/indian-express-gujarati/media/media_files/2026/01/16/machado-presents-the-nobel-to-trump-2026-01-16-20-07-18.jpg)
વેનેઝુએલાના રાજકારણી મારિયા કોરિના મચાડોએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી અને તેમને પોતાનો નોબેલ પુરસ્કાર એનાયત કર્યો હતો Photograph: (@WhiteHouse)
Machado presents the Nobel to Trump : વેનેઝુએલાના રાજકારણી મારિયા કોરિના મચાડોએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી અને તેમને પોતાનો નોબેલ પુરસ્કાર એનાયત કર્યો હતો. મચાડોને 2025 માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. અમેરિકી સેનાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને સત્તા પરથી હટાવ્યાના થોડા દિવસો પછી આ બેઠક થઈ હતી.
ટ્રમ્પે કહ્યું કે મચાડોને મળવું સન્માનની વાત છે. મારિયાએ મારા દ્વારા કરવામાં આવેલા કાર્યો માટે મને પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર આપ્યો હતો. આભાર, મારિયા.
છેલ્લા એક વર્ષમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી વખત દાવો કર્યો છે કે તેઓ નોબેલ પુરસ્કારને લાયક છે. આ પાછળ તેમણે પોતાના રાષ્ટ્રપતિ પદ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા સંઘર્ષો રોકવાનો દાવો કર્યો છે.
મારિયાએ ટ્રમ્પને મળીને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કર્યા બાદ પ્રશ્ન ઉભો થયો છે કે શું નોબેલ પુરસ્કાર ટ્રાન્સફર કરી શકાય છે?
નોર્વેની નોબેલ કમિટીએ શું કહ્યું?
નોર્વેની નોબેલ કમિટીએ ફરી એકવાર કહ્યું છે કે જેને નોબેલ પુરસ્કાર મળ્યો છે તે બીજા કોઈને ટ્રાન્સફર કરી શકે નહીં, પરંતુ સમિતિએ એમ પણ કહ્યું છે કે તે પુરસ્કાર મેળવ્યા પછી વિજેતાઓ શું કહે છે અથવા શું કરે છે તેના પર કોઈ ટિપ્પણી કરશે નહીં.
સમિતિએ નોબેલ ફાઉન્ડેશનના નિયમોને ટાંક્યા છે. આ નિયમોમાં કહેવામાં આવ્યું છે કે એવોર્ડ આપનાર સંસ્થા દ્વારા એવોર્ડ આપનાર સંસ્થા દ્વારા લેવામાં આવેલા નિર્ણય સામે કોઈ અપીલ કરી શકાતી નથી. ’
નોબેલ એવોર્ડ કોઈ બીજાને સોંપવો અથવા તેને સ્વીકારવાનો ઇનકાર કરવાની ઘટના ઇતિહાસમાં ખૂબ જ દુર્લભ બની છે. મારિયાએ આ ઘટનાને 1825ની એક ઘટના સાથે જોડી છે. જ્યારે ફ્રાન્સના નાગરિક માર્ક્વિસ ડી લાફાયેટે અમેરિકનોને બ્રિટીશ વસાહતી શાસકો સામે લડવામાં મદદ કરી હતી. ત્યારે તેમણે જ્યોર્જ વોશિંગ્ટનની તસવીર સાથેનો એક ગોલ્ડ મેડલ વેનેઝુએલાની આઝાદીની લડાઇ લડનાર સાઇમોન બોલિવરને મોકલ્યો હતો.
આ પણ વાંચો - મહારાષ્ટ્રની રાજનીતિનું કિંગ બન્યું ભાજપ, વિપક્ષે જ નહીં સહયોગી દળોને પણ માનવો પડશે દબદબો
ધ ગાર્જિયન અનુસાર મચાડોએ કહ્યું કે આ અમેરિકા અને વેનેઝુએલાના લોકો વચ્ચે અત્યાચાર સામેની સ્વતંત્રતાની લડતમાં ભાઈચારાનું પ્રતીક છે.
ધ ગાર્જિયન અનુસાર 1954 માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર જીત્યા પછી અર્નેસ્ટ હેમિંગ્વેએ તેમનો મેડલ ક્યુબાના કેથોલિક ચર્ચને સોંપ્યો હતો. તેમણે તેમના જીવનના બે દાયકાથી વધુ સમય આ ચર્ચમાં વિતાવ્યો હતો. ઘણા વર્ષો પછી આ એવોર્ડ થોડા સમય માટે ચોરી પણ થયો હતો.
નોબેલ પુરુસ્કારને અસ્વીકાર કરવાના બે મોટા કિસ્સા
જ્યારે આપણે ઇતિહાસ પર નજર કરીએ છીએ ત્યારે નોબેલ પારિતોષિક અસ્વીકાર કરવાના બે મોટા કિસ્સાઓ જોવા મળે છે. આવું કરનારાઓમાં ફ્રેન્ચ લેખક જીન પોલ સાર્ત્ર અને વિયેતનામના ક્રાંતિકારી નેતા લે ડ્યુક થો નો સમાવેશ થાય છે. નોબેલ વેબસાઈટ અનુસાર સાર્ત્રે એ 1964 માં તેમને આપવામાં આવેલા સાહિત્ય પુરસ્કાર સ્વીકારવાનો એમ કહીને ઇન્કાર કર્યો હતો કે તેઓ સત્તાવાર સન્માન સ્વીકારતા નથી અને "સંસ્થાગત" થવા માંગતા નથી.
જ્યાર લે ડ્યુક થો એ તેમના દેશમાં ચાલી રહેલા યુદ્ધને કારણે નોબેલ પુરસ્કાર સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. શીત યુદ્ધ દરમિયાન કિસિન્જર અને થો એ 1973 ના પેરિસ શાંતિ કરાર પર વાતચીત કરી, જે હેઠળ સામ્યવાદી ઉત્તર વિયેતનામ સામેની લડાઈમાં દક્ષિણ વિયેતનામમાંથી યુએસ દળોને પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. થોને 1973 માં અમેરિકાના વિદેશ મંત્રી હેનરી કિસિન્જર સાથે સંયુક્ત રીતે નોબેલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
થો એ એવોર્ડ સ્વીકારવાનો ઇન્કાર કર્યો કારણ કે તેમણે કહ્યું હતું કે કિસિન્જરે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. આ અંગે ઘણો વિવાદ થયો હતો અને નોબેલ સમિતિના પાંચમાંથી બે સભ્યોએ રાજીનામું આપી દીધું હતું. બાદમાં કિસિન્જરે આ પુરસ્કાર પરત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નોબેલ સમિતિએ ઇનકાર કર્યો હતો.
મચાડોએ ટ્રમ્પને નોબેલ કેમ આપ્યો?
મચાડોના આ પગલાને યુએસ સરકારને ખુશ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે કારણ કે તાજેતરમાં નિકોલસ માદુરોની હકાલપટ્ટી પછી યુએસએ વેનેઝુએલામાં સત્તાની લગામ સંભાળી છે. અત્યાર સુધી અમેરિકાએ વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝનો સંપર્ક કર્યો છે. ડેલ્સી રોડ્રિગ્ઝ માદુરોના શાસન દરમિયાન ઉપરાષ્ટ્રપતિ હતા.
અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પ મચાડોને સમર્થન આપવા માંગતા ન હતા કારણ કે તેમણે કહ્યું હતું કે મચાડોને વેનેઝુએલામાં જરૂરી જન સમર્થન નથી.
તેમ છતાં મચાડોએ સતત યુએસ સરકારની પ્રશંસા કરી છે. ગુરુવારની મીટિંગના એક ફોટોગ્રાફમાં તે અને ટ્રમ્પ સાથે જોવા મળ્યા હતા, જેમાં ટ્રમ્પે એક ફ્રેમ પકડેલું હતું જેના પર તેમનું નામ લખેલું હતું. સાથે શક્તિના બળ દ્વારા શાંતિને પ્રોત્સાહન આપવા, ફૂટનીતિને આગળ વધારવા અને સ્વતંત્રતા અને સમૃદ્ધિની રક્ષા કરવામાં ટ્રમ્પના અસાધારણ નેતૃત્વ માટે આભાર વ્યક્ત કર્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us