/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/LPG-Gas-Cylinder-Red-Colour.jpg)
LPG Gas Cylinder Red Colour : ભારતમાં ઘરેલુ વપરાશના એલપીજી ગેસ સિલિન્ડર લાલ રંગના હોય છે.
Why LPG Gas Cylinders Color Is Red In India : ગેસ સિલિન્ડર મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. ભારતમાં ઘરેલુ વપરાશ માટેના ગેસ સિલિન્ડર લાલ રંગના હોય છે. અલબત્ત હોટેલ અને રેસ્ટોરન્ટમાં રસોઇ બનાવવા માટેના કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાદળી રંગના હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે ગેસ સિલિન્ડર લાલ રંગના કેમ હોય છે. ગેસ માંથી અજીબ પ્રકારની ગંધ કેમ આવે છે. આ લેખમાં ગેસ સિલિન્ડરના રંગ અને ગંધ વિશે વિગતવાર જાણીયે
ભારતમાં LPG ની શરૂઆત
ભારતમાં એલજીપી સિલિન્ડરની શરૂઆત વર્ષ 1955માં મુંબઇથી શરૂ થઇ હતી, ત્યારબાદ ધીમે ધીમે દેશભરમાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ થવા લાગ્યો. ઓછી આવક ધરાવતા લોકોને રાહત દરે ગેસ સિલિન્ડર આપવા કેન્દ્ર સરકારે વર્ષ 2016માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી.
ગેસ સિલિન્ડર લાલ રંગના કેમ હોય છે?
ભારતમાં ઘરેલુ વપરાશ માટે ગેસ સિલિન્ડર લાલ રંગના હોય છે, તેની પાછળ 3 મુખ્ય કારણ છે. (1) લાલ રંગ જોખમનું સંકેત માનવામાં આવે છે. આથી કોઇ પણ જોખમી પરિસ્થિતિ કે ચીજને સાંકેતિક સ્વરૂપે દર્શાવવા માટે લાલ રંગનો ઉપયોગ થાય છે. (2) એલપીજી ગેસ અત્યંત જ્વલંનશીલ હોય છે. જો ગેસ લિકેજ થાય તો આગ લાગવાની અને સિલિન્ડર બ્લાસ્ટ થવાનું જોખમ રહે છે. (3) લાલ રંગ રાતના અંધારામાં સરળતાથી ઓળખી શકાય છે. વિઝિબલ સ્પેક્ટ્રમમાં લાલ રંગના પ્રકાશની વેવલેંથ સૌથી વધારે હોય છે. આમ ઉપરોક્ત કારણોસર ગેસ સિલિન્ડરનો રંગ લાલ રાખવામાં આવે છે.
અલબત્ત એલપીજી સિલિન્ડર ઉપરાંત બજારમાં અલગ અલગ રંગના ગેસ સિલિન્ડર હોય છે. આ સિલિન્ડરમાં અલગ અલગ પ્રકારની ગેસ ભરેલી હોય છે. ઉદાહરણ તરીકે, ગ્રે રંગના સિલિન્ડરમાં કાર્બન ડાયોક્સાઇડ ગેસ, વાદળી રંગના સિલિન્ડરમાં નાટ્રસ ઓક્સાઇડ ગેસ હોય છે. આથી ગેસ સિલિન્ડરની અલગ અલગ ઓળખ માટે જુદા જુદા રંગ નક્કી કરવામાં આવ્યા છે.
LPG સિલિન્ડરના ગેસની ગંધ કેમ આવે છે?
એલપીજી ગેસ એક ગંધહીન ગેસ છે. તે અત્યંત જ્વલંનશીલ છે પરંતુ તેની પોતાની કોઇ ગંધ નથી હોતી. આથી ગેસ લિકેજ થવાની સ્થિતિમાં જોખમથી બચવા માટે ગેસ સિલિન્ડરમાં તીવ્ર ગંધ વાળો ઇથાઇલ મરકેપ્ટન (Ethanethiol) પણ ઉમેરવામાં આવે છે. આ ગંધ થી ગેસ લિકેજ થયો છે તેની જાણ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us