લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કામાં રાહુલ ગાંધી, અરુણ ગોવિલ સહિત આ દિગ્ગજ નેતાઓનું રાજકીય ભાવિ દાવ પર

Lok Sabha Elections 2024 Phase Two Polls : લોકસભા ચૂંટણી 2024 માટે બીજા તબક્કામાં 13 રાજ્યોની 89 લોકસભા બેઠક પર 26 એપ્રિલના રોજ મતદાન થશે. જેમા રાહુલ ગાંધી, શશિ થરુર, હેમા માલિની, અરુણ ગોવિલ સહિત દિગ્ગજ નેતાઓનું રાજકીય ભવિષ્ય ઇવીએમમાં નક્કી થશે.

Lok Sabha Elections 2024 Phase Two Polls : લોકસભા ચૂંટણી 2024 માટે બીજા તબક્કામાં 13 રાજ્યોની 89 લોકસભા બેઠક પર 26 એપ્રિલના રોજ મતદાન થશે. જેમા રાહુલ ગાંધી, શશિ થરુર, હેમા માલિની, અરુણ ગોવિલ સહિત દિગ્ગજ નેતાઓનું રાજકીય ભવિષ્ય ઇવીએમમાં નક્કી થશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Lok Sabha Election 2024 Phase 2: લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે થંભી જશે પ્રચાર, રાહુલ ગાંધી સહિત આ દિગ્ગજોનું ભાવી થશે નક્કી

લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કામાં રાહુલ ગાંધી, અરુણ ગોવિલ, હેમા માલિની અને શશિ થરુરનું રાજકીય ભવિષ્ય નક્કી થશે. (Photo - Twitter Account)

Lok Sabha Elections 2024 Phase Two Polls : લોકસભા ચૂંટણી 2024 માટે પ્રથમ તબક્કાના મતદાન બાદ હવે 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે. ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ બીજા તબક્કામાં 13 રાજ્યોની 89 લોકસભા બેઠકો પર મતદાન કરવામાં આવશે. આ કારણે બીજા તબક્કાનો પ્રચાર 24 એપ્રિલ 2024ના રોજ સમાપ્ત થઈ જશે. તમને જણાવી દઈએ કે બીજા તબક્કામાં ઘણા દિગ્ગજ નેતાઓનું રાજકીય ભવિષ્ય ઈવીએમમાં બંધ થઈ જશે.

Advertisment

13 રાજ્યની 89 લોકસભા બેઠક પર મતદાન થશે

લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કામાં 13 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 89 લોકસભા બેઠક પર 26 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. આ 13 રાજ્યો આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ત્રિપુરા, યુપી અને પશ્ચિમ બંગાળમાં મતદાન થશે. જણાવી દઈએ કે બીજા તબક્કામાં કેરળની તમામ સીટો પર મતદાન પૂર્ણ થઈ જશે. જ્યાંથી કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે.

આ દિગ્ગજ નેતાઓનું રાજકીય ભવિષ્ય ઇવીએમમાં કેદ થશે

રાહુલ ગાંધી - વાયનાડ લોકસભા બેઠક

કેરળની વાયનાડ બેઠક ફરી એકવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. તેમણે 2019માં અમેઠી અને વાયનાડ બંને બેઠકો પરથી ચૂંટણી લડી હતી, જેમા તેમને વાયનાડ બેઠક પર જીત અને અમેઠી બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો. વાયનાડ બેઠક પર તેમણે 2019માં 4 લાખથી વધુ મતોથી જીત મેળવી હતી. આ વખતે તેમનો મુકાબલો ડાબેરીનેતા એની રાજા અને ભાજપના કે.સુરેન્દ્રન સાથે છે.

rahul gandhi net worth | congress leader rahul gandhi | rahul gandhi share market investment | rahul gandhi equity portfolio | rahul gandhi mutual fund investment | rahul gandhi bank balance | rahul gandhi affidavit
રાહુલ ગાંધી કોંગ્રેસ નેતા છે. (Photo - @RahulGandhi)

શશિ થરુર - તિરુવનંતપુરમ લોકસભા બેઠક

કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂર કેરળની આ તિરુવનંતપુરમ લોકસભા બેઠક પર લાંબા સમયથી સાંસદ છે અને આ ચૂંટણીમાં આ સીટ ઘણી મહત્વની બની ગઈ છે. આનું કારણ એ છે કે આ વખતે ભાજપે તિરુવનંતપુરમ બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરને મેદાનમાં ઉતાર્યા છે.

Advertisment

ભૂપેશ બઘેલ - રાજનાંદગાંવ લોકસભા બેઠક

છત્તીસગઢની રાજનંદગાંવ બેઠક પર પણ બીજા તબક્કામાં મતદાન યોજાશે. કોંગ્રેસે આ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના સંતોષ પાંડેનો મુકાબલો બઘેલ સામે થશે, જે દુર્ગના રહેવાસી છે. આ બેઠક પર ચૂંટણી જંગી અત્યંત રસપ્રદ બની શકે છે.

ઓમ બિરલા - કોટા લોકસભા બેઠક

રાજસ્થાનની કોટા લોકસભા સીટ માટે ભાજપના વરિષ્ઠ નેતા અને લોકસભા સ્પીકર ઓમ બિરલા ફરી એકવાર મેદાનમાં છે. આ લોકસભા બેઠક પરથી ઓમ બિરલા ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. તેમણે આ બેઠક પરથી 2014 અને 2019માં મોટી જીત હાંસલ કરી હતી.

અરુણ ગોવિલ - મેરઠ લોકસભા બેઠક

ગત વખતે રાજેન્દ્ર અગ્રવાલે મેરઠ લોકસભા સીટ પર ખૂબ જ ઓછા અંતરથી જીત મેળવી હતી, જેના કારણે આ વખતે ભાજપે રામાયણ સીરિયલના એક્ટર અરુણ ગોવિલને રાજકીય ક્ષેત્રમાં ઉતાર્યા છે. અરુણ ગોવિલનો મુકાબલો સપા નેતા સુનીતા વર્મા સાથે થવાનો છે. તે જોવું રસપ્રદ રહેશે કે શું તેઓ તેમની લોકપ્રિયતાના આધારે ચૂંટણી જીતી શકે છે.

હેમા માલિકીની - મથુરા લોકસભા બેઠક

હેમા માલિની ઉત્તર પ્રદેશની મથુરા લોકસભા સીટથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલા પણ તેઓ બે વાર ચૂંટણી જીત્યા છે. કોંગ્રેસ અને બસપાએ પણ અહીં પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. અગાઉ એવું માનવામાં આવી રહ્યું હતું કે આ વખતે ભાજપ આ બેઠક પરથી પોતાના ઉમેદવારને બદલી શકે છે, પરંતુ પાર્ટીએ આવું કર્યું નહીં.

આ પણ વાંચો | લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપનું અબ કી બાર 400 પાર… ચૂંટણી પરિણામમાં અગાઉ ક્યારે રચાયો હતો ઇતિહાસ, જાણો

વૈભવ ગેહલોત - જાલોર લોકસભા બેઠક

લોકસભા ચૂંટણી 2024 ના બીજા તબક્કાના મતદાનમાં રાજસ્થાનની 13 લોકસભા બેઠક પર વોટિંગ થશે. આ બેઠકોમાંથી એક બેઠક જાલોરની પણ છે, જ્યાં રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત ચૂંટણીના મેદાનમાં છે. ગત લોકસભાની ચૂંટણીમાં જોધપુર બેઠક પરથી તેમનો પરાજય થયો હતો. તેમને દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે હરાવ્યા હતા.

લોકસભા ચૂંટણી 2024 politics રાહુલ ગાંધી congress ભાજપ