/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/maharashtra-farmer.jpg)
મહારાષ્ટ્ર દેવાદાર ખેડૂતે કંબોડિયા જઈ કિડની વેચી- photo- freepik
Maharashtra farmer kidney sale : મહારાષ્ટ્રમાં ખેડૂતોની દુર્દશાનું હૃદયદ્રાવક ચિત્ર બહાર આવ્યું છે. ચંદ્રપુર જિલ્લાના નાગભીડ તાલુકાના મિંથુર ગામના એક યુવાન ખેડૂત દેવાના બોજ હેઠળ દબાઈને કંબોડિયા ગયો અને શાહુકારો પાસેથી લીધેલી લોન ચૂકવવા માટે પોતાની કિડની વેચી દીધી. આ કિસ્સો ગરીબ ખેડૂતોની ઊંડી નબળાઈ અને કમનસિબીને પણ ઉજાગર કરે છે.
ખેડૂત કેવી રીતે દેવામાં ડૂબ્યો?
રોશન સદાશિવ કુડે નામના એક પીડિત ખેડૂતે થોડા વર્ષો પહેલા દૂધનો વ્યવસાય શરૂ કરવા માટે શાહુકારો પાસેથી એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા. મહારાષ્ટ્રના એક ખેડૂતને 1 લાખ રૂપિયાની લોન લીધી હતી અને 10,000 રૂપિયા પ્રતિ દિવસના વ્યાજ હતું. અતિશય વ્યાજને કારણે આ દેવું 74 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.
વ્યવસાયમાં નુકસાન, પશુઓના મૃત્યુ અને પાક નિષ્ફળ જવાથી તેની દુર્દશા વધુ ખરાબ થઈ. તેણે લોન ચૂકવવા માટે બે એકર જમીન અને કિંમતી ઘરગથ્થુ વસ્તુઓ પણ વેચી દીધી, પરંતુ શાહુકારોનું દબાણ ચાલુ રહ્યું હતું.
શાહુકારોએ તેમને કિડની વેચવાની સલાહ આપી
રોશન કુડેનો આરોપ છે કે શાહુકારોએ તેમના પર દબાણ કર્યું હતું કે તેઓ તેમનું આખું દેવું ચૂકવવા માટે તેમની કિડની વેચી દે. ત્યારબાદ તેઓ કોલકાતા ગયા અને પછી કંબોડિયા લઈ ગયા હતા.
કંબોડિયામાં તેમણે આશરે આઠ લાખ રૂપિયામાં તેમની કિડની વેચી દીધી. ખેડૂત કહે છે કે તેમણે મજબૂરીમાં આ પગલું ભર્યું કારણ કે શાહુકારો તેમને સતત ધમકીઓ આપતા હતા, જેના કારણે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.
કોણે કિડની વેચવા માટે કર્યું દબાણ?
રોશન કુડેએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે બ્રહ્મપુરના શાહુકારો કિશોર બાવનકુલે, મનીષ કાલબંદે, લક્ષ્મણ ઉર્કુડે, પ્રદીપ બાવનકુલે, સંજય બલ્લારપુરે અને લક્ષ્મણ બોરકરનું નામ લીધું છે.
ખેડૂતનો આરોપ છે કે આ વ્યક્તિઓએ તેમને તેમની કિડની વેચવા માટે દબાણ કર્યું હતું. પોલીસ કહે છે કે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
ન્યાય માટે અરજી કરી રહેલા ખેડૂત
ખેડૂતે ચેતવણી આપી છે કે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ તેમના પરિવાર સાથે રાજ્ય સચિવાલયની સામે આત્મહત્યા કરશે. આ ઘટના બાદ રાજકીય પ્રતિક્રિયાઓ તીવ્ર બની છે.
ખેડૂત નેતા રાજુ શેટ્ટીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલાની તાત્કાલિક નોંધ લેવી જોઈએ. આ દરમિયાન, NCP (SP) ના ધારાસભ્ય રોહિત પવારે શાહુકારો સામે કડક કાર્યવાહી અને ખેડૂતોના દેવા તાત્કાલિક માફ કરવાની માંગ કરી હતી.
સોનું ચાંદી નહીં આ છે દુનિયાનો સૌથી મોંઘો પદાર્થ, 1 ગ્રામની કિંમત 62 ટ્રિલિયન ડોલર
આ ઘટના મહારાષ્ટ્રમાં વધતા ખેડૂત દેવા અને ગેરકાયદેસર નાણાંકીય ધિરાણની ભયાનક વાસ્તવિકતા ઉજાગર કરે છે. પ્રશ્ન એ છે કે, આવી પરિસ્થિતિઓમાં ખેડૂતોને તેમની જમીન, ઘર અને તેમના શરીર પણ ક્યાં સુધી વેચવા માટે મજબૂર કરવામાં આવશે?
આ કિસ્સો ફક્ત એક ખેડૂતની ચિંતા કરતો નથી, પરંતુ સમગ્ર વ્યવસ્થા પર પણ પ્રશ્ન ઉઠાવે છે, જ્યાં સમયસર સહાયના અભાવે, ખેડૂતોને જીવન-મરણનો આવો નિર્ણય લેવાની ફરજ પાડવામાં આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us