/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/lpg-cylinder-And-Petrol-Price.jpg)
LPG Price And Petrol Diesel Excise Duty Hike: સરકારે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત અને પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યૂટી વધારી છે. (Express Photo/ Freepik)
LPG Price And Petrol Diesel Excise Duty Hike: એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધી છે. તેની પહેલા સરકારે પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. જેમા એક્સાઇઝ ડ્યૂટીથી પેટ્રોલ ડીઝલની છુટક કિંમત વધશે નહીં જો કે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધતા રસોડાનું બજેટ વધવાનું છે. સરકારના આ બંને નિર્ણયથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ફાયદો થવાનો છે.
આ ભાવ વધારાનો હેતુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી)ને નાણાકીય વર્ષ 2025માં રૂ.41,338 કરોડનું નુકસાન વસૂલ કરવામાં મદદ કરવાનો છે.
સૂત્રોને ટાંકીને આવેલા સીએનબીસી ટીવી 18ના એક અહેવાલ અનુસાર, રાજ્ય સંચાલિત ઓએમસી - હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (આઇઓસી) નાણાકીય વર્ષ 2026 માં આશરે 9000 કરોડ રૂપિયા એકત્ર કરે તેવી અપેક્ષા છે.
સીએનબીસી ટીવી18એ વરિષ્ઠ સરકારી અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, ઓઇલ મંત્રાલય નાણાકીય વર્ષ 2015 માં સબસિડીવાળા એલપીજી વેચાણ પર ઓઇલ માર્કેટિંગ કંપનીઓને થયેલા 41,338 કરોડ રૂપિયાના નુકસાનની ભરપાઇ કરવા માટે 32,000 કરોડ રૂપિયાના વળતર પેકેજ માટે કેબિનેટની મંજૂરી લેવાની યોજના બનાવી રહ્યું છે.
પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 2 રૂપિયાના વધારાથી 32,000 કરોડ રૂપિયા મળવાની સંભાવના છે. જો કે, ઓઇલ મિનિસ્ટર હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે, એક્સાઇઝ ડ્યુટીમાં વધારાનો ભાર ગ્રાહકો પર નાખવામાં આવશે નહીં કારણ કે ઓઇલ કંપનીઓ વધુ સારા માર્જિન દ્વારા એક્સાઇઝ ડ્યૂટીનો બોજ સહન કરશે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, "ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે, અને હાલની ઇન્વેન્ટરી સરેરાશ, લગભગ 75 ડોલર પ્રતિ બેરલ છે." ક્રૂડ ઓઇલ 60થી 65 ડોલર પ્રતિ બેરલની વચ્ચે સ્થિર રહેવાની ધારણા સાથે, સરકારી ઓઇલ કંપનીઓનું માર્જિન ઘણું સારું રહેશે.
1 એપ્રિલ, 2025 ના રોજ પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 19.9 રૂપિયા અને ડીઝલ પર 15.8 રૂપિયા પ્રતિ લિટર હતી. જે તાજેતનરા વધારા બાદ અનુક્રમે 21.9 રૂપિયા અને 17.8 રૂપિયા પ્રતિ લિટર થઇ છે.
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 7 એપ્રિ, 2025ના રોજ પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટી અને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. કેન્દ્રનો આ આદેશ 8 એપ્રિલ 2025થી લાગુ થઈ ગયો છે. પહેલેથી જ મોંઘવારીનો સામનો કરી રહેલી સરકારે સામાન્ય જનતાને 50 રૂપિયાનો ફટકો આપ્યો છે. રાજધાની દિલ્હીમાં 14.2 કિલોનો ઘરેલુ સિલિન્ડર 853 રૂપિયામાં મળશે. ગઇકાલ સુધી આ સિલિન્ડર 803 રૂપિયામાં મળતો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us