Mahindra Cars Dicounts : મે 2024માં મહિન્દ્રા કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ! જાણો કયા મોડેલ પર થશે જંગી બચત

Mahindra Cars Dicounts : મહિન્દ્રા કાર ડિસ્કાઉન્ટની મે 2024માં જાહેરાત કરવામાં આવી છે. આ ગોલ્ડન તકનો તમારે ઝડપથી ફાયદો ઉઠાવવો જોઇએ. મહિન્દ્રા XUV300, મહિન્દ્રા XUV400, મહિન્દ્રા XUV700 સહિત બોલેકો સ્કોર્પિયો પર મોટી છૂટ આપવામાં આવી છે.

Mahindra Cars Dicounts : મહિન્દ્રા કાર ડિસ્કાઉન્ટની મે 2024માં જાહેરાત કરવામાં આવી છે. આ ગોલ્ડન તકનો તમારે ઝડપથી ફાયદો ઉઠાવવો જોઇએ. મહિન્દ્રા XUV300, મહિન્દ્રા XUV400, મહિન્દ્રા XUV700 સહિત બોલેકો સ્કોર્પિયો પર મોટી છૂટ આપવામાં આવી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Mahindra Cars Discounts | Mahindra Cars Discounts In May 2024 | Mahindra Cars Discounts News In Gujarati

Mahindra Cars Dicounts : મે 2024માં મહિન્દ્રા કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

Mahihndra Cars Offers Discount May 2024 : જો નવી ગાડી ખરીદવી હોય તો આ જ બેસ્ટ ટાઇમ છે. મહિન્દ્રા કંપનીએ બંપર ઓફરની જાહેરાત કરી છે. તો ચલો જાણીએ તમે આ મહિને તમારી નવી Mahindra SUV પર કેટલી બચત કરી શકો છો.

Advertisment
Mahindra Cars Discounts | Mahindra Cars Discounts In May 2024 | Mahindra Cars Discounts News In Gujarati
Mahindra Cars Discounts In May 2024 : મહિન્દ્રા કાર ડિસ્કાઉન્ટ મે 2024

મહિન્દ્રા XUV300 કાર ડિસ્કાઉન્ટ (Mahindra XUV300 Car Discount)

મહિન્દ્રા XUV300 પર રૂ. 1.79 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મળશે તેવી ઓફર છે. આ ઓફર ગયા મહિનાના ડિસ્કાઉન્ટ કરતાં આશરે રૂ. 20,000 વધુ છે. આ લાભ રોકડ ડિસ્કાઉન્ટ, ઓફિશિયલ એસેસરીઝ અને એક્સટેંડ વોરંટીના રૂપમાં મળશે. ખાસ વાત એ છે કે, ટોપ-સ્પેક XUV300 W8 ​​ડીઝલ વેરિઅન્ટ પર સૌથી વધુ લાભ મળી રહ્યા છે, જ્યારે W8 પેટ્રોલ ટ્રીમ પર 1.59 લાખ રૂપિયા સુધીની ઓફર છે. જ્યારે W6, W4 અને W2 વેરિઅન્ટ્સ પર અનુક્રમે રૂ. 1.33 લાખ, રૂ. 95,000 અને રૂ. 45,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

મહિન્દ્રા XUV400 કાર ડિસ્કાઉન્ટ (Mahindra XUV400 Car Discount)

મહિન્દ્રા પાસે Xuv400 EVSનો મોટો કાફલો છે. જેને પગલે ગ્રાહકો ઓલ-ઇલેક્ટ્રિક SUV પર રૂ. 4.4 લાખ સુધીની છૂટ મેળવી શકે છે. ગયા વર્ષે બનેલી XUV400 EL પર 3.4 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

મહિન્દ્રા XUV700 કાર ડિસ્કાઉન્ટ (Mahindra XUV700 Car Discount)

Mahindra XUV700 પર આ મહિને રૂ. 1.5 લાખનું ફ્લેટ કેશ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. AX 5 સિવાયના તમામ વેરિઅન્ટ્સ પર મહત્તમ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ તમામ ટ્રીમ પર 1.3 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ છે. જો કે, કંપની MY2024 XUV700 પર કોઈ લાભ આપી રહી નથી.

Advertisment

મહિન્દ્રા સ્કોર્પિયો ડિસ્કાઉન્ટ (Mahindra Scorpio-N Discount )

XUV700ની જેમ ગયા મહિને Scorpio-N પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ આ મહિને પણ ચાલુ છે. MY2023 મોડલને રૂ. 1 લાખનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જો કે માત્ર 4WD સાથેના ટોપ-સ્પેક Z8 અને Z8L ડીઝલ વેરિઅન્ટ્સ માટે, જ્યારે Z8 અને Z8L પેટ્રોલ અને ડીઝલ સ્વરૂપે રિયર-વ્હીલ ડ્રાઇવ સાથે રૂ. 60,000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. છે. MY2024 Scorpio-N પર કોઈ ડિસ્કાઉન્ટ નથી.

Mahindra Marazzo પર ડિસ્કાઉન્ટ (Mahindra Marazzo Discount)

મહિન્દ્રા આ મહિને આ MPVના ત્રણેય વેરિઅન્ટ્સ પર રૂ. 93,200 સુધીના ડિસ્કાઉન્ટની છૂટ આપી રહી છે. જેમાં નકદ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ લાભ, કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને રૂ. 20,000ની એક્સેસરીઝનો સમાવેશ છે. તે M2, M4+ અને M6+ ટ્રીમ્સમાં ઉપલબ્ધ છે.

Mahindra Bolero Neo પર ડિસ્કાઉન્ટ (Mahindra Bolero Neo Car Discount)

બોલેરો નીઓ લેડર-ફ્રેમ 7-સીટર કોમ્પેક્ટ એસયુવી આ મહિને રૂ. 83,000ના કુલ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે, જેમાં નકદ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, કોર્પોરેટ છૂટ, એસેસરીઝ અને એક્સટેંડ વોરંટી સામેલ છે, આ ઓફર ટોપ-સ્પેક N10 વેરિઅન્ટ સાથે ઉપલબ્ધ છે. મિડ-સ્પેક Bolero Neo N8 અને એન્ટ્રી-લેવલ N4 ટ્રીમ અનુક્રમે રૂ. 64,000 અને રૂ. 56,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

આ પણ વાંચો : Summer Car Care tips : શું તમે CNG કાર ચલાવો છો? ઉનાળામાં આ પાંચ બાબતોનું ખાસ ધ્યાન રાખો નહીં તો પસ્તાશો, પાંચમી તો એકદમ જરૂરી

Mahindra Bolero પર ડિસ્કાઉન્ટ (Mahindra Bolero Discount)

મહિન્દ્રા બોલેરો પર આ મહિને કુલ રૂ. 82,000 સુધીનું ડિસ્કાઉન્ટ છે. આ સિવાય મે મહિનામાં, મિડ-સ્પેક B6 અને એન્ટ્રી-લેવલ B4 ટ્રીમ પર અનુક્રમે રૂ. 48,000 અને રૂ. 61,000 સુધીના લાભો મેળવી શકો છો.

ટેકનોલોજી બિઝનેસ