/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/bjp-congress.jpg)
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024માં પૈસા પાણીની જેમ વાપરવામાં આવી રહ્યા છે (Express File Photo)
Loksabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના પ્રચાર પડઘમ આજે (5 મે) સાંજે 5 વાગ્યા પછી બંધ થઇ ગયા છે. ત્રીજા તબક્કા માટે 7 મે ના રોજ મતદાન થશે. 7 મે ના રોજ 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 94 બેઠકો પર મતદાન થશે. જેમાં આસામ ગુજરાત (26), કર્ણાટક (14), આસમ (4), બિહાર (5), છત્તીસગઢ (7), ગોવા (2), મધ્યપ્રદેશ (8), મહારાષ્ટ્ર (11), ઉત્તર પ્રદેશ (10), બંગાળ (4) અને દાદરા-નગર હવેલી અને દમણ અને દીવની 2-2 સીટો પર વોટિંગ થશે.
અમિત શાહ-પુરુષોત્તમ રૂપાલા મેદાનમાં
ગુજરાતની 26 સીટો પર એક જ તબક્કામાં 7 નવેમ્બરે મતદાન થવાનું છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની લોકસભા બેઠક ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક પર હાઇપ્રોફાઇલ બની ગઇ છે. ક્ષત્રિયો પુરષોત્તમ રુપાલાનો વિરોધ કરી રહ્યા છે. જેના કારણે આ બેઠક બધાના નજર પર આવી છે. કોંગ્રેસ પણ પૂર્વ પ્રમુખ અને પાટીદાર નેતા પરેશ ધાનાણીને તેમની સામે ઉતાર્યા છે.
જ્યોતિરાદિત્ય સિંધિયા પર નજર
ત્રીજા તબક્કામાં 10 જેટલી બેઠકો એવી છે જ્યાં હાઈપ્રોફાઈલ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 7 મેના રોજ મધ્ય પ્રદેશના ગુનામાં પણ વોટિંગ થશે, જ્યાં ભાજપની ટિકિટ પર જ્યોતિરાદિત્ય સિંધિયા મેદાનમાં છે. 2019ની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે હારી ગયા હતા. 7 મેના રોજ આગ્રામાં પણ વોટિંગ થશે, જ્યાંથી મોદી સરકારના મંત્રી એસપી સિંહ બઘેલ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.
પ્રહલાદ જોશી, ડિમ્પલ યાદવ અને અધિર રંજનની પ્રતિષ્ઠા દાવ પર
મોદી સરકારમાં મંત્રી પ્રહલાદ જોશી ધારવાડથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં 7 મેના રોજ મતદાન થશે. 7 મેના રોજ મૈનપુરીમાં પણ મતદાન થશે, જ્યાંથી સપા પ્રમુખ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ મેદાનમાં છે. અધીર રંજન ચૌધરી બંગાળની બહારમપુર લોકસભા સીટથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. અધીર રંજન ચૌધરી બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ પણ છે. ત્યાં પણ 7 મેના રોજ મતદાન થશે. પલ્લવી ડેમ્પો દક્ષિણ ગોવા લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તે ત્રીજા તબક્કાના સૌથી ધનિક ઉમેદવાર છે.
આ પણ વાંચો - માત્ર મોદીનો ચહેરો પુરતો નથી, ગુજરાતના રાજકારણને પ્રભાવિત કરનાર જ્ઞાતિઓ પર એક નજર
શિવરાજ, દિગ્વિજય અને સુપ્રિયા સુલેની સીટ ઉપર પણ મતદાન
આસામમાં ધૂબરી બેઠક પરથી ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના પ્રમુખ બદરૂદ્દીન અજમલ મેદાનમાં છે. તેઓ 2009થી આ બેઠક જીતી રહ્યા છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વિદિશા લોકસભા સીટથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ આ સીટથી પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ રાજગઢ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે મહારાષ્ટ્રની બારામતી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અહીં પવાર વિરુદ્ધ પવારની લડાઈ છે, કારણ કે તેમની સામે અજિત પવારના પત્ની મેદાનમાં છે.
જાણો શું છે ત્રણ મોટા મુદ્દા
પાકિસ્તાન
પાકિસ્તાનના પૂર્વ સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરી હુસૈને સોશિયલ મીડિયા હેન્ડલ X પર રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. તેમણે રાહુલની સરખામણી પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે કરી હતી. ભાજપે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધી માટે પાકિસ્તાનથી દુઓઓ થઇ રહી છે. એટલે કે પાકિસ્તાન પણ ભારતમાં નબળી કોંગ્રેસની સરકાર ઇચ્છે છે. ત્રીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર દરમિયાન આ મુદ્દો ઘણો ઉછળ્યો હતો.
અનામત પર અમિત શાહનું નિવેદન
અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમો માટે અનામત હટાવવાની વાત કરી હતી. આ વીડિયોને એડિટ કરીને એવો બનાવવામાં આવ્યો હતો જેથી લાગે છે કે અમિત શાહ એસસી-એસટી અને ઓબીસીના આરક્ષણને ખતમ કરવાની વાત કરી રહ્યા છે. જોકે આ મામલે પોલીસ સક્રિય થઇ હતી અને કહ્યું હતું કે આ એક ડીપફેક વીડિયો છે. આ મામલે દિલ્હી પોલીસે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પણ સમન્સ પાઠવ્યું છે.
રાહુલ પર અમેઠીથી ભાગવાનો આરોપ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વાયનાડ સિવાય રાયબરેલી બેઠક પરથી પણ ઉમેદવારી નોંધાવી છે. એટલે કે તેઓ રાયબરેલીથી ચૂંટણી લડશે. આ પહેલા રાહુલ અમેઠીથી સાંસદ હતા. તેઓ 2019માં ચૂંટણી હારી ગયા હતા. હવે રાયબરેલી જવા પર ભાજપનો આરોપ છે કે તેઓ હાર્યા પછી અમેઠી છોડીને રાયબરેલી ભાગી રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us