/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/INDIA-Bloc-Maharally.jpg)
લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનના તમામ મોટા નેતાઓ દિલ્હીના રામલીલા મેદાનમાં ભેગા થયા હતા (તસવીર - કોંગ્રેસ ટ્વિટર)
INDIA Bloc Maharally : લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનના તમામ મોટા નેતાઓ દિલ્હીના રામલીલા મેદાનમાં ભેગા થયા હતા. જ્યાં વિપક્ષોએ મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યો હતો અને કોંગ્રેસના બેંક ખાતા બંધ કરવાનો મુદ્દો પ્રમુખતાથી ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ લોકસભાની ચૂંટણીને 'મેચ ફિક્સ' કરીને લડવા માંગે છે. આ રેલીમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી યાદવ સિવાય વિપક્ષના બધા મોટા નેતાઓએ પણ ભાષણ આપ્યા હતા.
'મેચ ફિક્સ' કેમ કહી?
રાહુલ ગાંધીએ ઇવીએમ, મેચ ફિક્સિંગ, સોશિયલ મીડિયા અને મીડિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે દબાણની રાજનીતિ વગર ભાજપ 180 સીટો પણ જીતી શકે નહીં. આઈપીએલનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આઈપીએલની મેચો આજે થઈ રહી છે. જ્યારે અમ્પાયરો પર દબાણ કરવામાં આવે છે, ખેલાડીઓ ખરીદવામાં આવે છે અને કેપ્ટનોને મેચ જીતવાની ધમકી આપવામાં આવે છે, ત્યારે તેને ક્રિકેટમાં મેચ ફિક્સિંગ કહેવામાં આવે છે. આપણી સામે લોકસભાની ચૂંટણી છે. અમ્પાયરોની પસંદગી પીએમ મોદીએ કરી હતી. અમારી ટીમના બે ખેલાડીઓની મેચ પહેલા જ ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો - તમારા કેજરીવાલ સિંહ છે, જલ્દી જેલમાંથી બહાર આવીશું – ઈન્ડિયા ગઠબંધન રેલીમાં સુનીતા કેજરીવાલે આપી 6 ગેરંટી
VIDEO | Here's what Congress leader Rahul Gandhi (@RahulGandhi) said while addressing the INDIA bloc's 'Loktantra Bachao' rally at Ramlila Maidan in Delhi.
"IPL matches are being held today. When umpires are pressurised, players are bought and captains are threatened to win… pic.twitter.com/xuyta46yeI— Press Trust of India (@PTI_News) March 31, 2024
રાહુલ ગાંધીએ બેંક ખાતા વિશે શું કહ્યું?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ સૌથી મોટી વિપક્ષી પાર્ટી છે અને ચૂંટણીની વચ્ચે અમારા બધા બેંક ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે. અમારે પ્રચાર કરવાનો છે, કાર્યકરાને રાજ્યોમાં મોકલવાના છે, પોસ્ટર લગાવવાના છે પરંતુ અમારા બધા બેંક ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે. આ કેવી ચૂંટણી છે.
અખિલેશ યાદવે શું કહ્યું?
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે હું આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ અને કાર્યકરોનો આ 'લોકશાહી બચાવો' રેલીનું આયોજન કરવા બદલ આભાર માનું છું. આજે જ્યારે આપણે બધા અહીં ભેગા થયા છીએ ત્યારે અહીંથી જાહેરાત થવાની છે કે દિલ્હીમાં બેઠેલા શાસકો અહીં વધુ સમય સુધી નહીં રહે. આ લોકો (ભાજપ) '400 પાર'નો નારો આપી રહ્યા છે. જો તેઓ 400થી વધુ બેઠકો જીતી રહ્યા છે, તો તેઓ આટલા ગભરાયેલા કેમ છે? શા માટે બે મુખ્યમંત્રીઓને જેલમાં ધકેલી દેવાયા?


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us