Chandra Grahan 2025 Blood Moon : આજે ભાદરવી પૂનમની રાતે આકાશમાં ખૂબ જ ખાસ નજારો જોવા મળશે. કારણ કે આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ છે. આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ છે અને આ દરમિયાન લોકો બ્લડ મૂન જોઈ શકશે. ખગોળ શાસ્ત્રની દ્રષ્ટિએ આ ઘટના ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે વર્ષ 2022 પછી આ સૌથી લાંબુ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. ખાસ વાત એ છે કે તે દેશના મોટાભાગના વિસ્તારોમાંથી સ્પષ્ટ દેખાશે. તમને જણાવી દઈએ કે આજનું પૂર્ણ ચંદ્ર ગ્રહણ ખૂબ જ ખાસ હશે કારણ કે આ પછી, આગામી આવો નજારો 31 ડિસેમ્બર 2028 ના રોજ જ જોવા મળશે. એટલે કે લગભગ સાડા ત્રણ વર્ષ સુધી લોકોને રાહ જોવી પડશે.
Chandra Grahan 2025 Time : ચંદ્ર ગ્રહણ ક્યારે અને ક્યાં દેખાશે?
ભારતીય સમય મુજબ આ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025, રવિવારે રાત્રે 9:57 વાગ્યે શરૂ થશે. પૂર્ણ ચંદ્ર ગ્રહણ રાત્રે 11:01 વાગ્યે શરૂ થશે, જે મધ્યરાત્રી એ 12 વાગે 22 મિનિટ સુધી ચાલશે. આ ગ્રહણ દિલ્હી, મુંબઈ, કોલકાતા, પુણે, બેંગલુરુ, ચેન્નઈ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં દેખાશે. તેને જોવા માટે લોકોને ઊંચા સ્થાન પર જવાની જરૂર નથી, કારણ કે તે સ્પષ્ટ દેખાશે.
ચંદ્ર ગ્રહણ સુતક કાળ
સૂતક કાળ ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે. એટલે કે આજે બપોરથી સુતકનો પ્રારંભ થયો છે. આ દરમિયાન મંદિરોના દરવાજા બંધ રહેશે અને ગ્રહણ મોક્ષ બાદ જ ખોલવામાં આવશે. સુતક કાળ દરમિયાન પૂજા કરવી, ભોજન બનાવવું અને નવું કામ શરૂ કરવું વર્જિત માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે 7 સપ્ટેમ્બર 2025નું ચંદ્રગ્રહણ બપોરે 12.57 વાગ્યાથી શરૂ થઈ ગયું છે.
બ્લડ મૂન શા માટે કહેવામાં આવે છે?
ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર પૃથ્વીના પડછાયામાંથી પસાર થાય છે. આ સમય દરમિયાન, સૂર્ય પ્રકાશ ચંદ્ર પર સીધો પડતો નથી અને વાતાવરણમાંથી પસાર થયા પછી તે લાલાશ પડતો નારંગી રંગનો દેખાય છે. તેથી જ તેને બ્લડ મૂન કહેવામાં આવે છે. આકાશમાં આ નજારો ખૂબ જ આકર્ષક અને અદ્દભૂત દેખાશે.
ચંદ્ર ગ્રહણનો સ્પર્શ અને મોક્ષ?
ગ્રહણ મોક્ષ એટલે કે અંત 1 વાગે 27 મિનિટ પર થશે અને લગભગ 2 વાગે 25 મિનિટ પર સંપૂર્ણ રીતે સમાપ્ત થશે. કુલ મળી આ ગ્રહણ લગભગ 82 મિનિટ સુધી ચાલશે. તમને જણાવી દઇયે કે, ચંદ્ર ગ્રહણનો આરંભિત તબક્કો એક વાગે 27 મિનિટે સમાપ્ત થવાની શરૂઆત થશે અને 2 વાગે 25 મિનિટે સંપૂર્ણ સમાપ્ત થશે. એટલે કે આજે રાતે 9:57 વાગે ચંદ્ર ગ્રહણ સ્પર્શ શરૂ થશે અને 23:41 વાગે મધ્ય તથા 1:27 વાગે મોક્ષ થશે.
આ પણ વાંચો | ચંદ્ર ગ્રહણ પછી ઘર અને મંદિરની સફાઈ કેવી રીતે કરવી? આ 7 ટીપ્સ વડે નકારાત્મક ઊર્જા દૂર કરો
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.





