Maharashtra Girl life lost making a reel : અત્યાર સુધીમાં તમે રીલના કારણે અનેક લોકોના જીવ ગુમાવવાના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે, પરંતુ મહારાષ્ટ્રમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાસ્તવમાં, 23 વર્ષની છોકરી કાર સાથે રીલ બનાવડાવી રહી હતી, જ્યારે કારમાં તેણે રિવર્સ ગિયરમાં લગાવ્યો ત્યારબાદ બ્રેક લગાવવાને બદલે તેણે એક્સીલેટર પર પગ મુકી દીધો અને કાર 300 ફૂટ ઉંડી ખીણમાં પડી. આ અકસ્માતમાં યુવતીનું મોત થયું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
કેવી રીતે થયો અકસ્માત?
સમગ્ર મામલો મહારાષ્ટ્રના ઔરંગાબાદનો છે. અહીં સંભાજીનગરમાં રહેતી શ્વેતા તેના મિત્ર સાથે ખુલતાબાદ તાલુકાના શુલીભંજન સ્થિત મંદિર પાસે કાર ચલાવતી વખતે રીલ બનાવી રહી હતી. રીલ બનાવવા માટે શ્વેતા કારની ડ્રાઈવર સીટ પર બેસી ગઈ અને એકલી કારને પાછળ રાખીને રીલ બનાવવા લાગી. આ દરમિયાન શ્વેતાએ કારમાં બેક ગિયર લગાવ્યું અને ગાડી ચલાવવાનું શરૂ કરી દીધુ. શ્વેતાની કાર પાછળ જતી જોવા મળી અને તરત જ તેણે રેસ ઝડપી દબાવવાનું શરૂ કર્યું. અંતે તે બ્રેક ન લગાવી શકી અને કારની સાથે ખાઈમાં પડી ગઈ.
શ્વેતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું
શ્વેતા અને તેનો મિત્ર આ રીલ બનાવવા માટે જે મંદિર પરિસરમાં આવ્યા હતા તે પહાડી વિસ્તાર છે. આ મંદિર વરસાદની મોસમમાં ખૂબ જ સુંદર અને પ્રભાવશાળી હોય છે. મંદિરને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે.
આ પણ વાંચો – Most Expensive City 2024 : ભારતના સૌથી મોંઘા શહેરો માં મુંબઈ પ્રથમ, વિશ્વનું સૌથી મોંઘુ શહેર હોંગકોંગ
એવું કહેવામાં આવી રહ્યું છે કે, શ્વેતા અને તેનો મિત્ર ગુરુવારે (17 જૂન 2024) મંદિરમાં આવ્યા હતા. ત્યાં તો શ્વેતાએ ડ્રાઇવિંગ કરતી વખતે રીલ તૈયાર કરાવવાનું શરૂ કર્યું, પરંતુ કોને ખબર હતી કે, આટલો મોટો અકસ્માત થશે. શ્વેતા કાર સાથે 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, શ્વેતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.