ભાજપ નેતા વિનોદ તાવડેનો કથિત પૈસા વહેંચવાનો વીડિયો વાયરલ થતા રાજનીતિક બબાલ, વિપક્ષ ઉઠાવી રહ્યા છે સવાલો

Vinod Tawde Video: ભાજપના નેતા વિનોદ તાવડે પર નાલાસોપારામાં મતદારોને પૈસા વહેંચવાનો આરોપ છે. આને સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

Written by Ashish Goyal
Updated : November 19, 2024 20:51 IST
ભાજપ નેતા વિનોદ તાવડેનો કથિત પૈસા વહેંચવાનો વીડિયો વાયરલ થતા રાજનીતિક બબાલ, વિપક્ષ ઉઠાવી રહ્યા છે સવાલો
ભાજપના નેતા વિનોદ તાવડે સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે (તસવીર - વાયરલ વીડિયો ગ્રેબ)

Vinod Tawde Video: ભાજપના નેતા વિનોદ તાવડે પર નાલાસોપારામાં મતદારોને પૈસા વહેંચવાનો આરોપ છે. આને સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અમે આ વીડિયોની પુષ્ટિ કરતા નથી. જોકે આ વીડિયો વાયરલ થતા જ ભાજપ અને વિનોદ તાવડે બંને વિપક્ષી પાર્ટીઓના નિશાને આવી ગયા છે. ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે હોટલના રૂમ (વિનોદ તાવડે)માંથી 9.93 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.

આ વીડિયો વાયરલ થયા બાદ એનસીપી શરદ પવાર જૂથના નેતા ક્લાઇડ ક્રેસ્ટોએ કહ્યું હતું કે વીડિયોમાં બીવીએ નેતા પૈસા બતાવતા અને પૂછપરછ કરતા જોવા મળી રહ્યા છે. તે ખૂબ જ ગંભીર બાબત છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં જ્યારે પણ પૈસા જપ્ત કરવામાં આવ્યા છે, ત્યારે તેની લિંક ભાજપ સાથે મળી છે. આજે આટલા મોટા નેતા (વિનોદ તાવડે ભાજપના મહામંત્રી છે) પૈસા વહેંચે તો તેનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે ભાજપને તેની હારની જાણ છે અને અહીં તે નોટોથી મત ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. ચૂંટણી પંચે આ મામલાની તપાસ કરવી જોઈએ અને તાવડે અને તેના સાથીઓની ધરપકડ કરવી જોઈએ.

બહુજન વિકાસ અઘાડીના નેતા હિતેન્દ્ર ઠાકુરે જણાવ્યું હતું કે અહીંથી ચૂંટણી કમિશનરે પૈસાથી ભરેલી એક બેગ અને ડાયરીઓ મળી આવી છે. નામોની યાદી છે, જેમાં કોને કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે તે જણાવવામાં આવ્યું છે. ભાજપના એક નેતાએ મને કહ્યું કે 5 કરોડ રૂપિયા લાવવામાં આવ્યા છે. કલેક્ટરે મને કહ્યું છે કે મને પ્રેસ કોન્ફરન્સ કરવાની પણ મંજૂરી નથી. મારા પર ઘણું દબાણ છે.

https://x.com/INCIndia/status/1858792828865798404

આ પણ વાંચો – આ વખતે દેવેન્દ્ર ફડણવીસને જીત માટે કયા પડકારોનો સામનો કરવો પડશે? મહત્વની બેઠકનું રાજકીય સમીકરણ

કોંગ્રેસ નેતાએ શું કહ્યું?

ભાજપના મહાસચિવ વિનોદ તાવડેના કથિત વીડિયો વાયરલ થવા પર કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પ્રતિક્રિયા આપી છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે એક વીડિયોમાં, ભગવા વસ્ત્રો પહેરેલી એક વ્યક્તિ મુખ્યત્વે જોઈ શકાય છે, તે ભાજપના મહાસચિવ વિનોદ તાવડે છે, જેમની પાસેથી મોટી રકમ મળી આવી હોવાના અહેવાલ છે. મારી પાસે ઉપલબ્ધ માહિતી મુજબ તેને મુંબઈના વિરાર ઈસ્ટ વિસ્તારમાં પકડવામાં આવ્યા. તેમની પાસે એક કાળી બેગ મળી છે 15 કરોડ રૂપિયા અને ૫ કરોડ રૂપિયાની રોકડની ડાયરી હતી. ખાસ કરીને (મહારાષ્ટ્ર વિધાનસભા) ચૂંટણી પહેલા આ ગંભીર સવાલો ઉભા કરે છે.

ચૂંટણી પંચે શું કહ્યું?

મહારાષ્ટ્રના એડિશનલ ચીફ ઇલેક્શન ઓફિસર કિરણ કુલકર્ણીએ એએનઆઈને જણાવ્યું હતું કે નાલાસોપારામાં માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આચારસંહિતાના પાલન માટે બનાવાયેલી ચૂંટણી તંત્રની ફ્લાઈંગ સ્કવોડ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ફ્લાઇંગ સ્કવોડે પરિસરનું નિરીક્ષણ કર્યું હતું અને કેટલીક જપ્તી કરી છે. સંબંધિત અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. બધું જ નિયંત્રણમાં છે. આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદા અને નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ