Canada News | કેનેડા ન્યૂઝ : કેનેડામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ભારતીય મૂળના એક વ્યક્તિએ ચોરાયેલી કાર દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસને આ બાબતની જાણ થતાં પોલીસે કારમાં સવાર આરોપીઓને ચારેય બાજુથી ઘેરી લીધો હતો. ચારેય બાજુથી ઘેરાયેલા હોવા છતાં આરોપી સરેન્ડર ન થયો, પરંતુ ક્રુઝર કારને પોલીસના વાહન પર ચડાવી દીધી. જોકે બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
વાસ્તવમાં, આ મામલો કેનેડાના મિસીસૌગાનો છે, જ્યાં ગુરુવારે ભારતીય મૂળના 25 વર્ષના યુવકે પોલીસથી બચવાનો પ્રયાસ કરતાં ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસનો આરોપ છે કે, વ્યક્તિએ પોલીસની કાર પર ક્રુઝરથી ટક્કર મારી હતી અને તેમને પણ કચડી નાખવાનો પ્રયાસ હતો.
તમને જણાવી દઈએ કે 3 સપ્ટેમ્બરના રોજ સાંજે 6.30 કલાકે પીલ પોલીસને મિસીસૌગામાં ગોરવે ડ્રાઇવ અને એટ્યુડ ડ્રાઇવ પાસેના વેસ્ટવુડ મોલના વિસ્તારમાં એક શંકાસ્પદ ક્રુઝર કારની માહિતી મળી હતી.
પોલીસની મુશ્કેલી વધી
પોલીસને આ વાહન વિશે જાણવા મળ્યું તો ફોર્ડ બ્રોન્કો કારમાં સવાર વ્યક્તિ પાસે ચોરીની સંપત્તિ અને હથિયારો હોવાની શક્યતા જણાઈ. જ્યારે પોલીસે ટિમ હોર્ટનના ડ્રાઇવ-થ્રુમાં વાહન જોયું, તો તેને ઘેરી લીધું, ત્યારે ભારતીય મૂળના આ વ્યક્તિએ પોલીસની મુશ્કેલીઓ વધારી દીધી.
ચોરીની કાર સાથે પોલીસની કાર કચડવાનો પ્રયાસ
આ વ્યક્તિનું નામ રમનપ્રીત સિંહ હોવાનું બહાર આવ્યું છે, જેણે ચોરી કરેલી કાર પોલીસની કાર પર ચઢાવી દીધી હતી. પરિણામ એ આવ્યું કે, પોલીસની ગાડી કચડાઈ ગઈ. આ વાયરલ વીડિયોમાં એક અધિકારી કારની બહાર બંદૂક તાકીને ઉભો છે અને વ્યક્તિને આત્મસમર્પણ કરવાનું કહે છે પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. પોલીસે તેને પકડી પાડતાં કાર પણ ચોરીની હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો – અમેરિકામાં ફાયરિંગ : જોર્જિયાની સ્કૂલમાં ગોળીબારમાં ચારના મોત, 9 હોસ્પિટલમાં દાખલ, 14 વર્ષીય વિદ્યાર્થિની ધરપકડ
પોલીસે ભારતીય મૂળના વ્યક્તિની ધરપકડ કરી અને તેના પર ગુના દ્વારા સંપત્તિ મેળવવાથી લઈને જોખમી ડ્રાઇવિંગ સુધીની વિવિધ કલમો હેઠળ આરોપ મૂક્યો. પોલીસ સાથેના આ અથડામણને કારણે તેને કેટલીક ઈજાઓ પણ થઈ હતી.