જાતિ ન પૂછો ખાવા માટે… 2024 માં કેમ થઈ રહ્યું મટન, મચ્છી અને મોગલનુ રાજકારણ?

Loksabha Election 2024 | લોકસભા ચૂંટણી 2024 : મતદાનના પ્રથમ તબક્કા પહેલા માછલી, મટન અને મોઘલનું રાજકારણ જોવા મળ્યું, રાહુલ ગાંધીનો શ્રાવણમાં વીડિયો, તેજસ્વી યાદવનો નવરાત્રીમાં કથિત વીડિયો, ભાજપનો આક્ષેપ સાથે મુદ્દાને વળાંક બાદ રાજકારણ ગરમાયુ.

Loksabha Election 2024 | લોકસભા ચૂંટણી 2024 : મતદાનના પ્રથમ તબક્કા પહેલા માછલી, મટન અને મોઘલનું રાજકારણ જોવા મળ્યું, રાહુલ ગાંધીનો શ્રાવણમાં વીડિયો, તેજસ્વી યાદવનો નવરાત્રીમાં કથિત વીડિયો, ભાજપનો આક્ષેપ સાથે મુદ્દાને વળાંક બાદ રાજકારણ ગરમાયુ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Politics on Fish Mutton and Moghals

માછલી, મટન પર રાજકારણ ગરમાયું (ફોટો - એક્સપ્રેસ)

સુધાંશુ મહેશ્વરી | Loksabha Election 2024 : દેશની રાજનીતિની જેમ અહીં પણ દરેક મુદ્દામાં જાતિ અને ધર્મની બોલ બાલા થઈ રહી છે. વિકાસની વાતો પણ થાય છે, પણ ત્યાં પણ જ્ઞાતિઓનો સહારો દેખાય છે. હવે 2024 ની લડાઈમાં મટન, મચ્છી અને મુગલનો ઉલ્લેખ થયો છે. મટન વિવાદ રાહુલ ગાંધી સાથે જોડાયેલો છે, મચ્છી વિવાદ તેજસ્વી સાથે જોડાયેલો છે અને મુગલ હુમલાનો શ્રેય પીએમ મોદીને જાય છે. હવે એ સમજવું જરૂરી છે કે, ચૂંટણીની મોસમમાં લોકોનું ભોજન અચાનક આટલો મોટો મુદ્દો કેવી રીતે બની ગયો.

Advertisment

હાલમાં જ પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે વીડિયોમાં તેજસ્વી યાદવ મચ્છી ખાઈ રહ્યા હતા, તેમની સાથે VIP નેતા મુકેશ સાહની પણ બેઠા હતા. બંનેએ હેલિકોપ્ટરમાં બેસીને માછલીનો સ્વાદ ચાખ્યો અને તેનો વીડિયો પણ બનાવ્યો. હવે તે વીડિયો 8મી એપ્રિલે બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે બીજા દિવસે 9મી એપ્રિલે પોસ્ટ કરવામાં આવ્યો હતો.

હવે એ વાતને લઈને વિવાદ ઉભો થયો છે કે, નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થઈ છે, તો તેજસ્વીએ તે જ દિવસે નોનવેજ ખાવાનો વીડિયો કેમ શેર કર્યો. આને મુદ્દો બનાવીને ભાજપે આરજેડી અને સમગ્ર ઈન્ડિયા ગઠબંધનને સનાતન વિરોધી ગણાવવાનો પ્રયાસ કર્યો.

બાદમાં જ્યારે વિવાદ વધ્યો ત્યારે તેજસ્વીએ આગળ આવીને કહ્યું કે, હું ભાજપના લોકોનો આઈક્યુ ટેસ્ટ લઈ રહ્યો છું, આ વીડિયો બિલકુલ નવરાત્રીનો નથી, એક દિવસ જૂનો છે. હવે બીજા વિડિયો વિશે વાત કરીએ જે થોડા મહિના જૂના છે. તે વીડિયોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ પાસેથી ચંપારણ મટન બનાવવાનું શીખી રહ્યાં છે. કોંગ્રેસે તે મટન બનાવવાનો વીડિયો પણ શેર કર્યો હતો.

Advertisment

આશ્ચર્યની વાત એ છે કે તે સમયે સાવનનો મહિનો ચાલી રહ્યો હતો. મતલબ કે આ વખતનો વીડિયો નવરાત્રિનો હતો, તે સમયનો વીડિયો શ્રાવણ સમયે હતો. હવે આ વીડિયોના આધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અખંડ ઈન્ડિયા ગઠબંધન પર નિશાન સાધી રહ્યા છે.

પીએમ મોદીએ જમ્મુના ઉધમપુરથી રેલીને સંબોધિત કરતા કહ્યું કે, આ લોકોને લાગણીઓ સાથે રમવાની મજા આવે છે. કોર્ટ દ્વારા સજા પામેલા અને જામીન પર બહાર આવેલા આરોપીના ઘરે શ્રાવણ માસમાં મટન બનાવવાનો આનંદ માણવામં આવી રહ્યો છે. વીડિયો બનાવીને આખા દેશને ચીડવવાનું કામ થઈ રહ્યું છે. હું સ્પષ્ટ કરી દઉં કે કાયદો કોઈને ખાવાથી રોકતો નથી, મોદી પણ રોકી શકતા નથી, જેને નોન-વેજ ખાવું હોય તે ખાઈ શકે છે.

હવે આગળ પોતાના નિવેદનમાં પીએમ મોદીએ મુઘલોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મુઘલોને માત્ર રાજાઓને હરાવવાનો આનંદ નહોતો આવતો, જ્યાં સુધી તેઓ મંદિર તોડતા નહી ત્યાં સુધી તેમની ઈચ્છાઓ પૂરી થતી નહી. હવે શ્રાવણ મહિનામાં આવો વિડિયો બનાવીને મુઘલોની માનસિકતા તો નથી દર્શાવાઈ રહીને?

હવે આપણે આ નિવેદન પાછળની રાજનીતિ સમજીશું, પરંતુ એક પ્રશ્નનો જવાબ જાણવો જરૂરી છે - શું દેશમાં કોઈને કંઈપણ ખાવાથી રોકી શકાય છે? આનો સીધો જવાબ ના છે. બંધારણની 21મી કલમ લોકોને માત્ર જીવન જીવવાનો અધિકાર જ નથી આપતી પરંતુ તેની સાથે ખાવા-પીવાની સ્વતંત્રતા પણ છે.

આ પણ વાંચો - લોકસભા ચૂંટણી ! મોદી સરકારમાં બમણી આવકની ખબર નથી, કિસાન નિધિથી અન્નદાતાના સારા દિવસો આવ્યા?

એટલે કે જો તેજસ્વી યાદવે નવરાત્રિ દરમિયાન માછલી ખાધી હોય તો પણ તમે તેને આમ કરવાથી રોકી શકાતા નથી, જો સાવન મહિનામાં મટન ખાધું હોય તો તમે તેને ખોટું ન કહી શકો. બીજી સમજવા જેવી વાત એ છે કે, કોઈના ખોરાકને કોઈ ચોક્કસ ધર્મ સાથે જોડવો એ કેટલી હદે વ્યાજબી છે? જો આપણે માત્ર તથ્યોની વાત કરીએ તો, દેશમાં નોન વેજ ખાનારા લોકોની સંખ્યા વેજ કરતા વધારે છે.

લોકસભા ચૂંટણી 2024 ગુજરાતી ન્યૂઝ politics દેશ