ચૂંટણી કાર્ડ વગર પણ લોકસભા ચૂંટણીમાં કરી શકો છો મતદાન, જાણો શું છે પ્રક્રિયા

લોકસભા ચૂંટણી 2024 : તમે તમારું નામ મતદાર યાદીમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે નોંધાવી શકો છો

Written by Ashish Goyal
March 25, 2024 16:15 IST
ચૂંટણી કાર્ડ વગર પણ લોકસભા ચૂંટણીમાં કરી શકો છો મતદાન, જાણો શું છે પ્રક્રિયા
દેશભરમાં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે (પ્રતિકાત્મક તસવીર)

lok sabha elections 2024 : લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર થઈ ગઈ છે અને જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. દેશભરમાં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. આવી સ્થિતિમાં ઘણા લોકો વોટર આઈડીને લઈને ચિંતિત છે. પરંતુ મત આપવા માટે મતદાર ઓળખપત્ર હોવું જરૂરી નથી. તમે તેના વિના મત આપી શકો છો.

જો તમે 18 વર્ષના થઈ ગયા છો, તો તમે તમારા નજીકના બૂથ પર જઈને મત આપી શકો છો. જો તમારી પાસે વોટર આઈડી ન હોય તો પણ તમે અન્ય કોઈ ઓળખપત્ર સાથે મતદાન કરવા જઈ શકો છો. તમારે માત્ર એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે તમારું નામ મતદાર યાદીમાં હોવું જોઈએ. તમે તમારું નામ મતદાર યાદીમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે નોંધાવી શકો છો.

ઓનલાઇન રીતે મતદાર યાદીમાં નામ કેવી રીતે સામેલ કરવું?

જો તમારે તમારું નામ ઓનલાઇન રીતે મતદાર યાદીમાં સામેલ કરવું હોય તો ચૂંટણી પંચની સાઇટ પર જઇને ફોર્મ નંબર 6 ભરો. આવામાં તમારે તમારું નામ, જન્મ તારીખ અને એડ્રેસ જેવી બેઝિક જાણકારી આપવી પડશે. આ પછી તમે આ દસ્તાવેજ અપલોડ કરો અને તમારું નામ મતદાર યાદીમાં રજિસ્ટર થઇ જશે.

આ પણ વાંચો –  ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, મંડીથી અભિનેત્રી કંગના રનૌત, મેરઠથી અરુણ ગોવિલને ટિકિટ

ઓફલાઇન રીતે મતદાર યાદીમાં નોંધણી કરાવો

જો તમારે ઓફલાઇન મોડમાં મતદાર યાદીમાં નોંધણી કરાવવી છે તો આ માટે તમારે નોંધણી અધિકારીઓ, સહાયક મતદાર નોંધણી અધિકારી અને બૂથ લેવલ અધિકારીઓનો સંપર્ક કરવો પડશે. આ માટે તમારે તેમની ઓફિસ જઈને ત્યાંથી ફોર્મ 6 લેવું પડશે. તમે ફોર્મની સાથે જરૂરી દસ્તાવેજો પણ જમા કરાવશો અને તે પછી તમારી માહિતી મતદાન વિસ્તારના બૂથ લેવલ ઓફિસરને સોંપવામાં આવશે. ત્યારબાદ તમે ચૂંટણીમાં મતદાનના દિવસે મતદાન કરી શકો છો.

જો તમારી પાસે મતદાર ઓળખપત્ર નથી અને તમારું નામ મતદાર યાદીમાં છે, તો તમે આધારકાર્ડ, મનરેગા જોબકાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસ ફોટો સાથે પાસબુક, શ્રમ મંત્રાલય દ્વારા જારી કરાયેલું આરોગ્ય વીમા કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાનકાર્ડ જેવા ઓળખકાર્ડને તમારા નજીકના મતદાન મથક પર લઈ જઈને મત આપી શકો છો. આ સિવાય તમે સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ અને પેન્શન ડોક્યુમેન્ટ દ્વારા તમારી ઓળખની ચકાસણી કરીને પણ મતદાન કરી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ