LPG Cylinder Price: એલપીજી સિલિન્ડર મોંઘો થયો, સરકારે આપ્યો મોંઘવારીનો ડામ, જુઓ નવા ભાવ

LPG Cylinder Price Hike In September 2024: રાંધણગેસ એલપીજી સિલિન્ડર 1 સપ્ટેમ્બરથી ફરી મોંઘો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમત વધારતા સામાન્ય વર્ગ અને ગરીબ વર્ગને મુશ્કેલી પડી રહી છે.

LPG Cylinder Price Hike In September 2024: રાંધણગેસ એલપીજી સિલિન્ડર 1 સપ્ટેમ્બરથી ફરી મોંઘો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમત વધારતા સામાન્ય વર્ગ અને ગરીબ વર્ગને મુશ્કેલી પડી રહી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
LPG Cylinder Price Hike In September | LPG Cylinder Price Hike | LPG Cylinder new rate | commercial gas cylinder price | household LPG Cylinder Price

LPG Cylinder Price Hike In September 2024: 1 સપ્ટેમ્બર 2024ના રોજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘો થયો છે. (Express File Photo)

LPG Cylinder Price Hike In September 2024: મોદી સરકારે સામાન્ય વર્ગને ફરી મોટો ઝટકો આપ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધાર્યા છે. 1 સપ્ટેમ્બર 2024ના રોજથી 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત વધી છે. જો કે ઘરેલુ વપરાશ માટેના 14.2 કિલોના રાંધણગેસ સિલિન્ડરની કિંમત યથાવત છે.

Advertisment

સપ્ટેમ્બરમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘો થયો (Commercial Gas Cylinder Price Hike In September)

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ જાહેર કરે છે. ઓઇલ કંપનીઓએ 1 સપ્ટેમ્બરના રોજ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 39 રૂપિયા મોંઘો કર્યો છે. હવે દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 1691 રૂપિયા થઇ છે. તો કલકત્તામાં 1802 રૂપિયા, મુંબઇમાં 1644 રૂપિયા અને ચેન્નઇમાં 1855 રૂપિયા છે.

ઘર વપરાશના રાંઘણગેસ સિલિન્ડરની કિંમત યથાવત

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઘરેલુ વપરાશના એલપીજી ગેસ સેલિન્ડરની કિંમત યથાવત રાખતા ગૃહિણીને રાહત મળી છે. 14 કિલોના ઘર વપરાશના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 803 રૂપિયા, અમદાવાદમાં 810 રૂપિયા, કલકત્તામાં 828 રૂપિયા, મુંબઇમાં 802 રૂપિયા અને ચેન્નઇમાં 818 રૂપિયા છે.

Advertisment

ઉજ્જવલા યોજના લાભાર્થી માટે સૌથી સસ્તો એલપીજી ગેસ સિલિન્ડર

ઉજ્જવલા યોજના લાભાર્થી માટે સરકારે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત સૌથી નીચી રાખી છે. કેન્દ્ર સરકાર ઉજ્જવલા યોજનાના લાભાર્થીને સબસિડી સાથે રાહત દરે 603 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર આપે છે. સરકારે ઓગસ્ટ 2023માં તેમા 100 રૂપિયા ઘટાડ્યા હતા.

કૂકિંગ ગેસ કેન્દ્ર સરકાર બિઝનેસ