/indian-express-gujarati/media/media_files/2026/03/02/lunar-eclipse-2026-2026-03-02-13-52-35.jpg)
Lunar Eclipse 2026 : ચંદ્ર ગ્રહણ એક ખગોળીય ઘટના છે. Photograph: (Freepik)
Lunar Eclipse 2026 : ચંદ્ર ગ્રહણ એક ખગોળીય ઘટના છે. આ વખતે 3 માર્ચ,2026ના રોજ વર્ષનું પ્રથમ ખાસ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. ચંદ્ર ગ્રહણ પણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી લાઇનમાં આવે છે, ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્રને ઢાંકી દે છે. આથી આ દરમિયાન, ચંદ્ર લાલ રંગનો દેખાય છે, જેને બ્લડ મૂન કહેવાય છે. ગ્રહણનું વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ છે. ભારતમાં ગ્રહણને અશુભ મનાવામાં આવ છે.
હોળીના દિવસે બની રહેલી આ ખગોળીય ઘટના દેશભરના ખગોળશાસ્ત્રીઓ માટે બહુ ખાસ છે. આ લેખમાં ચંદ્ર ગ્રહણ કેમ અને કેવી રીત થાય છે? 3 માર્ચના ચંદ્ર ગ્રહણનો સમય, બ્લડ મૂન કેમ કહેવાય છે, ભારતમાં દેખાશે કે નહીં, વૈજ્ઞાનિક તથ્યો અને ધાર્મિક માન્યતાઓ વિશે જાણકારી આપી છે.
2026 નું પ્રથમ ચંદ્રગ્રહણ કેમ ખાસ છે?
આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. આ સમય દરમિયાન, ચંદ્ર પૃથ્વીના પડછાયામાં સંપૂર્ણપણે ઢંકાઇ જાય છે અને સૂર્યનો લાલ પ્રકાશ વાયુમંડળમાં પ્રકાશ આવર્તનના કારણે ચંદ્ર પર પ્રતિબિંબિત થાય છે. આ કારણોસર, તેને બ્લડ મૂન કહેવામાં આવે છે.
ચંદ્રગ્રહણ સંબંધિત પ્રશ્નો (Lunar Eclipse FAQ)
આ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે?
ભારતના ઘણા ભાગોમાં ગ્રહણનો આંશિક અથવા અંતિમ તબક્કો જોવા મળી શકે છે. જો હવામાન સ્પષ્ટ હોય તો પૂર્વોત્તર ભારતમાં દૃશ્યતા વધુ સારી રહેવાની સંભાવના છે.
ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્ર લાલ કેમ દેખાય છે?
જ્યારે સૂર્ય પ્રકાશ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે, ત્યારે વાદળી પ્રકાશ વિખેરાઈ જાય છે અને લાલ પ્રકાશ ચંદ્ર સુધી પહોંચે છે. આ કારણોસર, ચંદ્ર લાલ દેખાય છે, જેને બ્લડ મૂન કહેવામાં આવે છે.
ચંદ્ર ગ્રહણ જોવા માટે ખાસ ચશ્મા પહેરવા જરૂરી છે?
ના, ચંદ્ર ગ્રહણ નરી આંખે સુરક્ષિત રીતે જોઈ શકાય છે. તેની માટે કોઈ ખાસ ચશ્માની જરૂર નથી.
શું ગ્રહણની વૈજ્ઞાનિક અથવા આરોગ્ય પર અસર થાય છે?
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, ચંદ્રગ્રહણ એ એક સામાન્ય ખગોળીય ઘટના છે. તે માનવ સ્વાસ્થ્ય અથવા રોજિંદા જીવન પર કોઈ સીધી અસર કરે છે તે સાબિત થયું નથી.
ચંદ્ર ગ્રહણ વિશે ધાર્મિક માન્યતા શું છે?
હિન્દુ ધર્મમાં ચંદ્ર ગ્રહણને શુભ માનવામાં આવતું નથી. સૂતક સમયગાળો ગ્રહણ શરૂ થવાના લગભગ 9 કલાક પહેલા થાય છે, જેમાં ધાર્મિક વિધિ, પૂજા પાઠ અને ભોજન બનાવવાની મનાઇ છે. ગ્રહણ પૂરું થયા પછી સ્નાન અને શુદ્ધિકરણની પરંપરા છે.
ચંદ્ર ગ્રહણ ક્યારે થાય છે?
ચંદ્ર ગ્રહણ એક ખોગળીય ઘટના છે. ચંદ્ર ગ્રહણ હંમેશા પૂનમે થાય છે. તેવી જ રીતે સૂર્ય ગ્રહણ હંમેશા અમાસ પર થાય છે. આવી ઘટના વર્ષમાં 1 થી 3 વખત થતી હોય છે.
આંશિક ચંદ્ર ગ્રહણ એટલું શું?
જ્યારે ચંદ્રનો માત્ર એક ભાગ પૃથ્વીના પડછાયાથી ઢંકાઇ જાય છે, ત્યારે તેને આંશિક ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.
ઉપછાયા ચંદ્રગ્રહણ
જ્યારે ચંદ્ર ફક્ત પૃથ્વીના થોડાક જ પડછાયા માંથી પસાર થાય છે. તેને ઓળખવું મુશ્કેલ છે કારણ કે ચંદ્ર થોડો ઝાંખો દેખાય છે.
આ પણ વાંચો | ચંદ્ર ગ્રહણના દિવસે જરૂરથી કરો આ 5 વસ્તુઓનું દાન, ચંદ્ર દોષથી મળશે મુક્તિ
પૂર્ણ ચંદ્રગ્રહણ ક્યારે થાય છે?
જ્યારે પૂનમનો ચંદ્ર પૃથ્વીના મુખ્ય પડછાયામાં આવે છે. આ સમય દરમિયાન, ચંદ્ર લાલ અથવા તાંબા રંગનો દેખાય છે, જેને બ્લડ મૂન કહેવામાં આવે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us