/indian-express-gujarati/media/media_files/2025/12/26/sara-abhijeet-vartak-2025-12-26-17-07-47.jpg)
Sara Abhijeet Vartak : મહારાષ્ટ્રની સારા અભિજીત વર્તકે સતત 9 કલાક દરિયામાં તરીને 36 કિમી કાપી નવો રેકોર્ડ બનાવ્યો છે. Photograph: (Social Media)
Sara Abhijeet Vartak Youngest Swimmer India : દરેક વ્યક્તિ જીવનમાં કંઇક મોટું કરવા માંગે છે, પરંતુ જ્યાં સુધી આપણે આ સમજી શકીએ છીએ, ત્યાં સુધી આ ઇચ્છા જવાબદારીઓના ભાર હેઠળ મરી જાય છે. જો કે, મહત્વકાંક્ષી લોકો કંઇ પણ કરી શકે છે, તેનું ઉત્તમ ઉદાહરણ છે મહારાષ્ટ્રની માત્ર 7 વર્ષની બાળકી. જેણે પોતાની ઉંમરની તદ્દન વિરુદ્ધ જઈને ઈતિહાસ રચ્યો છે. હકીકતમાં, આ છોકરીએ ભારતની સૌથી નાની વયની સ્વિમર તરીકેનો ખિતાબ જીત્યો છે.
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાની 7 વર્ષની સારા અભિજીત વર્તકે ભારતની સૌથી નાની વયની સ્વિમર તરીકેનો ખિતાબ જીત્યો છે. સારા અભિજીત આખી રાત દરિયામાં 36 કિલોમીટર તરીને ગેટવે ઓફ ઈન્ડિયા પહોંચી હતી.
સારા આખી રાત દરિયામાં તરતી રહી
સારાને દરિયાના પાણીમાં તરીને 36 કિમીનું અંતર પુરુ કરરવામાં 9 કલાક અને 32 મિનિટનો સમય લાગ્યો હતો. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, દરિયામાં સારા 9 કલાક સુધી તરતી રહી હતી. સારા અભિજીત વર્તકે આ યાત્રાની શરૂઆત ધર્મતાર બંદરથી કરી હતી અને તેને ગેટવે ઓફ ઈન્ડિયા પર સમાપ્ત કરી હતી.
સારાનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ બાળકી આપણી સૌથી નાની તરવૈયા બની ગઇ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સારાએ રાતના અંધકારમાં પોતાની સફર શરૂ કરી હતી. ઠંડા પવન વચ્ચે સારા આખી રાત દરિયામાં તરતી રહી અને સવારની આસપાસ ગેટવે ઓફ ઈન્ડિયા પહોંચી ગઈ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us