/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/ukrainian-foreign-minister-dmytro-kuleba-10.jpg)
મહારાષ્ટ્રની બારામતી બેઠક પર અજિત પવારની પત્ની સુનેત્રા અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે લોકસભા ચૂંટણીના ઉમેદવાર છે. (Photo - @SunetraA_Pawar)
Sunetra Pawar vs Supriya Sule At Baramati Maharashtra Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી 2024માં રસપ્રદ મુકાબલો જોવા મળશે. આવી ઘણી બેઠકો પણ સામે આવી છે જ્યાં પરિવારના સભ્યો એકબીજાની સામે ઉભા છે. મહારાષ્ટ્રના બારામતીમાં આ વખતે સૌથી મોટો રાજકીય જંગ જોવા મળી રહી છે, જ્યાં એક તરફ અજિત પવારની પત્ની સુનેત્રા પવાર ચૂંટણી મેદાનમાં ઊભા છે, તો બીજી તરફ શરદ પવારની પાર્ટીએ આ બેઠક પરથી સુપ્રિયા સુલેને મેદાનમાં ઉતાર્યા છે. આ બારામતીમાં એક જ પરિવારના ભાભી અને નણંદ વચ્ચે રાજકીય જંગ લડાશે.
બારામતી પર એક પરિવારના બે ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ
પહેલેથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વખતે ચૂંટણી જંગ પરિવારના બે સભ્યો વચ્ચે લડાશે. હવે શનિવારે આ મામલે પણ મહોર લાગી છે. પહેલાં તો અજિત પવારે સુનેત્રાના નામની જાહેરાત કરી તો પછી પાછળથી શરદ પવારની પાર્ટીએ પણ રાજકીય વળતો હૂમલો કરીને સુપ્રિયા સુળેને આગળ કરી દીધા. આમ જોવા જઈએ તો આ સીટ સુપ્રિયા સુલેનો મજબૂત ગઢ ગણી શકાય.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/ajit-pawar.jpg)
એનસીપીનું વિભાજન
હકીકતમાં ગત વર્ષે અજિત પાવરના નેતૃત્વમાં થયેલા વિભાજન બાદ એનસીપી પોતે જ નબળી પડી ગઈ છે. શરદ પવાર પહેલી વાર 1984માં બારામતીથી જીત્યા હતા. 1991માં, તેમના પ્રિય ઉમેદવાર અજિત પવાર જીત્યા હતા અને બાદમાં તેમના કાકાને સમાવવા માટે આ બેઠક ખાલી કરી હતી.
પવારના નજીકના સહયોગી બાપુસાહેબ થિટેએ આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું ત્યારે થોડાં વર્ષોને બાદ કરતાં બારામતીનું પ્રતિનિધિત્વ 1996થી પહેલા પવાર અને ત્યારબાદ સુપ્રિયા સુળે કરી રહ્યા છે. તેઓ 2009થી સાંસદ છે.
आपल्या राष्ट्रवादी काँग्रेस पक्ष- शरदचंद्र पवार पक्षाच्या वतीने महाविकास आघाडीची अधिकृत उमेदवार म्हणून पक्षाचे प्रदेशाध्यक्ष जयंतरावजी पाटील यांनी मला बारामती लोकसभा मतदारसंघातून उमेदवारी जाहिर केली. हि संधी माझ्यासाठी जनतेचे आशीर्वाद, विश्वास आणि प्रेम यांच्या बळावर मिळाली. हि… pic.twitter.com/z0VBw0QuHh
— Supriya Sule (@supriya_sule) March 30, 2024
હવે જ્યારે એનસીપી વિભાજીત થઈ ગઈ છે અને ઉપમુખ્યમંત્રી અજીતે ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાની મદદથી સુલેને હરાવવા માટે જોરદાર અભિયાન શરૂ કર્યું છે, ત્યારે શરદ પવારે પોતાની દીકરીની મદદ માટે બારામતીમાં પોતાના જૂના સાથી પક્ષો, પ્રતિસ્પર્ધીઓ અને વિવિધ સમુદાયો સુધી પહોંચવાનું શરૂ કરી દીધું છે.
बारामती लोकसभा मतदारसंघ#BaramatiLokSabha2024pic.twitter.com/tc7QF8gYQV
— Sunetra Ajit Pawar (@SunetraA_Pawar) March 22, 2024
આમ જોવામાં આવે તો આ વખતે બારામતીની બેઠક પર એક તરફ મોદીની ગેરંટી જોવા મળશે અને બીજી તરફ શરદ પવારની ભાવનાત્મક અપીલ હાવી થઈ જશે. સમજવા જેવી વાત એ છે કે, એનસીપી બે ભાગમાં વિભાજીત થઇ ગઈ હોવાથી જમીન પરનું સમીકરણ પણ બદલાઈ ગયું છે.
આ પણ વાંચો | પીએમ મોદી મેરઠથી લોકસભા ચૂંટણી અભિયાનનો શંખનાદ ફૂંકશે, 2014-19માં જાટલેન્ડથી શરૂઆત કરી હતી; જાણો શું છે રણનીતિ
એક રીતે જોઈએ તો લોકસભા ચૂંટણી 2024 માં બારામતી બેઠક શરદ પવાર અને અજિત પવાર બંને માટે લિટમસ ટેસ્ટ બની રહેવાની છે. એક પાર્ટીના વિભાજનથી કોને ફાયદો થઈ શકે છે, હવે તેની સૌથી મોટી કસોટી થવાની છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us