Mahakumbh 2025: સંગમ ઘાટ શું છે, જ્યાં મહાકુંભ મેળામાં નાસભાગ થઇ? શાહી અખાડા સાથે તેનો શું સંબંધ છે?

Difference between Sangam Ghat and Sangam Nose: પ્રયાગરાજ મહા કુંભ મેળામાં સંગમ ઘાટ પર નાસભાગ થતા 14 લોકોના મોત થાય છે. કુંભ મેળામાં સંગમમાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે. સંગમ ઘાટ પર માટીના ધોવાણને કારણે ઘાટનો આકાર હંમેશાં બદલાય છે અને તે ઢોળાવવાળો રહે છે.

Written by Ajay Saroya
January 29, 2025 13:41 IST
Mahakumbh 2025: સંગમ ઘાટ શું છે, જ્યાં મહાકુંભ મેળામાં નાસભાગ થઇ? શાહી અખાડા સાથે તેનો શું સંબંધ છે?
Mahakumbh 2025 Sangam Ghar Shahi Snan: મહા કુંભ મેળામાં સંગમ ઘાટ પર શાહી સ્નાન કરવાનું વિશેષ મહત્વ હોય છે. (Photo: @MahaKumbh_2025)

The confluence Place of Ganga and Yamuna: પ્રયાગરાજ મહાકુંભ મેળામાં મૌની અમાસ નિમિત્તે મંગળવારે મોડી રાત્રે સંગમ ઘાટ પાસે અચાનક નાસભાગ થઇ છે. આ નાસભાગમાં 14 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થાય છે. જો કે મહાકુંભના મેળામાં સંગમ ઘાટ શું છે અને શાહી અખાડાઓ સાથે તેનું શું કનેક્શન છે તે ઘણા લોકોને ખબર નથી. આ જાણવું જરૂરી છે.

What Is Sangam Nose : સંગમ ઘાટ શું છે?

મહા કુંભ મેળામાં ત્રિવેણી સંગમ પર સ્નાન કરવાનું મહત્વ છે. સંગમ ઘાટ એ સ્થાન છે જ્યાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદીનું સંગમ થાય છે. અહીં ગંગાનું પાણી આછું ડોહળું હોય છે, જ્યારે યમુનાનું પાણી આછું વાદળી રંગનું દેખાય છે. આ બંને નદીઓના પાણીના જુદા જુદા રંગો સ્પષ્ટ જોઈ શકાય છે. પ્રયાગરાજમાં યમુના ગંગા નદીમાં ભળી જાય છે અને પછી આ પ્રવાહ બંગાળની ખાડી સુધી પહોંચે છે. સંગમ ની બરાબર સામે આવેલા ત્રિકોણ ઘાટને સંગમ ઘાટ કહેવામાં આવે છે.

સંતો માટે આરક્ષિત સ્થળો

સંગમ ઘાટ પર માટીના ધોવાણને કારણે ઘાટનો આકાર હંમેશાં બદલાય છે અને તે ઢોળાવ વાળો રહે છે. કુંભ અને મહાકુંભ જેવા મોટા આયોજનોમાં આ જગ્યા અખાડાઓના સંતો માટે શાહી સ્નાન માટે આરક્ષિત છે. અહીં બેરીકોડ દ્વારા સામાન્ય ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ છે. અહીં સંતો ધાર્મિક વિધિઓ અને અમૃત સ્નાન કરે છે, જ્યારે સામાન્ય ભક્તો સંગમના અન્ય ઘાટો પર સ્નાન કરે છે અથવા હોડી દ્વારા મુખ્ય સંગમ સુધી જાય છે.

માત્ર મહા કુંભ જ નહીં, પરંતુ પ્રયાગરાજના વાર્ષિક માઘ મેળામાં પૌષ પુનમ, મકર સંક્રાંતિ, એકાદશી, મૌની અમાસ, વસંત પંચમી, અચલા સપ્તમી, માઘી પૂનમ અને મહાશિવરાત્રી દરમિયાન સંગમ ઘાટ ખાતે સંતોના વિશેષ મેળાવડા થાય છે. બાકીના દિવસોમાં સામાન્ય ભક્તો અહીં આવીને સ્નાન કરી શકે છે.

મહાકુંભ મેળામાં ભીડને ધ્યાનમાં રાખીને સંગમ ઘાટ પાસે અસ્થાયી સંગમ ઘાટ બનાવવામાં આવ્યો છે. વર્ષ 2019માં તેને પહોળો કરવામાં આવ્યો, જેથી દર કલાકે 50000 શ્રદ્ધાળુઓ સ્નાન કરી શકે. આ વખતે તેની ક્ષમતા વધારીને બે લાખ શ્રદ્ધાળુઓ કરી દેવામાં આવી છે. સિંચાઇ વિભાગના મિકેનિકલ બેરેજ મિકેનિકલ સેક્શન મેન્ટેનન્સ યુનિટે શાસ્ત્રી બ્રિજ અને સંગમ ઘાટ વચ્ચે 26 હેક્ટરમાં એક નવો ઘાટ બનાવ્યો છે, જે અગાઉના મહાકુંભ કરતા બે હેક્ટર પહોંળો છે.

આ પણ વાંચો | મહા કુંભ અને કુંભ વચ્ચે શું તફાવત છે? આગામી કુંભ મેળો ક્યાં અને ક્યારે યોજાશે

શ્રદ્ધાળુઓની સુવિધા માટે 1650 મીટર વિસ્તારમાં રેતીની થેલીઓ પાથરીને ઘાટ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ લોકો સ્નાન કરી શકે. આનાથી ભક્તોને સ્નાન કરવાની વધુ જગ્યા મળી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ