/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Golden-Temple.jpg)
અમૃતસર ગોલ્ડન ટેમ્પલ (Express File Photo)
Amritsar Punjab News: અમૃતસરમાં શીખોના સૌથી પવિત્ર સ્થળ ગોલ્ડન ટેમ્પલમાં એક અજાણ્યા યુવકે પાંચ શ્રદ્ધાળુઓ પર કથિત રીતે હુમલો કર્યો છે. શુક્રવારે બનેલી આ ઘટનામાં બઠિંડાના એક શીખ યુવકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અમૃતસરની શ્રી ગુરુ રામદાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સસ એન્ડ રિસર્ચની ઇમરજન્સી વિંગમાં યુવકની સારવાર ચાલી રહી છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર ગોલ્ડન ટેમ્પલમાં લોકો પર હુમલો કરવાના આરોપી અને તેના સાથીની પોલીસે ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બીજા આરોપીએ કથિત રીતે શ્રદ્ધાળુઓ પર હુમલાખોર સાથે રેકી કરી હતી.
જૂના ગુરુ રામદાસ સરાયની અંદર બની ઘટના
પોલીસે જણાવ્યું હતું કે આ હુમલો સામુદાયિક રસોઇ પાસે સૌથી જૂના ગુરુ રામદાસ સરાયની અંદર થયો હતો. શિરોમણી ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (એસજીપીસી)એ જણાવ્યું હતું કે આરોપીઓએ અચાનક જ સળિયા વડે શ્રદ્ધાળુઓ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us