લોકસભા ચૂંટણી : દિલ્હીમાં ભાજપ કોને આપશે ટિકિટ, આ નામો છે દાવેદાર

લોકસભા ચૂંટણી : ધ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં સૂત્રોએ આપેલી માહિતી મુજબ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 17-18 નામોના એક પેનલ પર વિચાર કરવામાં આવશે

Written by Ashish Goyal
February 29, 2024 20:32 IST
લોકસભા ચૂંટણી : દિલ્હીમાં ભાજપ કોને આપશે ટિકિટ, આ નામો છે દાવેદાર
મનોજ તિવારી અને સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજ દિલ્હી લોકસભાની ટિકિટ માટે દાવેદાર છે (તસવીર - ફેસબુક)

Lok Sabha elections 2024 : લોકસભા ચૂંટણી 2024માં ભાજપ રાજધાની દિલ્હીમાં કયા 7 ચહેરા પર દાવ લગાવશે તે જાણવા બધા જ આતુર છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (સીઇસી)ની ગુરુવારે સાંજે બેઠક મળશે, જેમાં રાષ્ટ્રીય રાજધાનીમાં લોકસભાની સાત બેઠકો માટે ઉમેદવારો પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકની અધ્યક્ષતા પીએમ નરેન્દ્ર મોદી કરશે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં સૂત્રોએ આપેલી માહિતી મુજબ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 17-18 નામોના એક પેનલ પર વિચાર કરવામાં આવશે. આ દિલ્હી ભાજપના રાજ્ય યુનિટ સાથે ચર્ચા કર્યા બાદ તૈયાર કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આવતા અઠવાડિયે ભાજપના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી શકે છે.

રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે સંભવિત ઉમેદવારોની આ પેનલમાં ભાજપના પૂર્વ નેતા સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજ, અનિલ શર્મા, સતીષ ઉપાધ્યાયના નામ છે. આ નામો નવી દિલ્હી લોકસભા બેઠક માટે છે.

મનોજ તિવારીનું નામ ફાઇનલ!

સૂત્રોનું માનીએ તો નોર્થ ઈસ્ટ દિલ્હી લોકસભા સીટ પરથી મનોજ તિવારીનું નામ લગભગ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. તેમના સિવાય ઘોંડાના ભાજપના ધારાસભ્ય અજય મહાવર પણ આ બેઠક પરથી સંભવિત ઉમેદવારોની યાદીમાં છે.

ઉત્તર પશ્ચિમ દિલ્હી લોકસભા સીટ માટે યોગેન્દ્ર ચંદોલિયા અને દુષ્યંત ગૌતમના નામ પર વિચાર કરવામાં આવશે. વેસ્ટ દિલ્હી લોકસભા સીટ માટે સંભવિત ઉમેદવારોની યાદીમાં સાંસદ પ્રવેશ વર્મા, કુલજીત ચહલ, કમલજીત સહરાવતનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – ભાજપ કાશ્મીરમાં ખાતું ખોલવાનો બનાવી રહી છે પ્લાન, સમજો રણનીતિ

જો પૂર્વ દિલ્હી લોકસભા સીટની વાત કરીએ તો દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને જનરલ સેક્રેટરી હર્ષ મહાજનના નામ પણ અહીં સંભવિત ઉમેદવારોમાં સામેલ છે.

ચાંદની ચોક લોકસભા સીટ માટે જે ઉમેદવારોના નામ પર વિચાર કરવામાં આવશે તેમાં વિષ્ણુ મિત્તલ, રેખા ગુપ્તા અને પ્રવીણ ખંડેલવાલનો સમાવેશ થાય છે. સાઉથ દિલ્હી લોકસભા સીટ પર રમેશ બિધુડી સિવાય બદરપુરના ધારાસભ્ય રામવીર સિંહ બિધુડીના નામની ચર્ચા થઈ રહી છે.

CEC ચોંકાવી પણ શકે છે

ધ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં કહેવાયું છે કે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત ભાજપના વરિષ્ઠ નેતૃત્વ સાથે ગહન ચર્ચા કર્યા પછી લગભગ 28 સંભવિત નામોની એક પેનલ તૈયાર કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે પક્ષ સામાન્ય રીતે આવા નામોની પેનલમાંથી 80 ટકા ઉમેદવારો જાહેર કરે છે. જોકે ક્યારેક સીઈસી ચોંકાવી પણ શકે છે અને આ વખતે તે નવી દિલ્હી અને દક્ષિણ દિલ્હી લોકસભા બેઠકો પર આવું થઈ શકે છે કારણ કે ઘણા કેન્દ્રીય મંત્રીઓ અહીંથી તેમનું રાજકીય નસીબ અજમાવવા માંગે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ