/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Mayawati-Akash-Anand.jpg)
માયાવતી અને આકાશ આનંદ (Photo - @Mayawati/ @AnandAkash_BSP)
Mayawati Removes Akash Anand Form BSP National Coordinator: બસપા પ્રમુખ માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પદ પરથી હટાવી દીધા છે. એટલું જ નહીં, આકાશ આનંદને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કરવાનો નિર્ણય પણ તેમણે પાછો ખેંચી લીધો છે. માયાવતીએ કહ્યું છે કે, સંપૂર્ણ પરિપક્વતા સુધી તેમને બંને જવાબદારીઓથી અલગ કરવામાં આવી રહ્યા છે.
માયાવતીએ સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર એક પછી એક ત્રણ પોસ્ટમાં પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. માયાવતીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે - એ વાત જગજાહેર છે કે બસપા માત્ર એક પાર્ટી જ નથી, પરંતુ બાબા સાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરના આત્મ સમ્માન અને સ્વાભિમાન તેમજ સામાજિક પરિવર્તન માટેનું આંદોલન પણ છે, જેના માટે તે માન્ય છે. શ્રી કાંશીરામજીએ અને મેં અને મેં અમારું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું છે અને નવી પેઢીને પણ તેને ગતિ આપવા માટે તૈયાર કરવામાં આવી રહી છે.
1. विदित है कि बीएसपी एक पार्टी के साथ ही बाबा साहेब डा भीमराव अम्बेडकर के आत्म-सम्मान व स्वाभिमान तथा सामाजिक परिवर्तन का भी मूवमेन्ट है जिसके लिए मान्य. श्री कांशीराम जी व मैंने खुद भी अपनी पूरी ज़िन्दगी समर्पित की है और इसे गति देने के लिए नई पीढ़ी को भी तैयार किया जा रहा है।
— Mayawati (@Mayawati) May 7, 2024
શું આકાશ પરિપક્વ નથી?
2. इसी क्रम में पार्टी में, अन्य लोगों को आगे बढ़ाने के साथ ही, श्री आकाश आनन्द को नेशनल कोओर्डिनेटर व अपना उत्तराधिकारी घोषित किया, किन्तु पार्टी व मूवमेन्ट के व्यापक हित में पूर्ण परिपक्वता (maturity) आने तक अभी उन्हें इन दोनों अहम जिम्मेदारियों से अलग किया जा रहा है।
— Mayawati (@Mayawati) May 7, 2024
સોશિયલ મીડિયા પર બીજી પોસ્ટમાં આકાશ આનંદને હટાવવાની માહિતી આપતા માયાવતીએ કહ્યું કે, આ જ ઘટનાક્રમમાં, પાર્ટીમાં અન્ય લોકોને આગળ વધારવાની સાથે, આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક અને તેમના અનુગામી જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ પાર્ટી અને આંદોલનના વિશાળ હિતમાં સંપૂર્ણ પરિપક્વતા આવે ત્યાં સુધી આ બે મહત્વપૂર્ણ જવાબદારીઓથી અલગ થઈ રહ્યા છે.
3. जबकि इनके पिता श्री आनन्द कुमार पार्टी व मूवमेन्ट में अपनी जिम्मेदारी पहले की तरह ही निभाते रहेेंगेे। अतः बीएसपी का नेतृत्व पार्टी व मूवमेन्ट के हित में एवं बाबा साहेब डा. अम्बेडकर के कारवाँ को आगे बढ़ाने में हर प्रकार का त्याग व कुर्बानी देने से पीछे नहीं हटने वाला है।
— Mayawati (@Mayawati) May 7, 2024
આ પણ વાંચો | ગુજરાત લોકસભા ચૂંટણી 2024: પીએમ મોદી મતદાન પહેલા કોને પગે લાગ્યા?
સોશિયલ મીડિયાની ત્રીજી પોસ્ટમાં માયાવતીએ કહ્યું કે, તેમના પિતા આનંદ કુમાર પાર્ટી અને આંદોલનમાં પોતાની જવાબદારી પહેલાની જેમ પર નિભાવતા રહેશે. આથી બસપાનું નેતૃત્વ પક્ષ અને આંદોલનના હિતમાં અને બાબા સાહેબ ડો.આંબેડકરના આંદલનને આગળ વધારવામાં તમામ પ્રકારના ત્યાંગ અને બલિદાન આપવામાં પીછેહઠ કરશે નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us