ભાજપે 195 બેઠકો માટે ઉમેદવારોની કરી જાહેરાત, 28 મહિલા, 47 યુવાન…, જુઓ સંપૂર્ણ લિસ્ટ

લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે તેના 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જેમાં 28 મહિલાઓ, 47 યુવાનો, અનુસૂચિત જનજાતિમાંથી 27 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા

Written by Kiran Mehta
March 02, 2024 20:01 IST
ભાજપે 195 બેઠકો માટે ઉમેદવારોની કરી જાહેરાત, 28 મહિલા, 47 યુવાન…, જુઓ સંપૂર્ણ લિસ્ટ
લોકસભા ચૂંટણી 2024, ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી photo - ANI

લોકસભા ચૂંટણી 2024 : ભાજપે લોકસભા ચૂંટણી માટે પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ 195 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડવાના છે. પાર્ટીએ ઘણા રાજ્યો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

ભાજપે પ્રથમ યાદીમાં 28 મહિલાઓને તક આપી છે, 47 યુવાનોને રાખવામાં આવ્યા છે, અનુસૂચિત જનજાતિમાંથી 27 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને 18 આદિવાસી સમાજના આગેવાનોને પણ તક આપવામાં આવી છે. આ અંગે રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ કહ્યું, “… 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 195 બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. આ યાદીમાં 34 કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓના નામ પણ છે.

લોકસભા ચૂંટણી 2024 : ભાજપના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ

ભાજપે દિલ્હીથી પાંચ ઉમેદવારોની જાહેરાત કરી છે. યાદીમાં ચાંદની ચોકથી પ્રવીણ ખંડેલવાલ, ઉત્તર પૂર્વથી મનોજ તિવારી, નવી દિલ્હીથી બાસૂરી સ્વરાજ, પશ્ચિમ દિલ્હીથી કમલજીત સેહરાવત, દક્ષિણ દિલ્હીના રામવીર સિંહ બિધુરીને તક આપવામાં આવી છે.

ઉત્તર પ્રદેશની વાત કરીએ તો, અહીં ભાજપે માત્ર ચાર નવા ચહેરાઓ પર દાવ લગાવ્યો છે, બાકીના તમામ જૂના ચહેરા રિપીટ થયા છે. હેમા માલિનીને ફરી મથુરાથી તક આપવામાં આવી છે, રાજનાથ સિંહ લખનૌથી મેદાનમાં છે, મહેશ શર્માને ગૌતમ બુદ્ધ નગરથી તક આપવામાં આવી છે, સ્મૃતિ ઈરાની અમેઠીથી ફરી ચૂંટણી લડવા જઈ રહી છે. મોટી વાત એ છે કે, પાર્ટીએ ફરી એકવાર યુપીના ખેરીથી અજય કુમાર ટેનીને તક આપી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ