Maharashtra Vidhan Sabha Elections Exit Poll Result 2024, મહારાષ્ટ્ર વિધાનસભા એક્ઝિટ પોલ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્યની તમામ 288 બેઠકો પર મતદાન સમાપ્ત થઇ ગયું છે. બધા રાજનીતિક દળોના ઉમેદવારોની કિસ્મત ઈવીએમમાં કેદ થઇ ગઇ છે. આ ચૂંટણીમાં જ્યાં એક તરફ ભાજપ, શિવસેના અને એનસીપી છે તો બીજી તરફ કોંગ્રેસ, શિવસેના, યુબીટી અને એનસીપી (એસસીપી) છે. મહારાષ્ટ્રના ઘણા એક્ઝિટ પોલમાં મહાયુતિને બહુમત મળી રહી છે જ્યારે મહાવિકાસ અઘાડી ગઠબંધનને ફટકો પડી રહ્યો છે.
મતદાન ખતમ થતા જ તમામ ટીવી ચેનલ્સ અને એજન્સીઓના એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. કઇ પાર્ટી બાજી મારશે તેનો અંદાજ કાઢવામાં આવશે. જોકે આ ફક્ત અંદાજો હશે મહારાષ્ટ્રમાં કોણ વિજેતા થશે તે તો 23 નવેમ્બરે મતગણતરીના દિવસે જ ખબર પડશે. જોકે Gujarati.IndianExpress.com એ કોઈ એક્ઝિટ પોલ કરાવ્યો નથી અને સંસ્થાન કોઈ પણ એક્ઝિટ પોલની પ્રામાણિક્તાની પુષ્ટિ કરતું નથી.
મહારાષ્ટ્રના મહાપોલ્સમાં મહાયુતિને બહુમતની સંભાવના
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને તમામ એક્ઝિટ પોલના પરિણામમાં મહાયુતિને બહુમતીને મળી શકે છે. મહાપોલ્સમાં પણ મહાયુતિને બહુમતી મળી રહી છે. મહાયુતિને 152 સીટો, મહાવિકાસ અઘાડીને 123 સીટ અને અન્યને 10 સીટો મળી શકે છે.
ટાઇમ્સ નાઉ-જેવીસીના સર્વે પ્રમાણે મહાયુતિને 159 સીટો મળવાનો અંદાજ છે. મહાવિકાસ અઘાડીને 116 સીટો મળવાની સંભાવના છે. અન્યને 13 સીટો મળી શકે છે.
પીપુલ્સ પલ્સના એક્ઝિટ પોલમાં મહાયુતિને 175 થી 195 સીટો
પીપુલ્સ પલ્સના એક્ઝિટ પોલના સર્વે પ્રમાણે મહારાષ્ટ્રમાં મહાયુતિને 175 થી 195 સીટો મળી શકે છે. બીજી તરફ મહાવિકાસ અઘાડીને 85 થી 112 સીટો મળી શકે છે.
અલગ-અલગ સર્વે એજન્સીના એક્ઝિટ પોલ
એજન્સી મહાયુતિ મહાવિકાસ અઘાડી (MVA) અન્ય મેટ્રિઝ 150-170 110-130 8-10 P-MRQ 137-157 126-146 2-8 ચાણક્ય 152-160 130-138 6-8 પીપુલ્સ પોલ્સ 175-195 85-112 7-12 પોલ ડાયરી 122-186 69-121 12-29 લોકશાહી રુદ્ર 128-142 125-140 18-23 ઇલેક્ટોરલ એજ 118 150 20
આ પણ વાંચો – ઝારખંડ એક્ઝિટ પોલના પરિણામ અહીં જુઓ
મેટ્રિઝ એક્ઝિટ પોલના પરિણામ
મહારાષ્ટ્રના એક્ઝિટ પોલને લઇને મેટ્રિઝ સર્વે એજન્સીના અંદાજ મુજબ મહાયુતિને એક્ઝિટ પોલ્સમાં 150થી 170 બેઠકો મળી શકે છે. આ સિવાય મહાવિકાસ આઘાડીને 110-130 બેઠકો મળી શકે છે. અન્યને 8 થી 10 સીટો મળી શકે છે.
સટ્ટા બજારનો અંદાજ, મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર બનાવી શકે છે
ચૂંટણી વચ્ચે ફલૌદી સટ્ટાબજારમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે નજીકનો મુકાબલો છે. સટ્ટા બજાર મહાયુતિને બહુમતી આપી રહ્યું છે. બીજેપીને 90-95 સીટો મળવાનું અનુમાન છે. સટ્ટાબજાર શિવસેનાને 40-45 બેઠકો આપી રહ્યું છે, જ્યારે અજિત પવારની NCP 15 બેઠકોના આંકડા પર દાવ લગાવી રહી છે. મહાવિકાસ આઘાડીને પણ 125 બેઠકો આપવામાં આવી રહી છે.
ચાણક્યના એક્ઝિટ પોલમાં મહાયુતિને પડકાર
ચાણક્યના એક્ઝિટ પોલ પ્રમાણે મહારાષ્ટ્રમાં મહાયુતિની ફરી એક વખત સરકાર બની શકે છે. તેમાં મહાયુતિને 152 થી 160 અને મહાવિકાસ અઘાડીને 130થી 138 સીટો મળી શકે છે. જ્યારે અન્યને 6 થી 8 સીટો મળી શકે છે.





