/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/madarsa-board-shut-down.jpg)
Madarsa Board Shut Down: રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગ એટલે કે NCPCR એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં માંગ કરવામાં આવી છે કે સરકાર મદરેસા બોર્ડને આપવામાં આવતું ભંડોળ બંધ કરે અને આવા તમામ મદરેસા બોર્ડ બંધ કરે. બાળ આયોગે કહ્યું કે, મદરેસામાં બાળકોને તો પાયાનું શિક્ષણ મળે છે અને મધ્યાહ્ન ભોજનની સુવિધાનો કોઈ લાભ મળતો નથી.
હકીકતમાં બાળ આયોગ વતી એવું કહેવામાં આવ્યું હતું કે, મદરસા બોર્ડ આરટીઇ એટલે કે શિક્ષણ અધિકારના કાયદાનું પાલન પણ કરતું નથી. પંચે એમ પણ કહ્યું છે કે મદરેસાઓનું સંપૂર્ણ ધ્યાન માત્ર ધાર્મિક શિક્ષણ પર છે, જેના કારણે બાળકો શિક્ષણ શિક્ષણ મેળવી શકતા નથી.
બાળ પંચે શું માંગ કરી?
બાળ આયોગ દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીઓમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય દ્વારા મદરેસાઓ અને મદરેસા બોર્ડને આપવામાં આવતા ભંડોળને બંધ કરવામાં આવે. મદરેસા માંથી બિનમુસ્લિમ બાળકોને દૂર કરો. બંધારણની કલમ 28 મુજબ માતા-પિતાની સંમતિ વગર કોઈ પણ બાળકને ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં. બાળ આયોગે કહ્યું છે કે, એક સંસ્થામાં ધાર્મિક અને ઔપચારિક શિક્ષણ એક સાથે આપી શકાય નહીં.
બાળ આયોગના પત્ર પર કોંગ્રેસે શું કહ્યું?
બાળ આયોગના આ પત્ર વિશે કોંગ્રેસે કહ્યું હતું કે તેઓ પત્ર વાંચ્યા પછી ટિપ્પણી કરશે, પરંતુ કર્ણાટકમાં પાર્ટીના ઇલેક્ટ્રોનિક્સ, આઇટી, બાયોટેક, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પ્રધાને કહ્યું હતું કે બાળ આયોગે આદર્શ રીતે ઉપાયો સૂચવવા જોઇએ, નહીં કે તેની માટે રાજ્યોને મદરેસાને ભંડોળ આપવાનું બંધ કરવાનું કહેવું જોઇએ. તેમણે કહ્યું કે, મદરેસાના શિક્ષકોના પગારને ત્રણ ગણો કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયના થોડા દિવસો પછી જ આ ઘટના બની છે તે જોવું ખૂબ જ વ્યંગાત્મક છે.
આ મામલે એનડીએના સાથી લોક જનશક્તિ પાર્ટીના પ્રવક્તા એ કે વાજપાયીએ કહ્યું કે, જો કોઇ મદરેસા ગેરકાયદે ચાલતી જોવા મળે તો તેને બંધ કરી દેવી જોઇએ. પરંતુ કોઈ પણ કામ આંખ આડા કાન કરીને ન કરવું જોઈએ. તેમણે કહ્યું કે તેમને ખબર નથી કે NCPCR એ રાજ્યો તરફથી કોઈ પ્રતિકૂળ અહેવાલો પ્રાપ્ત કર્યા પછી આ પત્ર લખ્યો છે કે નહીં.
LJP દ્વારા સર્વેની માંગણી
એ કે વાજપાયી એ જણાવ્યું હતું કે, તેમાં કોઈ અનિયમિતતા છે કે કેમ તે શોધવા માટે તમામ મદરેસાઓનો યોગ્ય સર્વે થવો જોઈએ. અને, જો કોઈ ગેરરીતિ જોવા મળી છે, તો તેમને પોતાની સ્પષ્ટતા રજૂ કરવા માટે પૂરતી તક આપવી જોઈએ.
NCPCRના ચેરપર્સન પ્રિયાંક કાનૂનગોએ જણાવ્યું હતું કે, આરટીઇ એક્ટ, 2009 મુજબ મૂળભૂત શિક્ષણ મેળવવા માટે તમામ બિન મુસ્લિમ બાળકોને મદરેસાઓમાંથી પાછા ખેંચી લેવામાં આવે અને શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે તેવી ભલામણ પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, મુસ્લિમ સમુદાયના બાળકો જે મદરેસામાં અભ્યાસ કરે છે, પછી ભલે તે માન્યતા પ્રાપ્ત હોય કે ગેર માન્ય હોય, તેમને ઔપચારિક શાળઓમાં પ્રવેશ આપવો જોઈએ અને આરટીઈ એક્ટ, 2009 મુજબ નિર્ધારિત સમય અને અભ્યાસક્રમમાં ભણાવવા જોઈએ. આ મામલે ભાજપના સહયોગી પક્ષ જેડીયૂ અને ટીડીપી આ મુદ્દે ટિપ્પણી કરવાથી દૂર રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us