રાયબરેલીમાં સોનિયા ગાંધીએ કહ્યું – હું તમને મારો પુત્ર સોંપી રહી છું, રાહુલ તમને નિરાશ નહીં કરે

Lok Sabha Elections 2024 : રાયબરેલીમાં એક રેલીને સંબોધતા સોનિયા ગાંધીએ ખૂબ જ ભાવુક ભાષણ આપ્યું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલા તેમની માતા સોનિયા ગાંધી અહીંથી ચૂંટણી જીતતા આવ્યા છે

Written by Ashish Goyal
May 17, 2024 23:04 IST
રાયબરેલીમાં સોનિયા ગાંધીએ કહ્યું – હું તમને મારો પુત્ર સોંપી રહી છું, રાહુલ તમને નિરાશ નહીં કરે
રાયબરેલીમાં જનસભા દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પોતાની માતા સોનિયા ગાંધીની બાજુમાં ઉભા રહ્યા હતા (Photo: Screengrab/ @RahulGandhi)

Lok Sabha Elections 2024 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલા તેમની માતા સોનિયા ગાંધી અહીંથી ચૂંટણી જીતતા આવ્યા છે. સોનિયા ગાંધી રાયબરેલીમાં રાહુલ ગાંધી માટે જનસભા કરવા પહોંચ્યા હતા. જનસભા દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પોતાની માતા સોનિયા ગાંધીની બાજુમાં ઉભા રહ્યા હતા. આ દરમિયાન સોનિયા ગાંધીએ ખૂબ જ ભાવુક ભાષણ આપ્યું અને રાહુલ માટે મત માગ્યા હતા.

આપણો સંબંધ ગંગા મા ની જેમ પવિત્ર છે: સોનિયા ગાંધી

સોનિયા ગાંધીએ કહ્યું કે તમે મને 30 વર્ષ સુધી સાંસદ તરીકે સેવા આપવાની તક આપી. આ મારા જીવનની સૌથી મોટી સંપત્તિ છે. રાયબરેલી મારો પરિવાર છે, અમેઠી પણ મારું ઘર છે. મારો પરિવાર છેલ્લા 100 વર્ષથી અહીંની માટી સાથે જોડાયેલા છે. આપણો સંબંધ ગંગા મા જેટલો જ પવિત્ર છે.

ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે તેમના મનમાં રાયબરેલી માટે એક ખાસ સ્થાન હતું. મેં તેમને તમારા માટે કામ કરતા ખૂબ નજીકથી જોયા છે. મેં રાહુલ અને પ્રિયંકાને એ જ શિક્ષા આપી છે જે રાયબરેલીએ ઇન્દિરાજીને આપી હતી.

આ પણ વાંચો – બિભવ કુમારના સમર્થનમાં આવી AAP, આતિશીએ કહ્યું – સ્વાતિ માલીવાલ બીજેપીનું મોહરું

નબળા લોકો માટે લડો: સોનિયા ગાંધી

સોનિયા ગાંધીએ કહ્યું કે મેં રાહુલને હંમેશા કહ્યું છે કે તમે બધાનું સન્માન કરો, નબળા લોકોનું રક્ષણ કરો અને નબળા લોકોના જેની સાથે પણ લડવું પડે તેની સાથે લડો, પરંતુ ડરશો નહીં. મારું આંચલ તમારા પ્રેમ અને આશીર્વાદથી જીવનભર ભર્યું રહ્યું છે. રહી છે. તમારા પ્રેમે મને કદી એકલો રહેવા દીધો નથી. મારું બધુ જ તમારું આપેલું છે.

આ રેલીમાં સોનિયા ગાંધી ભાવુક થઇ ગયા હતા. તેમણે કહ્યું કે રાયબરેલીના લોકો હું તમને મારા પુત્ર સોંપી રહી છું. જેવી રીતે તમે મને પોતાની માની તેવી જ રીતે તમે રાહુલને પણ તમારો માનીને રાખજો. રાહુલ તમને ક્યારેય નિરાશ નહીં કરે.

રાહુલ ગાંધી બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે

2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમનો પરાજય થયો હતો. જોકે વાયનાડથી પણ ચૂંટણી લડ્યા હતા, જ્યાંથી તેઓ જીત્યા હતા. આ વખતે પણ રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. વાયનાડમાં મતદાન થઇ ગયું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ