Mahakumbh Mela Stampede Death On Mauni Amavasya Snan: મહાકુંભ મેળામાં મૌની અમાસ પર નાસભાગ થઇ હતી. મૌની અમાસના શાહી સ્નાન નિમિત્તે મહાકુંભ મેળામાં નાસભાગ થતા 30 લોકોના મોત અને 90 લોકો ઘાયલ થયા છે. આ નાસભાગમાં જીવ ગુમાવનાર મૃતકોમાં ગુજરાતના પણ લોકો સામેલ છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે મહાકુંભ મેળા વહીવટીતંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર 1920 જારી કરવામાં આવ્યો છે.
મહાકુંભ મેળામાં નાસભાગ થતા 30 લોકોના મોત, ગુજરાતના 1 શ્રદ્ધાળુનું મોત
પ્રયાગરાજ મહાકુંભ મેળામાં મૌની અમાસ પર નાસભાગ થતા 30 લોકોના મોત અને 60 લોકો ઘાયલ થયા છે. મહા કુંભ મેળા વહીવટીતંત્ર દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. મહાકુંભ મેળાના ડીઆઈજી વૈભવ કૃષ્ણે જણાવ્યું કે, મહાકુંભ મેળામાં મંગલવારની રાત્રે 2 વાગે નાસભાગ થઇ જેમા 30 લોકોના મોત થયા છે. તેમાંથી 25 મૃતકોની ઓળખ થઇ ચૂકી છે. આ ઘટના બાદ 90 લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
મહાકુંભ મેળાના ડીઆઈજી વૈભવ કૃષ્ણે જણાવ્યું કે, 30 મૃતકો માંથી 25ની ઓળખ થઈ ચૂકી છે, જ્યારે પાંચની ઓળખ હજુ બાકી છે. મૃતકોમાં કર્ણાટકના 4, આસામના 1 , ગુજરાતના 1 શ્રદ્ધાળું છે. ઘાયલ યાત્રાળુઓ માંથી કેટલાકને તેમના સંબંધીઓ લઈ ગયા છે. 36 ઘાયલ લોકોની સ્થાનિક મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે.
મહાકુંભ મેળા માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર
મહાકુંભ મેળાના વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે હેલ્પલાઈન નંબર 1920 જાહેર કર્યો છે.
મહાકુંભ મેળામાં નાસભાગી કેવી રીતે થઇ?
મહાકુંભ મેળાના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું કે, મૌની અમાસના સ્નાન સમયે બ્રહ્મ મુહૂર્ત પહેલા 1 થી 2 વાગ્યાની વચ્ચે અખાડાના રસ્તા પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે બીજી તરફના બેરિકેડ તૂટી ગયા હતા. આ બાજુ ભીડ બીજી બાજુ ખસી ગઈ અને બ્રહ્મ મુહૂર્તની રાહ જોઈ રહેલા ભક્તોને કચડવા લાગી. વહીવટીતંત્રે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર બનાવ્યો હતો અને 90 ઇજાગ્રસ્તોને હોસ્પિટલોમાં ખસેડ્યા હતા. કમનસીબે તેમાંથી 30 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
પ્રયાગરાજ કુંભ મેળામાં ભાગદોડની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કર્યું છે. નાસભાગની ઘટના પર પ્રતિક્રિયા આપતા યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે કહ્યું કે મહાકુંભને સંપૂર્ણ પણે ઇવેન્ટ બનાવી દેવામાં આવી છે. સનાતનનો આપણો મહાન તહેવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે. સરકાર સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ.
મૃતકોને પરિવારને 25-25 લાખની સહાય મળશે: CM યોગી
મહાકુંભ મેળામાં મૌની અમાસના દિવસે નાસભાગ થતા 30 લોકોના મોત થયા છે. આ ઘટના પર ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, ઘટના અત્યં દુઃખદ છે, મૃતકોને મારી શ્રદ્ધાંજલી છે. જેણે પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પરિવાર પ્રત્યે મને સહાનુભૂતિ છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા માટે અમે ઉંડે સુધી જઇશું. ઉપરાંત પોલીસ સ્તરે અમે અલગથી તપાસ કરાવીશું, આ ઘટના ક્યા કારણસર ઘટી છે. મૃતકોના પરિવારજનોને 25 – 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. કાયદા પંચ આ સમગ્ર ઘટનાની તપાસ કરી એક ચોક્કસ સમય મર્યાદામાં રાજ્ય સરકારને પોતાની રિપોર્ટ સોંપશે.
આ પણ વાંચો | સંગમ ઘાટ શું છે, જ્યાં મહાકુંભ મેળામાં નાસભાગ થઇ? શાહી અખાડા સાથે તેનો શું સંબંધ છે?
મહા કુંભ મેળામાં 20 લાખ લોકોએ સ્નાન કર્યું
ઉત્તર પ્રદેશ માહિતી વિભાગે આપેલી માહિતી મુજબ સાંજે 5 વાગ્યા સુધીમાં લગભગ 5.71 કરોડ લોકોએ કુંભમાં ડૂબકી લગાવી છે. કુંભ મેળો શરૂ થયા બાદના આંકડાની વાત કરીએ તો આ સંખ્યા 19.94થી વધુ છે.