રિહર્સલ દરમિયાન નેવીના 2 હેલિકોપ્ટર આકાશમાં અથડાયા, 10 લોકોના મોત - VIDEO

Malaysia Navy Helicopter Accident : મલેશિયામાં મલેશિયન નેવીની એક ઈવેન્ટમાં બે હેલિકોપ્ટર આકાશમાં એક બીજા સાથે ટકરાયા, આ અકસ્માતનો વીડિયો સામે આવ્યો.

Malaysia Navy Helicopter Accident : મલેશિયામાં મલેશિયન નેવીની એક ઈવેન્ટમાં બે હેલિકોપ્ટર આકાશમાં એક બીજા સાથે ટકરાયા, આ અકસ્માતનો વીડિયો સામે આવ્યો.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Malaysia Navy Helicopter Accident

મલેશિયા નેવી હેલિકોપ્ટર અકસ્માત (ફોટો - વીડિયો ગ્રેબ)

Malaysia Navy Helicopter Accident : મલેશિયામાં એક મોટો અકસ્માત થયો છે. રિહર્સલ દરમિયાન નેવીના બે હેલિકોપ્ટર અથડાયા હતા. આ અકસ્માતમાં બંને હેલિકોપ્ટરમાં સવાર 10 લોકોના મોત થયા છે. મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમમાં અનેક હેલિકોપ્ટરોએ એકસાથે ઉડાન ભરી હતી. આ દરમિયાન બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયા હતા.

Advertisment

કેવી રીતે થયો અકસ્માત?

મલેશિયન નેવી ઈવેન્ટ લુમુતના રોયલ મલેશિયન નેવી સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. આ ઘટના મંગળવારે સવારે 9.32 વાગ્યે બની હતી. હેલિકોપ્ટર ટેકઓફ થતાંની સાથે જ હવામાં બે હેલિકોપ્ટર અથડાયા હતા.

આ હેલિકોપ્ટરમાંથી એક Fennec M502-6 અને બીજું HOM M503-3 હતું. આકાશમાં અથડાયા બાદ એક હેલિકોપ્ટર સ્ટેડિયમની સીડીમાં અને બીજું સ્વિમિંગ પુલમાં પડી ગયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Advertisment

10 ક્રૂ મેમ્બર્સ મૃત્યુ પામ્યા

મલેશિયન નેવીએ પણ આ અકસ્માતની પુષ્ટિ કરી છે. આ દુર્ઘટનામાં 10 ક્રૂ મેમ્બરના મોત થયા છે. તમામ મૃતદેહોને ઓળખ માટે લુમુત આર્મી બેઝ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જાપાનના ટોક્યોના દક્ષિણમાં પેસિફિક મહાસાગરમાં રાત્રે આઠ ક્રૂ સભ્યોને લઈ જતા જાપાની નૌકાદળના બે હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયા હતા. આ દૂર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય સાત લોકો ગુમ થયા હતા. હેલિકોપ્ટરના ક્રુ મેમ્બર્સમાંથી એક સભ્યને દરિયામાંથી શોધી કાઢવામાં આવ્યો હતો, જો કે તેને પાછળથી મૃત જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - જાપાનમાં બે નેવી હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયા બાદ દરિયામાં ક્રેશ, 1 ક્રૂ મેમ્બરનું મોત અને 7 લાપતા

આ દુર્ઘટનાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી, પરંતુ બંને હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ થવાની પહેલા એકબીજા સાથે અથડાયા હશે. આ અકસ્માતનું કારણ શું હતું તે શોધવા માટે અધિકારીઓ ફ્લાઇટ ડેટાનું વિશ્લેષણ કરશે. એમએસડીએફ એ ગુમ થયેલા ક્રૂ મેમ્બર્સની શોધ અને બચાવ માટે આઠ યુદ્ધ જહાજો અને પાંચ વિમાન તૈનાત કર્યા

ગુજરાતી ન્યૂઝ વાયરલ વીડિયો અકસ્માત વિશ્વ