મેરઠમાં પીએમ મોદીએ કહ્યું – ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહી થશે જ, આ છે મોદીની ગેરંટી

PM Narendra Modi Rally : પીએમ મોદીએ કહ્યું - જ્યારે ભારત દુનિયામાં ત્રીજા નંબર પર પહોંચશે ત્યારે દેશમાં ગરીબી તો દૂર થશે જ, સાથે સાથે તે એક શક્તિશાળી, મજબૂત દેશ પણ બની જશે.

Written by Ashish Goyal
March 31, 2024 17:31 IST
મેરઠમાં પીએમ મોદીએ કહ્યું – ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહી થશે જ, આ છે મોદીની ગેરંટી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના મેરઠમાં જનસભાને સંબોધી હતી. (તસવીર - બીજેપી ટ્વિટર)

PM Modi in Meerut: ઇન્ડિયા ગઠબંધને લોકસભા ચૂંટણી 2024ને લઈને દિલ્હીમાં રેલી કરી અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તો બીજી તરફ પીએમ મોદીએ પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠથી એનડીએના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. આ રેલીમાં એનડીએના તમામ ઘટક પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. રેલીમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની પણ સ્ટેજ પર હતા. સીએમ યોગીએ આ સમય દરમિયાન મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આ ચૂંટણીમાં નેશન ફર્સ્ટનો મુકાબલો ફેમિલી ફર્સ્ટના એજન્ડા સાથે થશે.

આ રેલી દરમિયાન પીએમ મોદીએ મંચ પરથી ચૌધરી ચરણ સિંહને યાદ કરીને ભાષણની શરૂઆત કરી અને કહ્યું કે મેરઠ સાથે મારો ખાસ સંબંધ છે. ગત વખતે પણ મને આ ઔધડનાથની ધરતી પરથી રેલી શરૂ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ભારત દુનિયામાં ત્રીજા નંબર પર પહોંચશે ત્યારે દેશમાં ગરીબી તો દૂર થશે જ, સાથે સાથે તે એક શક્તિશાળી, મજબૂત દેશ પણ બની જશે.

પીએમ મોદીએ કહ્યું કે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, આ જ યોગ્ય સમય છે, ભારતનો સમય આવી ગયો છે, ભારત દોડી રહ્યું છે, આજે ભારતમાં ઝડપથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યા છે. આજે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં અભૂતપૂર્વ રોકાણ કરી રહ્યું છે.

નવી ઊંચાઈઓ પર ભારતની વિશ્વસનીયતા

યુવાઓને મળતા લાભ અંગે પીએમ મોદીએ કહ્યું કે આજે દરેક ક્ષેત્રમાં યુવાઓ માટે અસંખ્ય નવી તકો ઉભી કરવામાં આવી રહી છે, આજે દેશની નારી શક્તિ નવા સંકલ્પો સાથે આગળ આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે ક્યારેય અયોધ્યામાં રામ મંદિર બનશે, તે લોકોને મુશ્કેલ લાગતું હતું. પરંતુ રામ મંદિર તો બની ગયું અને આ વખતે અવધમાં રામલલાએ હોળી પણ રમી હતી.

આ પણ વાંચો – રાહુલ ગાંધીનો આરોપ – ભાજપ લોકસભા ચૂંટણીને આઈપીએલની જેમ ફિક્સ કરવા માંગે છે

પ્રધાનમંત્રીએ પોતાના કામો ગણાવ્યા

આ સાથે પીએમ મોદીએ કહ્યું કે કલમ 370 પણ હટાવી દેવામાં આવી છે અને જમ્મુ-કાશ્મીરનો પણ વિકાસ થઈ રહ્યો છે. આ મોદી ગરીબી સાથે ટક્કર લઇને અહીં પહોંચ્યા છે તેથી મોદી દરેક ગરીબનું દુખ અને દરેક ગરીબની પીડાને સારી રીતે સમજે છે. તેમણે પોતાના કામનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમે ગરીબોની ચિંતા દૂર કરવા માટે યોજનાઓ બનાવી છે. ગરીબોને સારવારની ચિંતા ન થાય તે માટે રૂપિયા પાંચ લાખની આયુષમાન યોજના ઊભી કરવામાં આવી હતી. અમારી સરકાર મફત રાશન આપી રહી છે.

ભ્રષ્ટાચારીઓ સામે થઇ રહી છે ઘણી કાર્યવાહી

ભ્રષ્ટાચાર પર વિપક્ષી દળોના નેતાઓ પર કાર્યવાહી પર પીએમ મોદીએ કહ્યું કે હું ભ્રષ્ટાચાર પર કાર્યવાહી કરી રહ્યો છું, કેટલાક લોકોએ પોતાનું સંતુલન ગુમાવી દીધું છે. મારા પ્રિય દેશવાસીઓ, હું કહું છું કે મોદીની ગેરંટી છે. મોદીનો મંત્ર છે ભ્રષ્ટાચાર હટાવો. તે કહે છે ભ્રષ્ટાચારી બચાવો.

પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી બે જૂથ વચ્ચેની લડાઈ છે. એક જૂથ એનડીએનું ભ્રષ્ટાચારને દૂર કરવા માટે મેદાનમાં છે. બીજું એ છે કે જે ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે મેદાનમાં છે. તેમણે કહ્યું કે હું ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરી રહ્યો છું, હું ભ્રષ્ટાચારીઓના પૈસા પરત કરી રહ્યો છું, જેમના પૈસા આ બેઇમાન લોકોએ લૂંટ્યા છે. તેઓએ સાથે મળીને એક ઇન્ડી ગઠબંધન બનાવી લીધું છે.

નેતાઓના ઘરમાંથી સેંકડો કરોડની રોકડ બહાર આવી રહી છે

પીએમ મોદીએ વિપક્ષી પાર્ટીઓ વિશે કહ્યું કે તેમને લાગે છે કે મોદી તેમનાથી ડરી જશે, પરંતુ મારા માટે મારુ ભારત મારો પરિવાર છે. હું આપણા દેશને ભ્રષ્ટાચારથી બચાવવા માટે જે પગલાં લેવામાં આવી રહ્યા છે તેની વાત કરી રહ્યો છું. હું તેમની સામે મોટી લડાઈ લડીશ, તેથી મોટા-મોટા ભ્રષ્ટાચારીઓ આજે જેલના સળિયા પાછળ છે.

પીએમ મોદીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ સુધી ભ્રષ્ટાચારીઓને જામીન નથી મળી રહ્યા અને એટલા માટે જ ઘણા મોટા ભ્રષ્ટ લોકોને કોર્ટના ચક્કર લગાવવા પડે છે અને એટલે જ તમે આખા દેશમાં ટીવી પર જોયું હશે કે બેડ નીચેથી નોટોના ઢગલા નીકળી રહ્યા છે, ક્યાંક દિવાલોમાંથી ઢગલાબંધ નોટો બહાર આવી રહી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ