PM Modi in Ayodhya : લોકસભા ચૂંટણી 2024 માટે પ્રચાર કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ઈટાવા બાદ અયોધ્યા પહોંચ્યા હતા. અહીં તેમણે રામ જન્મભૂમિ મંદિર (અયોધ્યા રામ મંદિર)માં રામલલાના દર્શન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા. પછી ભવ્ય રોડ શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.
પીએમ મોદીના રોડ શોને લઈને અયોધ્યામાં ભારે ભીડ જોવા મળી રહીછે. તમને જણાવી દઈએ કે 22 જાન્યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદી પ્રથમ વખત અયોધ્યા પહોંચ્યા છે, જેના કારણે અહીં લોકોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના રોડ શો માટે ખાસ રથને ફૂલોથી સજાવવામાં
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન મંદિરમાં સામાન્ય ભક્તો પણ હાજર રહ્યા હતા. આ પછી પીએમ મોદીએ બે કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે. અયોધ્યા દ્વારા પીએમ મોદી અવધની 9 લોકસભા સીટો પર મતદાતાઓને સાધી રહ્યા છે.