સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું – વિભાગોને લઇને બની સહમતી, મંત્રીમંડળમાં મોટો ફેરફાર નહીં થાય

Davendra Fadnavis : ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ફડણવીસ પાંચ વર્ષ બાદ ફરી મુખ્યમંત્રી બન્યા છે. આ પછી તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી

Written by Ashish Goyal
December 05, 2024 21:53 IST
સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું – વિભાગોને લઇને બની સહમતી, મંત્રીમંડળમાં મોટો ફેરફાર નહીં થાય
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા (તસવીર - @Dev_Fadnavis)

Davendra Fadnavis Press Conference : ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ફડણવીસ પાંચ વર્ષ બાદ ફરી મુખ્યમંત્રી બન્યા છે. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. શપથવિધિ બાદ પહેલીવાર મીડિયાને સંબોધિત કરતા સીએમ ફડણવીસે કહ્યું કે તેમના મંત્રીમંડળમાં વધારે ફેરફાર નહીં થાય અને મહાયુતિની ગઠબંધન સરકાર વિભાગો પર એકમત થઈ ગઈ છે.

પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આપણું મહારાષ્ટ્ર હવે અટકશે નહીં. છેલ્લા 2.5 વર્ષમાં મહારાષ્ટ્રે જે વેગ પકડ્યો છે તે તમામ ક્ષેત્રોમાં ચાલુ રહેશે. આપણી ભૂમિકાઓ આપણી દિશા બદલી શકે છે. મારી, શિંદે અને પવાર વચ્ચેની સમજૂતી પણ એવી જ હશે.

અમે લાડકી બહિણ યોજનામાં રકમ વધારીશું

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમારું લક્ષ્ય અમારા ઢંઢેરામાં આપવામાં આવેલી ખાતરીઓને પૂર્ણ કરવાનું છે. આ સરકાર પારદર્શક રીતે કામ કરશે. આ પાંચ વર્ષ બદલા (વિપક્ષ સામે)ના નથી, પરંતુ કામ માટે હશે. અમે લાડકી બહિણ યોજના ચાલુ રાખીશું. હાલ અમે સ્કીમમાં 1500 રૂપિયા આપી રહ્યા છીએ, તેને વધારીને 2100 કરવામાં આવશે. પરંતુ પહેલા આપણે આર્થિક સ્ત્રોતોને મજબૂત કરીશું, પછી તેમાં વધારો કરીશું. અમે બજેટ (માર્ચ)માં રકમ વધારીશું. અમે કેટલીક અરજીઓની યોગ્યતા ચકાસીશું, બધી નહીં. કેટલીક અરજીઓમાં વિસંગતતા હોઈ શકે છે.

આ પણ વાંચો – દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા, એકનાથ શિંદે અને અજિત પવારે ડિપ્ટી સીએમ પદના શપથ લીધા

સીએમ ફડણવીસે કહ્યું કે 9 ડિસેમ્બરે મુંબઇ વિધાનસભાનો પ્રસ્તાવ છે. પ્રથમ સ્પીકરની ચૂંટણી . નાગપુર વિધાનસભા સત્ર પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ. અમે પોર્ટફોલિયો પર લગભગ નિર્ણય કરી લીધો છે. વિદાય લઈ રહેલી મહાયુતિ સરકારની તુલનામાં વિભાગોમાં કેટલાક ફેરફાર કરવામાં આવશે. કોઈ મોટા ફેરફાર નહીં હોય. હું નદી જોડાણ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીશ.

મોટી અપેક્ષાઓ સાથે મોટી જવાબદારી છે: ફડણવીસ

ફડણવીસે કહ્યું કે હું 7.5 વર્ષથી સત્તામાં છું. જનાદેશ અને લોકોનો પ્રેમનું દબાણ છે. મોટી અપેક્ષાઓ સાથે મોટી જવાબદારી છે. અમે નાણાકીય શિસ્ત તરફ કામ કરીશું. અમે ઘણી યોજનાઓ બનાવી છે. અમે સામાજિક ખર્ચમાં વધારો કર્યો છે. આપણે બજેટને સંતુલિત કરવું પડશે. મરાઠી ભાષા વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રની રાજકીય સંસ્કૃતિમાં સુધારો થવો જોઈએ. મેં શરદ પવાર અને રાજ ઠાકરે તથા અન્ય ઘણા નેતાઓને શપથ ગ્રહણ માટે આમંત્રણ આપ્યું હતું. કેટલાક કારણોસર તેઓ આવી શક્યા ન હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ