Maharashtra Election Result 2024 Live : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઇ ગયા છે. મહારાષ્ટ્રમાં મહાયુતિને પ્રચંડ બહુમતી મળી છે. મહાવિકાસ અઘાડીને ફટકો પડ્યો છે. મહાયુતિને 229 સીટો મળી રહી છે. એમવીએને 54 બેઠકો મળી રહી છે. અન્યને 5 બેઠકો મળી રહી છે.
મહાયુતિમાં ભાજપ, શિવસેના અને એનસીપીનો સમાવેશ થાય છે જ્યારે મહા વિકાસ અઘાડીમાં કોંગ્રેસ, એનસીપી શરદ પવાર જૂથ અને શિવસેના યુબીટીનો સમાવેશ થાય છે.
- ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ અંગેની પળેપળની માહિતી વાંચવા અહીં ક્લિક કરો
- વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ, પળેપળની માહિતી જાણવા અહીં ક્લિક કરો
છેલ્લા 34 વર્ષથી કોઈ પણ પક્ષ પોતાના દમ પર સરકાર બનાવી શક્યો નથી. મતલબ કે 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં છેલ્લા 34 વર્ષમાં કોઈપણ રાજકીય પક્ષ 145 બેઠકો જીતી શક્યો નથી. મતલબ કે રાજ્યમાં જ્યારે પણ સરકાર બની છે ત્યારે ગઠબંધનની સરકાર રહી છે. આ વખતે પણ કોઇ એક પક્ષને બહુમતી મળી નથી. આ વખતે પણ ગઠબંધન સરકાર બનશે.