Loksabha Election 2024 : મતદાન માટે તમારો મત કેવી રીતે ચેક કરવો? ચૂંટણી પંચે સમજાવી સરળ રીત

લોકસભા ચૂંટણી 2024: ચૂંટણી પંચે અગાઉની તૈયારીઓ કરતાં વધુ સારી તૈયારી કરી છે અને મતદારોને વધુ સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું છે કે મતદારો ચૂંટણી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી સરળતાથી ઓનલાઈન મેળવી શકે છે.

Written by Kiran Mehta
March 16, 2024 23:09 IST
Loksabha Election 2024 : મતદાન માટે તમારો મત કેવી રીતે ચેક કરવો? ચૂંટણી પંચે સમજાવી સરળ રીત
ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી વ્યવસ્થા અંગે આપી જાણકારી

Loksabha Election 2024 Schedule and Date : લોકસભા ચૂંટણી 2024 તારીખ, શેડ્યુલ : આજે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024 સંબંધિત મતદાન અને પરિણામોની તારીખો જાહેર કરી છે. સાત તબક્કામાં ચૂંટણી થશે. જેને લઈને આજે મુખ્ય ચૂંટણી કમિશનરે તેમના સાથીદારો સાથે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી અંગે તમામ વિગતો જાહેર કરી હતી. દેશની 543 બેઠકો પર 7 તબક્કામાં મતદાન થશે. આ સાથે દેશમાં ચાર વિધાનસભા ચૂંટણીઓ પણ યોજાશે અને 26 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે.

દર વખતની જેમ આ વખતે પણ ચૂંટણી પંચે અગાઉની તૈયારીઓ કરતાં વધુ સારી તૈયારી કરી છે અને મતદારોને વધુ સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું છે કે, મતદારો ચૂંટણી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી સરળતાથી ઓનલાઈન મેળવી શકે છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું છે કે, તેમની ટીમે ચૂંટણીને વધુ સારી રીતે સંચાલિત કરવા માટે ઘણી તૈયારીઓ કરી છે, અને દરેક બૂથ માટે મહિલાઓ, વિકલાંગ લોકો અને વૃદ્ધો માટે વિશેષ વ્યવસ્થાનો પણ ઉલ્લેખ કર્યો છે.

તમે મતદાન યાદી ચકાસી શકો છો

ચૂંટણી કમિશનર રાજીવ કુમારે વોટર હેલ્પલાઈન એપ વિશે જણાવ્યું કે, જેના દ્વારા મતદારો ઘણા ફોર્મ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. તેના દ્વારા મતદાર યાદીમાં પોતાનું નામ ચેક કરી શકાશે. આ સાથે, મતદારો આ એપ દ્વારા તેમના BLO/ERO સાથે પણ જોડાઈ શકે છે. તમે અહીંથી તમારું e-EPIC ફોર્મ પણ ડાઉનલોડ કરી શકો છો.

ઉમેદવારો વિશે માહિતી મેળવી શકે છે

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે KYC એટલે કે તમારા ઉમેદવારને જાણોનો વિકલ્પ પણ આપ્યો છે. આ સેવા દ્વારા મતદારો તેમના ઉમેદવારો વિશે જાણી શકશે. તમે જાણી શકો છો કે, તેમની જૂની પૃષ્ઠભૂમિ શું છે? જો કોઈ ઉમેદવાર ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતો હોય તો તેની માહિતીનો પણ આ પ્લેટફોર્મ પર ઉલ્લેખ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે જો કોઈ ઉમેદવાર ગુનેગાર છે તો તેના માટે અને તેના રાજકીય પક્ષ માટે તેની સાથે જોડાયેલી માહિતીને સાર્વજનિક કરવી અને તેનો ખુલાસો આપવો જરૂરી રહેશે.

85 વર્ષથી વધુ ઉંમરના અને વિકલાંગ માટે ઘરે જ મતદાન વ્યવસ્થા

મુખ્ય ચૂંટણી કમિશનરે એમ પણ કહ્યું છે કે, 85 વર્ષથી વધુ ઉંમરના તમામ મતદારો માટે તેમના ઘરે જઈને મતદાન કરાવવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વૃદ્ધો અને દિવ્યાંગો માટે આ પ્રકારની વ્યવસ્થા પ્રથમ વખત લાગુ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો – Loksabha Elections 2024: ભારતમાં મતદારો અમેરિકાની વસ્તી કરતાં પણ ત્રણ ગણા, જાણો કયા વર્ગમાં કેટલા મતદારો

મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, ચૂંટણી પંચ એવા તમામ લોકોને ફોર્મ મોકલશે, જેઓ 40 ટકાથી વધુ વિકલાંગ છે અથવા જેમની ઉંમર 85 વર્ષથી વધુ છે, જો તેઓ મતદાનનો વિકલ્પ પસંદ કરે છે તો, તેમના માટે ઘરેથી મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ