મહારાષ્ટ્રના 3 ગામમાં રહસ્યમય રીતે લોકોને માથે ટાલ પડી રહી છે!

maharashtra : છેલ્લા ત્રણ દિવસમાં અત્યાર સુધીમાં 60 લોકોના માથે ટાલ પડી ગઇ છે. માથામાં ખંજવાળ આવવાની શરૂઆત થઈ જાય છે, ત્યારબાદ બીજા દિવસથી વાળ ખરવા લાગે છે અને ત્રીજા દિવસે ટાલ થઈ જાય છે

maharashtra : છેલ્લા ત્રણ દિવસમાં અત્યાર સુધીમાં 60 લોકોના માથે ટાલ પડી ગઇ છે. માથામાં ખંજવાળ આવવાની શરૂઆત થઈ જાય છે, ત્યારબાદ બીજા દિવસથી વાળ ખરવા લાગે છે અને ત્રીજા દિવસે ટાલ થઈ જાય છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
hair loss, hair

બુલઢાણા જિલ્લાના ત્રણ ગામ બોન્ડગાંવ, કાલવડ અને હિંગના ગામના લોકો ઝડપથી પોતાના વાળ ગુમાવી રહ્યા છે (પતિકાત્મક તસવીર, ફ્રીપિક)

maharashtra : મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ત્રણ ગામોમાં અજીબોગરીબ ઘટનાએ ચર્ચા જગાવી છે. છેલ્લા ત્રણ દિવસમાં અત્યાર સુધીમાં 60 લોકોના માથે ટાલ પડી ગઇ છે. બુલઢાણા જિલ્લાના ત્રણ ગામ બોન્ડગાંવ, કાલવડ અને હિંગના ગામના લોકો ઝડપથી પોતાના વાળ ગુમાવી રહ્યા છે. વાળ ખરવા અને ટાલ પડવાથી વૃદ્ધ કે યુવાનનો જ શિકાર નથી બની રહ્યા, પરંતુ આ સમસ્યા નાના બાળકો અને છોકરીઓમાં પણ જોવા મળી રહી છે.

Advertisment

જાણકારી અનુસાર બુલઢાણાના ત્રણ અલગ અલગ ગામમાં છેલ્લા 3 દિવસમાં લગભગ 60 લોકો ટાલનો શિકાર બન્યા છે. તેના માથાના વાળ ઝડપથી જતા રહ્યા છે. માત્ર તેમના માથા જ નહીં પરંતુ તેમના હાથ-પગના વાળ પણ ગયા છે. ગામલોકો સમજી શકતા નથી કે આનું કારણ શું છે. ડોકટરો પણ તેનો ઇલાજ શોધી શક્યા નથી. આ ગામોમાં ફેલાયેલો રોગ શું છે તે કોઈ કહી શકતું નથી.

પહેલા માથામાં ખંજવાળથી શરૂઆત થાય છે

આ બીમારીમાં પહેલા દિવસે વ્યક્તિના માથામાં ખંજવાળ આવવાની શરૂઆત થઈ જાય છે, ત્યારબાદ બીજા દિવસથી વાળ ખરવા લાગે છે અને ત્રીજા દિવસે ટાલ થઈ જાય છે. સૌથી મોટી વાત એ છે કે આ બીમારીનો ભોગ મહિલાઓ પણ બની રહી છે. હવે ગામના લોકોને આ રહસ્યમય ઘટનાનો ડર સતાવી રહ્યો છે. ગામડાઓમાં ભયનો માહોલ છે. દરમિયાન આરોગ્ય વિભાગે ભેદી બિમારી અંગે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - નીતિન ગડકરીની જાહેરાત : માર્ગ અકસ્માતમાં ઘાયલોને ₹ 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે

Advertisment

આરોગ્ય વિભાગની ટીમ ગામડે પહોંચી

આરોગ્ય વિભાગની ટીમે આ ગામોમાં સર્વે પૂર્ણ કરી આરોગ્યની ચકાસણી સાથે પાણીના સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલી આપ્યા છે. આ રોગથી પીડાતા મોટાભાગના દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. પરંતુ હાલ તો ડોક્ટરો યોગ્ય સારવાર નથી કહી રહ્યા. ગ્રામજનોને આનો કોઈ ઉકેલ દેખાતો નથી.

આ બીમારી બાદ ડોક્ટરે સૌથી પહેલા આ પીડિતો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા શેમ્પૂ અંગે પોતાની શંકા વ્યક્ત કરી હતી. પરંતુ ઘણા એવા દર્દીઓ છે જેમણે જીવનમાં ક્યારેય શેમ્પૂનો ઉપયોગ કર્યો નથી, તેમના વાળ પણ ખરી રહ્યા છે.

મહારાષ્ટ્ર india દેશ