ઈલેક્ટોરલ બોન્ડનો વિરોધ કરનારાઓને પસ્તાવો થશે, વિવાદ પર પીએમ મોદીનું પ્રથમ નિવેદન

પીએમ મોદીએ હવે એક ઇન્ટરવ્યૂમાં આ મુદ્દે વિસ્તારથી વાત કરી છે. તેમણે કહ્યું કે જે પણ આ સમયે ઇલેક્ટોરલ બોન્ડનો વિરોધ કરી રહ્યું છે, તેમને તેનો અફસોસ જરૂરથી થશે

Written by Ashish Goyal
March 31, 2024 23:19 IST
ઈલેક્ટોરલ બોન્ડનો વિરોધ કરનારાઓને પસ્તાવો થશે, વિવાદ પર પીએમ મોદીનું પ્રથમ નિવેદન
પીએમ નરેન્દ્ર મોદી (તસવીર - બીજેપી ટ્વિટર)

pm narendra modi electoral bond first reaction : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇલેક્ટોરલ બોન્ડ અંગે પહેલું મોટું નિવેદન આપ્યું છે. તેમના તરફથી એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે તેમને એક દિવસ ચોક્કસ પસ્તાવો થશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ખામીઓ દૂર કરી શકાય છે, કંઈપણ ક્યારેય પૂર્ણ થતું નથી. હવે આ નિવેદન મહત્વનું છે કારણ કે અત્યાર સુધી ચૂંટણી બોન્ડના વિવાદ પર પીએમ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

પીએમ મોદીએ આ મુદ્દે વિસ્તારથી વાત કરી

પીએમ મોદીએ હવે એક ઇન્ટરવ્યૂમાં આ મુદ્દે વિસ્તારથી વાત કરી છે. તેમણે કહ્યું કે જે પણ આ સમયે ઇલેક્ટોરલ બોન્ડનો વિરોધ કરી રહ્યું છે, તેમને તેનો અફસોસ જરૂરથી થશે. વર્ષ 2014 પહેલા સ્થિતિ એવી હતી કે ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોને ફંડ ક્યાંથી મળી રહ્યું છે તેની કોઇ જાણકારી ન હતી. પરંતુ ઈલેક્ટોરલ બોન્ડના કારણે પાર્ટીઓને મળનારા ફંડિંગના તમામ સોર્સ જાણવા મળી રહ્યા હતા. હું સંમત થાઉં છું કે કશું જ પૂર્ણ થતું નથી, પરંતુ સમયની સાથે ખામીઓ દૂર થઈ શકે છે.

આ પણ વાંચો – મેરઠમાં પીએમ મોદીએ કહ્યું – ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહી થશે જ, આ છે મોદીની ગેરંટી

દરેકને રાજકીય સ્થિરતા જોઈએ છે, તેઓ તેમના મતની કિંમત જાણે છે – પીએમ મોદી

હવે પીએમ મોદીએ માત્ર ઈલેક્ટોરલ બોન્ડ પર જ પોતાના વિચારો રજૂ નથી કર્યા, પરંતુ મિશન 400 પ્લસ પર પણ વિસ્તારથી વાત કરી. ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યુ કે જનતાએ પહેલા જ નક્કી કરી લીધુ છે કે આ વખતે 400 પ્લસ જવાનુ છે. દરેકને રાજકીય સ્થિરતા જોઈએ છે, તેઓ તેમના મતની કિંમત જાણે છે. આ વોટના કારણે આજે ગરીબોને ખાવાનું મળી રહ્યું છે, તેમને દરેક સ્વાસ્થ્ય લાભ મળી રહ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મેરઠથી ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તેમના તરફથી સૌથી વધુ ધ્યાન ભ્રષ્ટાચારના મુદ્દા પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દરેક ભ્રષ્ટ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે અને આ મોદીની ગેરંટી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ