રાહુલ ગાંધીનો પીએમ પર પ્રહાર, કહ્યું – જો બાઇડેનની જેમ જતી રહે છે પીએમ મોદીની યાદશક્તિ

Maharashtra Vidhan Sabha Election 2024 : ભાજપ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે શું ધારાસભ્યોને ખરીદીને મહારાષ્ટ્ર સરકારની ચોરી કરતી વખતે ભાજપ બંધારણની રક્ષા કરી રહી હતી

Written by Ashish Goyal
November 16, 2024 18:44 IST
રાહુલ ગાંધીનો પીએમ પર પ્રહાર, કહ્યું – જો બાઇડેનની જેમ જતી રહે છે પીએમ મોદીની યાદશક્તિ
રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં એક જનસભા દરમિયાન (તસવીર - કોંગ્રેસ ટ્વિટર)

Maharashtra Vidhan Sabha Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચારના છેલ્લા બે દિવસ બાકી છે. શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે જનસભા કરવા માટે અમરાવતી પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ ભાજપ અને મહાયુતિ પર પ્રહાર કર્યો હતો અને ત્યાં સુધી કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીની યાદશક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની જેમ જ જતી રહે છે. ચૂંટણી મંચ પર રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા.

રાહુલ ગાંધીએ કહ્યું કે મારી બહેન મને કહી રહી હતી કે તેમણે મોદીજીનું ભાષણ સાંભળ્યું છે અને ભાષણમાં આપણે જે પણ કશું બોલીએ છીએ, તે જ વાત પીએમ મોદી પણ બોલે છે. રાહુલે કહ્યું કે પ્રિયંકા તેને કહી રહી હતી કે કદાચ તેમણે યાદશક્તિ ગુમાવી દીધી છે.

બાઇડેનની જેમ ચાલી જાય છે પીએમ મોદીની યાદશક્તિ

રાહુલ ગાંધીએ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન ભૂલી જતા હતા. તેમને પાછળથી યાદ અપાવવું પડતું હતું. રાહુલે કહ્યું કે બાઇડેને યુક્રેનના રાષ્ટ્રપતિને રશિયાના રાષ્ટ્રપતિ કહી દીધા હતા. રાહુલે કહ્યું હતું કે તેમની યાદશક્તિ જતી રહે છે. એ જ રીતે આપણા વડાપ્રધાન પણ પોતાની યાદશક્તિ ગુમાવી રહ્યા છે.

ધારાવીની જમીનનો મુદ્દો ઉઠાવ્યો

ભાજપ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે શું ધારાસભ્યોને ખરીદીને મહારાષ્ટ્ર સરકારને ચોરી કરતી વખતે ભાજપ બંધારણની રક્ષા કરી રહી હતી. ધારાવી પ્રોજેક્ટના કારણથી 2022માં મહારાષ્ટ્ર સરકાર પાડી દેવાનો આરોપ લગાવતા રાહુલે કહ્યું છે કે ધારાવીના કારણે આવું કરવામાં આવ્યું હતું, કારણ કે ભાજપના લોકો નરેન્દ્ર મોદી અને અમિત શાહ ધારાવીની જમીન, મહારાષ્ટ્રના ગરીબોની જમીન, 1 લાખ કરોડ રૂપિયાની જમીન તેમના મિત્ર ગૌતમ અદાણીને આપવા માંગતા હતા. એટલા માટે મહારાષ્ટ્ર સરકાર તમારા હાથમાંથી છીનવી લેવામાં આવી છે.

આ પણ વાંચો – ફડણવીસે કહ્યું – એક દિવસ અખંડ ભારત બનાવીશું અને પાકિસ્તાન ઉપર પણ ભારતનો તિરંગો લહેરાવીશું

કોંગ્રેસ નેતાએ કહ્યું કે નરેન્દ્ર મોદી અને ભાજપના લોકો બંધ રૂમમાં બંધારણની હત્યા કરે છે. રાહુલે કહ્યું કે જ્યારે અદાણી, અમિત શાહ અને ભાજપના લોકો મહારાષ્ટ્રની સરકાર ચોરી કરવાની સભામાં બેઠા હતા, ત્યારે શું તેઓ બંધારણની રક્ષા કરી રહ્યા હતા.

મહત્વનું છે કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 2019માં ભાજપ-એનસીપી વચ્ચે સરકાર બનાવવા માટે જે ડીલ થઈ હતી તેના માટે અનેક બેઠકો થઈ હતી. આ બેઠકોમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ હાજર રહ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ