Mata Vaishno Devi Landslide: વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલન, ઘણા શ્રદ્ધાળુ ફસાયા હોવાની આશંકા

Mata Vaishno Devi Bhawan Landslide: ન્યૂઝ એજન્સી આઈએએનએસ અનુસાર વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર જે જગ્યાએ ભૂસ્ખલન થયું છે તે પંછી હેલિપેડની નજીક છે

Mata Vaishno Devi Bhawan Landslide: ન્યૂઝ એજન્સી આઈએએનએસ અનુસાર વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર જે જગ્યાએ ભૂસ્ખલન થયું છે તે પંછી હેલિપેડની નજીક છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Mata Vaishno Devi Landslide, Mata Vaishno Devi

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પર્વતો પર સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરના પ્રવાસ માર્ગ પર ભૂસ્ખલનના સમાચાર છે (વીડિયોગ્રેબ)

Shree Mata Vaishno Devi Yatra Route: જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પર્વતો પર સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરના પ્રવાસ માર્ગ પર ભૂસ્ખલનના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટનામાં ઘણા શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા છે.

Advertisment

ન્યૂઝ એજન્સી આઈએએનએસ અનુસાર વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર જે જગ્યાએ ભૂસ્ખલન થયું છે તે પંછી હેલિપેડની નજીક છે. કેટલાક યાત્રાળુઓ ભૂસ્ખલનના કારણે ફસાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચલાવી રહી છે.

એએનઆઈ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના સીઈઓએ જણાવ્યું હતું કે માતા વૈષ્ણો દેવી શ્રાઇન ટ્રેક પર પથ્થર પડવાની અને ભૂસ્ખલનની ઘટના બની છે. માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ (એસએમડીએસબી)ની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી હતી.

આ પણ વાંચો - Video : વંદે ભારત સ્લીપર ટ્રેનની પ્રથમ ઝલક, આગામી 3 મહિનામાં ટ્રેક પર દોડશે

Advertisment

ગયા મહિને શ્રાઈન બોર્ડની દુકાનમાં આગ લાગી હતી

ગયા મહિને વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર સ્થિત શ્રાઈન બોર્ડ દ્વારા સંચાલિત એક દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. 6 ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં શ્રાઈન બોર્ડ દ્વારા સંચાલિત એક સ્મારિકા દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ત્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતમાં દુકાન સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી.

જમ્મુ અને કાશ્મીર દેશ