Congress Manifesto 2024 : લોકસભા ચૂંટણી 2024 કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો, જુઓ મહત્ત્વની જાહેરાતો

Congress Manifesto 2024 Lok Sabha Elections : લોકસભા ચૂ્ંટણી 2024 માટે કોંગ્રેેસે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. મલ્લિકાર્જુન ખડગેએ મેનિફેસ્ટોમાં 25 ગેરંટીની જાહેરાત કરી છે. કોંગ્રેસે ઘોષણાપત્રને ન્યાય પત્ર નામ આપ્યું છે, અને મહિલા, ખેડૂતો, બેરોજગારી સહિતના વાયદા કર્યા છે.

Congress Manifesto 2024 Lok Sabha Elections : લોકસભા ચૂ્ંટણી 2024 માટે કોંગ્રેેસે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. મલ્લિકાર્જુન ખડગેએ મેનિફેસ્ટોમાં 25 ગેરંટીની જાહેરાત કરી છે. કોંગ્રેસે ઘોષણાપત્રને ન્યાય પત્ર નામ આપ્યું છે, અને મહિલા, ખેડૂતો, બેરોજગારી સહિતના વાયદા કર્યા છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Loksabha Election 2024 Congress manifesto

Congress Manifesto 2024 - લોકસભા ચૂંટણી 2024 કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો, મેનિફેસ્ટો, ઘોષણા પત્ર - 25 ગેરંટીનો ઉલ્લેખ કર્યો (ફોટો - કોંગ્રેસ)

Congress Nyay Patra Manifesto| લોકસભા ચૂંટણી 2024 કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો (મેનિફેસ્ટો) : કોંગ્રેસ પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી 2024 સંબંધિત તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેમણે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. આ ઘોષણાપત્રમાં 25 પ્રકારની ગેરંટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાને 'ન્યાય પત્ર' ગણાવ્યો છે.

લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, 25 ગેરંટીનો કર્યો ઉલ્લેખ

કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણીને લઈને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસે ન્યાય પત્રના નામે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. કોંગ્રેસે કહ્યું કે બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા છે. આ વખતે જાહેરનામામાં 25 પ્રકારની ગેરંટીનો ઉલ્લેખ કર્યો છે.

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કરેલી મહત્ત્વની જાહેરાતો

સામાજિક ન્યાય

કોંગ્રેસ રાષ્ટ્રવ્યાપી જાતિ જનગણના કરાવશે, જેનાથી લોકોની આર્થિક અને સામાજિક સ્થિનો ખ્યાલ આવશે, અને સુધારાત્મક પગલા લેવામાં આવશે.

કોંગ્રેસ એસસી, એસટી ઓબિસી અને ગરીબ સામાન્ય વર્ગને મળતા આરક્ષણ પર 50 ટકા કેપ હટાવશે

આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામત કોઈપણ ભેદભાવ વિના તમામ જાતિઓ અને સમુદાયો માટે લાગુ કરવામાં આવશે.

SC, ST અને OBC માટે આરક્ષિત જગ્યાઓની તમામ બેકલોગ ખાલી જગ્યાઓ પર એક વર્ષની અંદર ભરતી.

ઘર બનાવવા, વ્યવસાય શરૂ કરવા અને મિલકત ખરીદવા માટે SC અને STને સંસ્થાકીય ધિરાણ આપવામાં આવશે.

જમીન ટોચમર્યાદા અધિનિયમ હેઠળ ગરીબોને સરકારી જમીન અને ફાજલ જમીનના વિતરણ પર દેખરેખ રાખવા માટે એક ઓથોરિટીની સ્થાપના કરવામાં આવશે.

SC અને ST સમુદાયોના ઠેકેદારોને વધુ જાહેર કામના કોન્ટ્રાક્ટ આપવા માટે જાહેર પ્રાપ્તિ નીતિનો વ્યાપ વિસ્તારવામાં આવશે.

ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ માટે OBC, SC અને ST વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની રકમ બમણી કરવામાં આવશે. એસસી અને એસટી વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા અને પીએચડી કરવા માટે મદદ કરવા માટે શિષ્યવૃત્તિની સંખ્યા બમણી કરવામાં આવશે.

ગરીબ, એસસી અને એસટી વિદ્યાર્થીઓ માટે રહેણાંક શાળાઓનું નેટવર્ક બનાવવામાં આવશે અને દરેક બ્લોક સુધી વિસ્તરણ કરવામાં આવશે.

અલ્પસંખ્યક

સંવિધાન અનુસાર, અલ્પસંખ્યકોને મળતા મૌલિક અધિકારોનો આદર કરશે, અને તેને બરકરાર રાખશે

અલ્પસંખ્યક વિદ્યાર્થીઓ, યુવા, શિક્ષા, રોજગાર, વ્યવસાય, ખેલ જેવા ક્ષેત્રોમાં વધતા અવસરનોલાભ ઉઠાવવા પ્રોત્સાહિત કરસે અને સહાય કરશે

કોંગ્રેસ વિદેશમા અભ્યાસ કરવા માટે મૌલાના આઝાદ શિષ્યવૃત્તિ ફરી લાગુ કરશે

કોંગ્રેસ સરકારી નોકરી, શિક્ષણ, સ્વાસ્થ્ય દરેક જગ્યાએ કોઈ ભેદભાવ વગર તેમને ઉચિત અવસર મળે તે માટે કામ કરશે

પ્રત્યેક નાગરીકની જેમ પોશાક, ખાન-પાન, ભાષા વ્યક્તિગત કાયદા સ્વતંત્રતા આપશે

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો લાઈવ

વરિષ્ઠ નાગરીકો અને વિકલાંગ વ્યક્તિઓ

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ, વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને વિકલાંગ વ્યક્તિઓ માટે પેન્શનમાં કેન્દ્ર સરકારનું યોગદાન દર મહિને રૂ. 200 થી રૂ. 500 સુધીની છે. કોંગ્રેસનું કહેવું છે કે આ રકમ વધારીને 1000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવશે

વરિષ્ઠ નાગરીકને સરળતાથી કાનૂની સેવા ઉપલબ્ધ થાય તે માટે કામ કરાશે

કોંગ્રેસ વરિષ્ઠ નાગરીકોને સાર્વજનિક પરિવહન (રેલવે, સડક માર્ગ) માં યાત્રા છૂટ પરી લાગુ કરશે

કોંગ્રેસ દિવ્યાંગ અધિકાર અધિનિયમ 2016 ને કડક રીતે લાગુ કરશે

સ્વાસ્થ્ય

કોંગ્રેસનું કહેવું છે કે સ્વાસ્થ્ય સંભાળ માટે 25 લાખ રૂપિયા સુધીના કેશલેસ વીમાનું રાજસ્થાન મોડલ અપનાવવામાં આવશે.

કોંગ્રેસ વચન આપે છે કે પક્ષ તેમની ફરજો નિભાવતી વખતે ડોકટરો અને અન્ય આરોગ્ય વ્યાવસાયિકો સામે હિંસાના કૃત્યોને ગુનાહિત બનાવવા માટે કાયદો પસાર કરશે.

દરેક નાગરીકને કોઈ પણ ભેદભાવ વગર આરોગ્ય સેવાના લાભ આપવામાં આવશે

ગામડાઓમાં કામ કરતા ડોક્ટરોનુ ભથ્થુ વધારવામાં આવશે

કોંગ્રેસ ગરેક જિલ્લામાં એક સરકારી મેડિકલ કોલેજ સહિત હોસ્પિટલ શરૂ કરસે

મેડિકલ ક્ષેત્રની તમામ સંસ્થાઓમાં પદો પર ત્રણ વર્ષમાં ભરતી કરવામાં આવશે

કોંગ્રેસ મધ્યાહન ભોજન યોજના ધોરણ 12 સુધી લાગુ કરશે

યુવાઓ માટે ન્યાય

પહેલી નોકરી પાક્કી ગેરંટી - કોંગ્રેસ એપ્રેન્ટિસ એક્ટ 1961 હટાવી અપ્રેન્ટિશિપ અધિકાર અધિનિયમ લાવશે. આ કાયદો 25 વર્ષથી ઓછી ઉંમરના તમામ ડિપ્લોમા ધારક, સ્નાતક માટે સરકારી તથા પ્રાઈવેટ કંપનીમાં એક વર્ષનો અપ્રેન્ટિશિપ કાર્યક્રમ લાગુ કરશે. એક લાખ પ્રતિ વર્ષનું વેતન પણ મળશે, જે સરકાર અને પ્રાઈવેટ કંપની સમાન ભાગીદારીથી વહન કરશે.

પરીક્ષાઓ અને પેપર લીક જેવા મામલા માટે ફાસ્ટ્રેક કોર્ટ બનાવશે, અને પીડિતોને યોગ્ય વળતર આપવામાં આવશે

કોંગ્રેસ 30 લાખ ખાલી જગ્યાઓ ભરશે

કોંગ્રેસ સ્ટાર્ટ અપ માટે 5000 કરોડ ફાળવશે, જે દરેક જિલ્લામાં સમાન રૂપે આપવામાં આવશે. 40 વર્ષથી ઓછી ઉંમરના લોકો ધંધો, વેપાર કરવા તેનો લાભ લઈ શકશે.

કોંગ્રેસ સરકારી નોકરી માટે કરવામાં આવતી અરજીની ફી સમાપ્ત કરશો.

કોંગ્રેસ મેનિફેસ્ટો 2024 - જુઓ તમામ મુદ્દા

શિક્ષા

કોંગ્રેસ આરટીઈ શિક્ષા નિયમમાં સંશોધન કરશે, જેથી વધુને વધુ લોકોને તેનો લાભ મળે

પ્રાઈવેટ સ્કૂલો દ્વારા લેવામાં આવતી ફી માં વધારે સમાનતા, સામર્થ્ય અને પારદર્શિતા માટે, કોંગ્રેસ રાજ્ય સરકારોને શુલ્ક વિનિયમ સમિતીઓની સ્થાપના કરવા પ્રોત્સાહિત કરશે

કોંગ્રેસ રાજ્ય સરકારો સાથે પરામર્શ કરી કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલયોની સંખ્યા વધારશે

કોંગ્રેસ ડિઝિટલ શિક્ષણને પ્રોત્સાહન માટે સુનિશ્ચિત કરશે કે ધોરણ 9 થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ હોય

રમત-ગમત

કોંગ્રેસ 21 વર્ષથી ઓછી ઉંમરના પ્રતિભાશાળી અને ઉભરતા ખેલાડીને 10 હજાર પ્રતિ માસ ખેલ શિષ્યવૃત્તિ માટે યોજના લાવશે

રાષ્ટ્રીય ખેલ વિજ્ઞાન સંસ્થાની સ્થાપના કરીશુ

કોંગ્રેસ સ્પોર્ટિંગ હીરો જોબ ગેરંટી શરૂ કરશે. જેથી તે ખેલાડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના કરિયરની સમાપ્તી બાદ તેને સન્માનિત નોકરી આપવામાં આવશે.

મહિલાઓ માટે ન્યાય

મહિલાઓ માટે મહાલક્ષ્મી યોજના લાવીશુ, જેમાં ગરીબ પરિવારની ઓળખ કરી, મહિલાઓને એક લાખ પ્રતિ વર્ષ આપવામાં આવશે.

કોંગ્રેસ 2025 થી જ મહિલાઓ માટે કેન્દ્ર સરકારની નોકરીઓમાં 50 ટકા અનામત આપશે

કોંગ્રેસ ઉચ્ચ પદો પર પણ વધુમાં વધુ મહિલાઓની નિયુક્તી કરશે

કોંગ્રેસ મહિલાઓ માટે વેતનમાં ભેદભાવ રોકવા સમાન કામ, સમાન વેતન સિદ્ધાંત લાગુ કરશે

ખેડૂત ન્યાય

કોંગ્રેસ સ્વામીનાથન આયોગ ભલામણ અનુસાર જાહેર ન્યિુનત્તમ સમર્થન મુલ્યને કાનૂની ગેરંટી આપશે

પાક વીમો ખેતર અને ખેડૂત અનુરૂપ બનાવવામાં આવશે, અને વીમાની પતાવટ 30 દિવસમાં કરવામાં આવશે

ખેડૂતો માટે મોટા ગામ અને શહેરોમાં ખુદરા બજાર સ્થાપિત કરશે, જેથી તે સરળતાથી માલ વેચી શકે

મછલી પાલન - માછીમાર

કોંગ્રેસ માછીમારો માટે ડિઝલ સબસિડી ફરી લાગુ કરશે

સમુદ્રમાં લાપતા થતા માછીમારને શોધવા કાર્યવાહી કરાશે, અને જો તેને મૃત માની લેવામાં આવે તો 3 મહિનામાં મૃત્યુ પ્રમાણપત્ર આપવામાં આવશે

વીમા કંપનીઓને માછીમારી બોટ માટે વીમાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવાનું કહેશે

માછીમાર સમુદાય માટે સહકારી બેન્કો બનાવાશે

શ્રમિક ન્યાય

મનરેગા હેઠળ મજૂરી વધારી 400 રૂપિયા કરવામાં આવશે

તમામ રાજ્યોમાં મજૂરોને રાશન મળે તે માટે કામ કરાશે

આ પણ વાંચો - લોકસભા ચૂંટણી 2024: નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના વચનમાં કેટલો દમ?

સંવિધાનિક ન્યાય

કોંગ્રેસ ભય મુક્તીનો વાયદો કરે છે

મીડિયાની સ્વતંત્રતા સહિત ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો વાયદો કરે છે.

કોંગ્રેસ ઈન્ટરનેટની મનમાની અને અંધાધૂંધ નિલંબનને સમાપ્ત કરશે

આ સિવાય કોંગ્રેસે મીડિયાની સ્વતંત્રતા, ન્યાયપાલિકા, ભ્રષ્ટાચાર વિરોધી, કલા, સંસ્કૃતિ વિરાસત, આર્થિક ન્યાય, બેરોજગારી, નોકરીઓની માંગ પુરી કરવી, ટેક્સમાં સુધાર, ગ્રામિણ અને શહેરી વિકાસ, રક્ષા ન્યાય, આંતરિક્ષ સુરક્ષા, વિદેશ નીતિ, પર્યાવરણ ન્યાય, જલ પ્રબંધન, સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં પણ કલ્યાણકારી યોજનાઓના અનેક વાયદા કરવામાં આવ્યા છે.

Advertisment
લોકસભા ચૂંટણી 2024 ગુજરાતી ન્યૂઝ દેશ congress