લોકસભામાં અમિત શાહના ભાષણ વચ્ચે રાહુલે ગાંધીએ આપી ચેલેન્જ, ગૃહમંત્રીએ આપ્યો જવાબ

Loksabha Debate On Sir : અમિત શાહે કહ્યું કે એસઆઈઆર એ ચૂંટણીને પવિત્ર રાખવાની પ્રક્રિયા છે. લોકશાહીમાં જે આધારે ચૂંટણીઓ યોજવામાં આવે છે, જો મતદાર યાદી પોતે જ પ્રદૂષિત હોય તો પછી ચૂંટણી કેવી રીતે સ્વચ્છ થઈ શકે

Loksabha Debate On Sir : અમિત શાહે કહ્યું કે એસઆઈઆર એ ચૂંટણીને પવિત્ર રાખવાની પ્રક્રિયા છે. લોકશાહીમાં જે આધારે ચૂંટણીઓ યોજવામાં આવે છે, જો મતદાર યાદી પોતે જ પ્રદૂષિત હોય તો પછી ચૂંટણી કેવી રીતે સ્વચ્છ થઈ શકે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
amit shah, rahul gandhi

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી

Loksabha Debate On SIR: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચૂંટણી સુધારા પર ડિબેટમાં ભાગ લીધો હતો. તેમણે વિપક્ષના પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) અંગે અમિત શાહે કહ્યું કે 2004 સુધી કોઈએ તેનો વિરોધ કર્યો ન હતો, પરંતુ હવે વિરોધ થઇ રહ્યો છે. અમિત શાહના ભાષણ વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉભા થયા અને તેમને ચેલેન્જ આપી હતી. આ પછી અમિત શાહે જવાબ આપ્યો હતો.

Advertisment

અમિત શાહે રાહુલ ગાંધીને આપ્યો જવાબ

અમિત શાહ જ્યારે ચૂંટણી સુધારા પર બોલી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધીએ ગૃહમંત્રીને એસઆઈઆર પર એક પ્રેસ કોન્ફરન્સમાં ડિબેટનો પડકાર આપ્યો હતો. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે હું છેલ્લા 30 વર્ષથી સંસદ અથવા વિધાનસભામાં ચૂંટાઇને આવી રહ્યો છું, આવું ક્યારેય બન્યું નથી. અમિત શાહે કહ્યું કે મારા બોલવાનો ક્રમ હું નક્કી કરીશ, તમે નહીં.

રાહુલે ગાંધીએ પછી શું કહ્યું?

આ પછી રાહુલ ગાંધી ફરી ઉભા થયા અને કહ્યું કે ગૃહમંત્રીએ ભયભીત અને ગભરાયેલો જવાબ આપ્યો છે, આ સાચો જવાબ નથી. આ પછી તરત જ અમિત શાહે કહ્યું હતું કે મેં તમારા ચહેરા પર ચિંતાની લકીર જોઇ છે, હું તમારી ઉશ્કેરણીમાં નહીં આવું, હું મારા ક્રમમાં જ બોલીશ.

આ પણ વાંચો - અમિત શાહે કહ્યું – નહેરુએ ‘વંદે માતરમ’ ને તોડી સીમિત કરી દીધું, ત્યાંથી જ તુષ્ટિકરણની શરૂઆત થઈ

Advertisment

અમિત શાહે કહ્યું કે મારું ભાષણ મારા પ્રમાણે ચાલશે. તમે વિપક્ષના નેતા છો, તમને બોલવાનો અધિકાર છે પરંતુ હું સમજું છું કે તેઓ આ રીતે કેમ બોલી રહ્યા છે. અમિત શાહે કહ્યું કે તમારે પણ અમારી વાત સાંભળવી જોઈએ. અમે ગઈકાલે તમારી વચ્ચે ઊભા રહીને કહ્યું ન હતું કે તમે જૂઠું બોલી રહ્યા છો. તે પછી સદનમાં બધા હસવા લાગ્યા હતા.

ના તો નકલી ઘર છે કે ના તો નકલી મત છે: અમિત શાહ

અમિત શાહે કહ્યું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 5 નવેમ્બર 2025 ના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં 'પરમાણુ બોમ્બ' ફોડ્યો. તે 'પરમાણુ બોમ્બ'માં તેમણે દાવો કર્યો હતો કે હરિયાણામાં એક જ ઘરમાં 501 મત પડ્યા હતા. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે મકાન નંબર 265 એ નાનું મકાન નથી, પરંતુ એક એકરના પૂર્વજોના પ્લોટ પર બનેલા અનેક પરિવારોનું સંયુક્ત નિવાસસ્થાન છે. પરંતુ દરેક પરિવારને જુદા જુદા ઘરના નંબર આપવામાં આવ્યા નથી, તેથી તેમના ઘરનો નંબર 265 લખવામાં આવ્યો છે. એક પરિવાર ત્રણ પેઢીઓથી સાથે રહે છે. જ્યારે હરિયાણામાં કોંગ્રેસની સરકાર બની હતી ત્યારથી આ નંબર આવી રીતે જ ચાલુ છે. આ ના તો નકલી મકાન છે કે ના તો નકલી મત છે.

અમિત શાહે કહ્યું કે એસઆઈઆર એ ચૂંટણીને પવિત્ર રાખવાની પ્રક્રિયા છે. તેમણે કહ્યું હતું કે, લોકશાહીમાં જે આધારે ચૂંટણીઓ યોજવામાં આવે છે, જો મતદાર યાદી પોતે જ પ્રદૂષિત હોય તો પછી ચૂંટણી કેવી રીતે સ્વચ્છ થઈ શકે. અમિત શાહે કહ્યું કે સમયાંતરે મતદાર યાદીનું સંપૂર્ણ પુનઃનિરીક્ષણ જરૂરી છે, તેથી ચૂંટણી પંચે નિર્ણય લીધો છે કે એસઆઈઆર 2025માં કરવામાં આવશે.

india રાહુલ ગાંધી અમિત શાહ દેશ