Lok Sabha Elections 2024: નીતીશ કુમાર હવે જાતિ ગણતરીની માંગ નહીં કરે, જાગૃતિ અભિયાનથી પણ દૂર, શું છે કારણ

CM Nitish Kumar: બિહાર રાજકારણમાં પલટો આવ્યા બાદ સીએમ નીતિશ કુમાર જાતી વસ્તી ગણતરીનો મુદ્દો ભૂલી ગયા, ભાજપ સાથે ગઠબંધન બાદ જાૃતિ અભિયાનથી પણ દુર.

CM Nitish Kumar: બિહાર રાજકારણમાં પલટો આવ્યા બાદ સીએમ નીતિશ કુમાર જાતી વસ્તી ગણતરીનો મુદ્દો ભૂલી ગયા, ભાજપ સાથે ગઠબંધન બાદ જાૃતિ અભિયાનથી પણ દુર.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Loksabha Election 2024, Nitish Kumar, Bihar Politics

નીતિશ કુમાર જાતી વસ્તી ગણતરી મુદ્દો ભુલ્યા (ફાઈલ ફોટો)

લાલમની વર્મા | Lok Sabha Elections 2024: થોડા મહિના પહેલા, જ્યારે JDU ઈન્ડિયા ગઠબંધન નો ભાગ હતા, ત્યારે પાર્ટીના સુપ્રીમો અને બિહારના સીએમ નીતિશ કુમારનો કેન્દ્રીય મુદ્દો રાષ્ટ્રવ્યાપી જાતિ ગણતરી કરાવવાનો હતો, જે તેમણે બિહારમાં કરાવ્યો હતો. જ્યારે તેમની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD), કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે ગઠબંધનમાં હતી. ઓક્ટોબર 2023 માં બિહારના જાતિ સર્વેક્ષણના આંકડા જાહેર કર્યા પછી, નીતિશ કુમારે વારંવાર તેને તેમની સરકારની મોટી ઉપલબ્ધિ તરીકે રજૂ કરી હતી. પરંતુ ગયા મહિને બીજેપીની આગેવાની હેઠળના એનડીએમાં જોડાયા બાદ બિહારના સીએમે તેમની જાતિ ગણતરીની માંગને વધારવાનું બંધ કરી દીધું છે. જેનું કારણ રાજકીય વર્તુળોમાં જણાવવામાં આવી રહ્યું છે કે, આ માંગણી અંગે ભાજપની પ્રતિક્રિયા ઠંડી રહી છે.

Advertisment

પીએમ મોદીના સંસદીય ક્ષેત્રમાં યોજાનારી રેલીને પણ રદ કરવામાં આવી હતી

NDA માં જોડાતા પહેલા નીતિશે કહ્યું હતું કે, તેઓ દેશવ્યાપી જાતિ ગણતરી માટે દબાણ કરવા માટે ઝારખંડ, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા વિવિધ રાજ્યોમાં જાહેર સભાઓને સંબોધિત કરશે. નીતીશની આવી જ એક જનજાગૃતિ રેલી 24 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભા મતવિસ્તાર વારાણસીમાં પણ નિર્ધારિત કરવામાં આવી હતી, પરંતુ જેડીયુએ તે સમયે સ્થાનિક વહીવટીતંત્રે તેના માટે જગ્યા ન આપવાનો આરોપ લગાવીને કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો.

જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીએ અગાઉ પ્રસ્તાવ પસાર કર્યો હતો

29 ડિસેમ્બરના રોજ જેડીયુની નવી દિલ્હીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં, જ્યાં નીતિશે લલ્લન સિંહ પાસેથી પક્ષ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, પાર્ટીની સર્વોચ્ચ સંસ્થાએ એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે જેડીયુ બિહારની બહાર જાતિ આધારિત વસ્તીગણતરી કરવાનું અભિયાન ચલાવશે.

એવી જાહેરાત કરવામાં આવી હતી કે, જાન્યુઆરીથી નીતિશ ઝારખંડથી શરૂ કરીને જનજાગૃતિ વધારવા માટે વિવિધ રાજ્યોની મુલાકાત લેશે. તે વિવિધ રાજ્યોમાં અન્ય પ્રાદેશિક સંગઠનો દ્વારા આયોજિત સમાન કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીએ પણ વિપક્ષી દળોને સાથે લાવવા અને જાતિ ગણતરીની માંગને આગળ વધારવામાં નીતિશની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

Advertisment

આ પણ વાંચો - લોકસભા ચૂંટણી 2024 : એક મતની કિંમત શું છે? વાંચો ચૂંટણીમાં કેટલા પૈસા ખર્ચવામાં આવે છે

હવે પાર્ટીના એક નેતાએ કહ્યું, "રાષ્ટ્રવ્યાપી જાતિ ગણતરીની માંગ પર કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું નથી કારણ કે, NDA માં અમારો મુખ્ય ભાગીદાર ભાજપ તેનું આયોજન કરવા તૈયાર નથી." તેમણે એમ પણ કહ્યું, "ભાજપ પ્રાદેશિક સહયોગીઓને તેમના સંબંધિત રાજ્યોની બહારની બેઠકો પર ચૂંટણી લડવા દેવા તૈયાર નથી, તેથી અમે આ વખતે બિહારની બહાર ચૂંટણી લડવાની અપેક્ષા નથી રાખતા." તેમણે કહ્યું કે, જેડીયુ યુપી સહિત વિવિધ રાજ્યોમાં એનડીએના ભાગ તરીકે ચૂંટણી લડી ચૂકી છે.

bihar Express Exclusive ઇન્ડિયા ગઠબંધન ગુજરાતી ન્યૂઝ દેશ નીતિશ કુમાર ભાજપ લોકસભા ચૂંટણી 2024