચણીના મુદ્દે શિવસેના (ઉદ્ધવ જૂથ) અને એનસીપીની જીદથી નારાજ છે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Maharashtra Politics : લોકસભા ચૂંટણી 2024 પહેલા મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી વચ્ચે કોઇ વાત બનતી દેખાતી નથી. તેનું કારણ લોકસભા ચૂંટણી માટે સીટોની વહેંચણી છે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ સીટોની વહેંચણીના મુદ્દે શિવસેના (ઉદ્ધવ જૂથ) અને એનસીપીની જીદથી નારાજ છે અને એ લોકસભા સીટો પર ચૂંટણી લડવાના મૂડમાં છે જ્યાં આ બંને પાર્ટીઓ પણ દાવા કરી રહી છે.

મહારાષ્ટ્ર યુનિટના નેતા નસીમ ખાનના નિવેદન બાદ કોંગ્રેસની આ નારાજગી પણ સામે આવી છે. નસીમ ખાને કહ્યું હતું કે શિવસેના (યુબીટી) દ્વારા ઉમેદવારોની જાહેરાત બાદ કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી છે.

આ બેઠકો કઈ છે?

સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો તે 6 બેઠકો છોડવા નથી માંગતા જ્યાં વાતચીત જામતી નથી. આ બેઠકોમાં સાંગલી, મુંબઈ દક્ષિણ મધ્ય, મુંબઈ ઉત્તર પશ્ચિમ અને અન્ય કેટલીક બેઠકોનો સમાવેશ થાય છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) દ્વારા બેઠકોની જાહેરાત બાદ કોંગ્રેસના કાર્યકરો નારાજ છે.

આ પણ વાંચો – ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસને આપ્યું અલ્ટિમેટમ? કહ્યું – હવે 2029માં કરજો વાતચીત

ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી આખી કહાની સમજાઈ જશે

ઇન્ડિયા એલાયન્સ હેઠળ મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણી બહુ અસરકારક જણાતી નથી. આ વાતનો અંદાજો પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેના આ નિવેદનથી પણ લગાવી શકાય છે. જ્યારે શિવસેના (ઉદ્ધવ જૂથ)એ તેના કેટલાક નામો જાહેર કર્યા ત્યારે કોંગ્રેસ નારાજ દેખાઈ હતી. મીડિયા રિપોર્ટ્સ દ્વારા ઉદ્ધવ ઠાકરેનું નિવેદન સામે આવ્યું કે હવે 2029માં વાતચીત થશે. ઉદ્ધવ ઠાકરેના આ નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનના સહયોગી દળો વચ્ચે કેટલીક સીટો પર આમને-સામને મુકાબલો જોવા મળી શકે છે.

ઉદ્ધવ ઠાકરેને જ્યારે પૂછવામાં આવ્યું કે શું સીટોની વહેંચણીના મુદ્દા પર ચર્ચા થશે તો આના જવાબમાં તેમણે કહ્યું કે હા, પરંતુ હવે 2029માં ચર્ચા થશે. ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી રેલી પહેલા જ આ નિવેદન આપ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ