Lok Sabha Speaker Election: લોકસભા અધ્યક્ષ માટે આગામી 26 જૂને યોજાનાર ચૂંટણીને લઈ રાજનીતિ તેજ થઈ ગઈ છે. એક તરફ ભાજપ પોતાનો ઉમેદવાર ઉતારવા જઈ રહી છે તો સમાચાર એ છે કે ઈન્ડિયા ગઠબંધન પણ પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે. હકીકતમાં વિપક્ષ દ્વારા એવી માગણી કરવામાં આવી છે કે, ડેપ્યુટી સ્પીકરનું પદ તેમને આપવામાં આવે, જો આમ કરવામાં આવે તો તેઓ પોતાનો ઉમેદવાર નહીં ઉતારે, પરંતુ જો એનડીએ તેમની વાત નહીં સાંભળે તો તેવા સંજોગોમાં ભાજપના ઉમેદવારને પડકારવામાં આવશે.
વિપક્ષ શા માટે ડેપ્યુટી સ્પીકરનું પદ ઇચ્છે છે?
લોકસભા ડેપ્યુટી સ્પીકરનું પદ એટલા માટે મહત્વનું બની જાય છે કારણ કે આ પદ છેલ્લા 5 વર્ષથી ખાલી છે. ન તો વિપક્ષ પાસે આટલી સંખ્યા હતી કે ન તો ગૃહમાં તેમની સ્થિતિ મજબૂત હતી, આવી સ્થિતિમાં તે મોદી સરકારને કોઈ પણ રીતે પડકારી શક્યું ન હતું. 10 વર્ષ સુધી સ્પીકરનું પદ પણ ભાજપ સાથે ચાલતું હતું, પરંતુ વર્તમાન લોકસભામાં સ્થિતિ બદલાઈ ગઈ છે. એક તરફ એનડીએ સરકાર ફરી સત્તામાં આવી છે, પરંતુ ઈન્ડિયા ગઠબંધનની સ્થિતિ પણ ઘણી મજબૂત છે. વિપક્ષ દ્વારા પૂરી તાકાત સાથે માંગણીઓ કરવામાં આવી રહી છે.

જેડીયુ – ટીડીપી ને પણ ભડકાવ્યા?
જો કે હજુ સુધી એનડીએ ગઠબંધનના સાક્ષી રાજકીય પશ્રો તરફથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે સંસદ સત્ર શરૂ થાય તે પહેલા આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે. જાણકારી માટે જણાવી દઈએ કે આ વખતે જેડીયુ અને ટીડીપી પણ સ્પીકર પદ પર નજર રાખી રહ્યા હતા. આ પહેલા તેઓ ઈચ્છતા હતા કે ભાજપ તેમને સ્પીકરનું પદ આપે. પરંતુ હવે બદલાયેલી પરિસ્થિતિમાં ભાજપ સ્પીકરનું પદ પોતાની પાસે રાખી શકે છે, આ જ જેડીયુ અને ટીડીપીને પણ મનાવી લેવામાં આવ્યા છે.
જેડીયુ કે ટીડીપી સાથે સ્પીકરનું પદ જાળવી રાખવા માટે ઈન્ડિયા ગઠબંધન ચોક્કસપણે તમામ પ્રયાસો કરી રહ્યું હતું, પરંતુ બંને પક્ષોએ એકતાનો સંદેશ આપીને એનડીએ સાથે મજબૂતીથી ઊભા રહેવાની જાહેરાત કરી છે.
સ્પીકર પદ, સૌથી પ્રબળ દાવેદાર કોણ છે?
આમ જોવા જઈએ તો ભાજપ સિવાય એનડીએના સહયોગી પક્ષોને અધ્યક્ષ પદમાં રસ ન હોય તો સૌથી વધુ ત્રણ નામ સામે આવી રહ્યા છે. ભાજપના સાત વખતના સાંસદ રાધા મોહન સિંહને પણ સ્પીકર પદ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. તો સાથે જ અગાઉના લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનું નામ પણ ચર્ચામાં છે અને તેઓ ફરી સ્પીકર પણ બની શકે છે. ત્રીજું નામ કે જે ચર્ચામાં છે તે ભાજપના આંધ્રપ્રદેશના અધ્યક્ષ દગ્ગુબતી પુરંદેશ્વરીનું છે. તે સાંસદ છે અને ચંદ્રબાબુ નાયડુની પત્નીની બહેન છે. માનવામાં આવી રહ્યું છે કે ટીડીપી પણ તેમને સરળતાથી સ્વીકારી લેશે.
આ પણ વાંચો | ભારતના રાજકારણમાં ગઠબંધન સરકારનો ઈતિહાસ, કલમ 370ના વિરોધથી થઇ શરૂઆત
લોકસભ ચૂંટણી પરિણામ
લોકસભા ચૂંટણી 2024માં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી, આથી એનડીએ ગઠબંધનની સરકાર બની છે. એનડીએ સરકાર માટે TDP અને JD(U) નું સમર્થન મહત્વપૂર્ણ છે કારણ કે તાજેતરની લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 બેઠક મળી છે, જ્યારે પૂર્ણ બહુમતી માટે 272 બેઠક જોઇએ. તો એનડીએ સાથી પક્ષ TDPને 16 બેઠક અને JD(U)ને 12 બેઠક મળી છે.





