મહાદેવ એપ કેસ : છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ પર એફઆઈઆર, આ કલમો હેઠળ નોંધાયો કેસ

mahadev app case : આ મામલે ભૂપેશ બઘેલ અને અન્ય 21 લોકો સામે 4 માર્ચે કેસ નોંધવામાં આવ્યો હતો. એફઆઇઆરમાં પોલીસ અધિકારીઓ અને ઓએસડીના નામ પણ સામેલ

Written by Ashish Goyal
March 17, 2024 17:13 IST
મહાદેવ એપ કેસ : છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ પર એફઆઈઆર, આ કલમો હેઠળ નોંધાયો કેસ
છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ સામે બહુચર્ચિત મહાદેવ બેટિંગ એપ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી (X/@bhupeshbaghel)

mahadev app case : છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ સામે બહુચર્ચિત મહાદેવ બેટિંગ એપ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. જાણકારી અનુસાર પૂર્વ સીએમ વિરુદ્ધ 120 બી, 34, 406, 420, 467 સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે હજુ સુધી કોઈ અધિકારીએ તેની પુષ્ટિ કરી નથી.

કઈ કઈ માહિતી બહાર આવી?

એએનઆઈએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે રાયપુરની આર્થિક ગુનાની વિંગે મહાદેવ એપ કેસમાં છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ અને અન્ય લોકો સામે એફઆઈઆર નોંધી છે. આઈપીસીની કલમ 120બી, 34, 406, 420, 467, 468 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ભૂપેશ બઘેલ અને અન્ય 21 લોકો સામે 4 માર્ચે કેસ નોંધવામાં આવ્યો હતો.

આ વર્ષે 1 જાન્યુઆરીએ એજન્સીએ આ કેસના સંબંધમાં રાયપુરની પીએમએલએની વિશેષ અદાલતમાં પૂરક ફરિયાદ દાખલ કરી હતી. મહાદેવ ઓનલાઈન બુકના પ્રમોટર્સમાંથી એક સુભમ સોની અને અસીમ દાસ નામના ડ્રાઈવર સહિત પાંચ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

એફઆઇઆરમાં પોલીસ અધિકારીઓ અને ઓએસડીના નામ પણ સામેલ

છત્તીસગઢ પોલીસના એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)/ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ (ઇઓડબ્લ્યુ) વિભાગ દ્વારા નોંધાયેલી આ એફઆઇઆરમાં પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ ઉપરાંત પોલીસ અધિકારીઓ અને ઓએસડીના નામ પણ સામેલ છે. એફઆઈઆરમાં આરોપી તરીકે નામના અન્ય લોકોની પહેલેથી જ ધરપકડ કરવામાં આવી છે કે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : આ 10 મોટા નેતા નક્કી કરશે લોકસભા ચૂંટણીની દિશા અને દશા, જાણો શું છે તેમનામાં ખાસ

અત્યાર સુધીમાં ઇડી દ્વારા 1764.5 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત/ફ્રીઝ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ પૈસાના બદલામાં મહાદેવ એપની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સરળ બનાવવામાં સામેલ હતા.

આ પહેલા બુધવારે મહાદેવ સટ્ટાબાજી એપ કેસની તપાસ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ખુલાસો કર્યો હતો કે, શેરબજારમાં આશરે ₹1,100 કરોડનું રોકાણ કરવા માટે અનેક ડમી એકાઉન્ટ અને નકલી બેન્ક કંપનીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઇડી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ શેરને ફ્રીજ રાખશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ