પીએમ મોદીએ જમુઈમાં કહ્યું – રામ મંદિરનું 500 વર્ષ જૂનું સપનું અમારી સરકારમાં પૂરું થયું

pm narendra modi in jamui : પીએમ મોદીએ કહ્યું - આજે દેશના તમામ ભ્રષ્ટાચારીઓ, જે હંમેશા એકબીજા સાથે લડતા હતા, તે હવે મોદી વિરુદ્ધ એકઠા થયા છે. હું કહું છું ભ્રષ્ટાચાર હટાવો, તેઓ કહે છે - ભ્રષ્ટાચારી બચાવો

Written by Ashish Goyal
April 04, 2024 16:50 IST
પીએમ મોદીએ જમુઈમાં કહ્યું – રામ મંદિરનું 500 વર્ષ જૂનું સપનું અમારી સરકારમાં પૂરું થયું
પીએમ મોદીએ બિહારના જમુઈમાં એક રેલીને સંબોધિત કરી હતી (તસવીર - પીએમ મોદી ટ્વિટર)

Lok Sabha Elections 2024 : બિહારના જમુઈમાં પીએમ નરેન્દ્ર મોદીએ તેમની સરકારની સિદ્ધિઓ ગણાવી હતી અને ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ અને આરજેડી પર પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે અમે કહીએ છીએ ભ્રષ્ટાચાર દૂર હટાવો, તેઓ કહે છે ભ્રષ્ટાચાર બચાવો’. પીએમે આ સમયે પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને આપવામાં આવેલા ભારત રત્નનો ઉલ્લેખ કરતા કહ્યું કે બિહારની આ કોંગ્રેસ-રાજદ તેમને આપેલા ભારત રત્નનો પણ વિરોધ કર્યો હતો.

પીએમ મોદીએ આ દરમિયાન કોંગ્રેસ અને આરજેડી પર પ્રહાર કરતા કહ્યું કે આરજેડીએ દરેક વખતે બિહાર અને બિહારીના ગૌરવનું અપમાન કર્યું છે. કોંગ્રેસ અને આરજેડીએ જ કર્પૂરી ઠાકુરનું અપમાન કર્યું હતું. હમણા થોડા સમય પહેલા જ અમારી સરકારે બિહારના ગૌરવ કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપ્યો હતો ત્યારે પણ આ લોકોએ તેનો વિરોધ કર્યો હતો.

10 વર્ષમાં જે કંઈ પણ થયું તે માત્ર ટ્રેલર છે, હજુ ઘણું કરવાનું બાકી છે – પીએમ મોદી

પોતાની સરકારના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે 10 વર્ષમાં જે કંઈ પણ થયું તે માત્ર ટ્રેલર છે, હજુ ઘણું કરવાનું બાકી છે. હજુ કો આપણે દેશ અને બિહારને ઘણું આગળ લઈ જવાનું છે. આ મોદી ગરીબીનો તાપ સહન કરીને અહીં પહોંચ્યા છે. તેથી દરેક ગરીબ વ્યક્તિના સપનાનું મહત્વ જાણે છે. તમારું સ્વપ્ન એ જ મારો સંકલ્પ છે.

આરજેડી પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે દેશના તમામ ભ્રષ્ટાચારીઓ, જે હંમેશા એકબીજા સાથે લડતા હતા, તે હવે મોદી વિરુદ્ધ એકઠા થયા છે. હું કહું છું ભ્રષ્ટાચાર હટાવો, તેઓ કહે છે – ભ્રષ્ટાચારી બચાવો.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 ઓપિનિયન પોલ અનુમાન, ભાજપ ફરી બનાવશે મોદી સરકાર? જાણો કેટલી બેઠક પર મળશે જીત

પીએમ મોદીએ કહ્યું કે એક બાજુ એનડીએ સરકાર છે, જે નવા ઉદ્યોગો સ્થાપવાની વાત કરે છે. બીજી તરફ આ લોકો છે, જેમની ઓળખ અપહરણ ઉદ્યોગમાં રહી છે. એક તરફ એનડીએ સરકાર છે જે સોલાર પાવર અને એલઇડી લાઇટની વાતો કરે છે અને આ ઘમંડીયા ગઠબંધન લોકો જેઓ બિહારને લાલટેન યુગમાં રાખવા માંગે છે.

રામ મંદિરનું 500 વર્ષ જૂનું સપનું અમારી સરકારમાં પૂરું થયું – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે રામ મંદિરનું 500 વર્ષ જૂનું સપનું અમારી સરકારમાં પૂરું થયું છે, જ્યારે RJD-કોંગ્રેસે રામ મંદિર ન બને તે માટે તમામ તાકાત લગાવી દીધી હતી. આજે પણ આ લોકો રામ મંદિરની મજાક ઉડાવે છે અને અપમાન કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ