પ્રશાંત કિશોર બાદ અમેરિકન રાજકીય વિશ્લેષકે પણ કોંગ્રેસ માટે કર્યો ચિંતાજનક દાવો, જુઓ શું કરી ભવિષ્યવાણી

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 નું પરિણામ 4 જૂને આવશે, પરંતુ તે પહેલા રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોર બાદ અમેરિકાના રાજકીય વિશ્લેષક ઈયાન બ્રેમરે પણ ભાજપ ને કેટલી બેઠકો મળશે તે મામલે આગાહી કરતા કોંગ્રેસની ચિંતામાં વધારો થઈ શકે છે.

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 નું પરિણામ 4 જૂને આવશે, પરંતુ તે પહેલા રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોર બાદ અમેરિકાના રાજકીય વિશ્લેષક ઈયાન બ્રેમરે પણ ભાજપ ને કેટલી બેઠકો મળશે તે મામલે આગાહી કરતા કોંગ્રેસની ચિંતામાં વધારો થઈ શકે છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Lok Sabha Election 2024 Forecast

લોકસભા ચૂટંણી 2024ના પરિણામને લઈ રાજકીય વિશ્લેષકનો દાવો (ફાઈલ ફોટો - પીએમ નરેન્દ્ર મોદી)

Lok Sabha Election 2024| લોકસભા ચીંટણી 2024 : ચૂંટણી પ્રબંધક તરીકે પ્રખ્યાત પ્રશાંત કિશોરે એક ઈન્ટરવ્યુ દરમિયાન કરેલી ભવિષ્યવાણીની ખૂબ ચર્ચા થઈ રહી છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, 4 જૂને ભાજપ 2019 કરતા વધુ સારું પ્રદર્શન કરશે અને 303 થી વધુ સીટો મેળવશે. આ પાછળનું કારણ આપતાં તેમણે કહ્યું કે, પીએમ મોદી વિરુદ્ધ સત્તા વિરોધી લહેર નથી.

Advertisment

પ્રશાંત કિશોરના આ નિવેદનની ચર્ચા વચ્ચે હવે અમેરિકાના એક અગ્રણી રાજકીય વિશ્લેષક ઈયાન બ્રેમરે પણ આગાહી કરી છે કે, આ વખતે ચૂંટણીમાં સત્તાધારી પક્ષ (ભાજપ)ને સૌથી વધુ બેઠકો મળશે.

શું છે ચર્ચાઓ?

પ્રશાંત કિશોરે એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે, પીએમ મોદીની ભાજપ સત્તામાં રહેશે. કાં તો તેમની સંખ્યા છેલ્લી વખતની જેમ જ રહેશે અથવા તેના કરતા થોડી વધુ સારી હશે. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી સામે લોકોમાં નારાજગી દેખાઈ રહી નથી.

ઇયાન બ્રેમનરે શું કહ્યું?

હાલ ચાલી રહેલી લોકસભાની ચૂંટણી અંગે તેમની આગાહીઓ વિશે પૂછવામાં આવતા રાજકીય વિશ્લેષક ઈયાન બ્રેમનર એનડીટીવી પ્રોફિટને પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું કે, ભાજપ 295 થી 315 બેઠકો જીતી શકે છે. ભાજપ 2014 માં 282 બેઠકો સાથે સત્તામાં આવી હતી, તેમના ગઠબંધનને કુલ 336 બેઠકો મળી હતી.

Advertisment

આ પણ વાંચો - ચક્રવાત રેમાલ અપડેટ : દરિયામાં વાવાઝોડા નો ખતરો, બંગાળમાં લેન્ડફોલનો ભય, ગુજરાત પર કોઈ અસર થશે?

2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 303 બેઠકો જીતી હતી અને NDAએ 350 નો આંકડો પાર કર્યો હતો. ભાજપના નેતાઓ સતત 400 સીટો પાર કરવાની વાત કરી રહ્યા છે. તો ઇયાન બ્રેમરે કહ્યું કે, "મોદી લગભગ નિશ્ચિતપણે ત્રીજી ટર્મ માટે ખૂબ જ મજબૂત પ્રદર્શન અને સતત સુધારા સાથે જીતવા જઈ રહ્યા છે." ઇયાન બ્રેમરે કહ્યું કે, ભારત આવતા વર્ષ સુધીમાં વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક વ્યવસ્થા બની શકે છે અને આ એક મોટી વાત હશે.

ચૂંટણી પરિણામ 2024 ઇન્ડિયા ગઠબંધન લોકસભા ચૂંટણી 2024 ગુજરાતી ન્યૂઝ દેશ congress ભાજપ