/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Rahul-Gandhi-Parliament.jpg)
રાહુલ ગાંધી દ્વારા અગ્નિવીરને વળતર નથી મળતું હોવાના નિવેદનને શહીદના પિતાએ ફગાવ્યું (ફોટો - એક્સપ્રેસ)
Martyr Agniveer Father rejects Rahul Gandhi Speech : લોકસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે અગ્નિવીર યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તેમને શહીદનો દરજ્જો અને વળતર આપવામાં આવતું નથી. જે બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઉભા થયા હતા અને કહ્યું કે, જો કોઈ અગ્નિવીરનું મૃત્યુ થાય છે તો સરકાર દ્વારા તેમના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે છે.
મીડિયા રિપોર્ટ્સને ટાંકીને લખવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધીએ સંસદમાં જેનો ઉલ્લેખ કર્યો હતો તે અગ્નિવીરના પિતાએ જ કોંગ્રેસના સાંસદના નિવેદનને ફગાવી દીધુ છે અને કહ્યું છે કે, તેમને વળતર મળ્યું છે. શહીદ અગ્નિવીરના પિતા અક્ષય ગાવતેએ કહ્યું છે કે, તેમને કુલ 1 કરોડ 10 લાખ રૂપિયાનું વળતર મળ્યું છે.
પિતાએ શું કહ્યું?
અગ્નિવીર ગાવતે અક્ષય લક્ષ્મણ સિયાચીન ગ્લેશિયરના પડકારરૂપ ભૂપ્રદેશમાં ફરજ પર હતા ત્યારે મૃત્યુ પામ્યા હતા. લક્ષ્મણ, જેઓ મહારાષ્ટ્રના છે, તે પ્રથમ અગ્નિવીર છે, જેમણે ઓપરેશનમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.
મીડિયા અહેવાલો અનુસાર, જો કોઈ (અગ્નવીર) ફરજ પર મૃત્યુ પામે છે, તો તેના પરિવારને એક કરોડ રૂપિયા (સેવા ફંડ પેકેજ સહિત) ની રકમ અને તેના નોકરીના સમયગાળા માટે સંપૂર્ણ પગાર મળે છે, જ્યાં સુધી લશ્કરી સેવા ન કરી શક્યો. તો વિકલાંગતાના કિસ્સામાં, અગ્નિવીરને અપંગતાની ટકાવારીના આધારે 44 લાખ રૂપિયા સુધીનું વળતર મળી શકે છે.
આ પણ વાંચો - રાહુલ ગાંધીના એક નિવેદન પર સંસદમાં હંગામો, પીએમ મોદીએ ઉભા થઇને જવાબ આપવો પડ્યો
અગ્નવીર કેવી રીતે અલગ છે?
નિયમિત સૈનિકોથી વિપરીત, અગ્નિવીરોને નિવૃત્તિ પછી પેન્શન મળતું નથી. ચાર વર્ષ પછી આર્મીમાં જોડાનારા માત્ર 25% અગ્નિવીરોને જ પેન્શનનો લાભ મળશે, જો કે, જો તેમને શરૂઆતના ચાર વર્ષની સેવા પછી કાઢી નાખવામાં આવે તો, તેમને કોઈ સુવિધા મળતી નથી. રાહુલ ગાંધી બાદ હવે અખિલેશ યાદવે પણ અગ્નિવીર યોજનાને લઈને ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે, જ્યારે ઈન્ડિયા ગઠબંધન સરકાર સત્તામાં આવશે ત્યારે આ યોજનાને ખતમ કરી દેવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us