લોકસભા ચૂંટણી 2024 : બિહારમાં એનડીએ વચ્ચે સીટ શેરિંગ ફાઇનલ, ભાજપ, 17, જેડીયુ 16 સીટો પર લડશે ચૂંટણી

Lok Sabha Elections 2024: બિહારમાં એનડીએ વચ્ચે બેઠકોની વહેંચણી ફાઇનલ થઇ ગઇ. ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી (રામવિલાસ)ને 5 લોકસભા સીટ આપવામાં આવી

Written by Ashish Goyal
Updated : March 18, 2024 18:47 IST
લોકસભા ચૂંટણી 2024 : બિહારમાં એનડીએ વચ્ચે સીટ શેરિંગ ફાઇનલ, ભાજપ, 17, જેડીયુ 16 સીટો પર લડશે ચૂંટણી
બિહારમાં એનડીએ વચ્ચે બેઠકોની વહેંચણી ફાઇનલ થઇ ગઇ છે (ફાઇલ ફોટો)

NDA seat sharing deal in Bihar : બિહારમાં એનડીએ વચ્ચે બેઠકોની વહેંચણી ફાઇનલ થઇ ગઇ છે. લોકસભા ચૂંટણી 2024માં ભાજપ બિહારની 17 લોકસભા સીટ પર ચૂંટણી લડશે અને જેડીયૂ 16 લોકસભા સીટ પર ઉમેદવાર ઉતારશે. ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી (રામવિલાસ)ને 5 લોકસભા સીટ આપવામાં આવી છે.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે ચિરાગ પાસવાનની પાર્ટી પાંચ લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે હિન્દુસ્તાની આવામ મોર્ચા અને રાષ્ટ્રીય લોક મોર્ચા એક-એક બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે.

ચિરાગ પાસવાનની પાર્ટી કઈ બેઠકો પર ચૂંટણી લડશે?

ચિરાગ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) પાંચ લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે. જેમાં વૈશાલી, હાજીપુર, સમસ્તીપુર, ખગડિયા અને જમુઇ સામેલ છે. જીતનરામ માંઝીની પાર્ટી ગયા અને રાષ્ટ્રીય લોક મોર્ચા કરાકાટ લોકસભા સીટ પર પોતાના ઉમેદવાર ઉતારશે.

હું ક્યાંકને ક્યાંક હાજીપુરથી ચૂંટણી લડીશ – ચિરાગ પાસવાન

બિહારમાં સીટોની વહેંચણીની જાહેરાત પર લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના પ્રમુખ ચિરાગ પાસવાને કહ્યું કે મને પાર્ટી તરફથી જે માહિતી મળી રહી છે તે મુજબ હું ક્યાંકને ક્યાંક હાજીપુરથી ચૂંટણી લડીશ.

પશુપતિ પારસને એક પણ બેઠક ન મળી?

બિહાર ભાજપ પ્રમુખ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે પશુપતિ પારસ સાથે વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે એનડીએ પાંચ પાર્ટીઓના ગઠબંધન તરીકે એકજુટ થઇને ચૂંટણી લડશે.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણીની વચ્ચે પીએમ મોદી ભૂટાન કેમ જઈ રહ્યા છે? જાણો આ પ્રવાસનું ખાસ કારણ

ભાજપ લોકસભાની આ 17 બેઠકો પર ચૂંટણી લડશે

પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, ઔરંગાબાદ, અરરિયા, મધુબની, દરભંગા, મુજફ્ફરપુર, મહારાજગંજ, સારન, ઉજિયારપુર, બેગુસરાય, નવાદા, પટના સાહિબ, પાટલિપુત્ર, આરા, બક્સર, સાસારામ.

આ 16 લોકસભા સીટ પર જેડીયુ ઉમેદવાર ઉતારશે

વાલ્મીકી નગર, સીમામઢી, ઝંઝારપુર, સુપૌલ, પૂર્ણિયા, કિશનગંજ, કટિહાર, મધેપુરા, ગોપાલગંજ, ભાગલપુર, બાંકા, મુંગેર, નાલંદા, જહાનાબાદ, સીવાન

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ