/indian-express-gujarati/media/media_files/2026/02/05/meghalaya-coal-mine-explosion-2026-02-05-17-15-39.jpg)
Meghalaya Coal Mine Explosion : મેઘાલયના જયંતિયા જિલ્લામાં એક કોલસાની ખાણમાં ભયંકર વિસ્ફોટ થયો છે. Photograph: (X/@melawanshwa)
Meghalaya Coal Mine Explosion : મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લામાં ગુરુવારે એક ગેરકાયદેસર કોલસાની ખાણમાં ભયંકર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાંમાં ઓછામાં ઓછા દસ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વિસ્ફોટનું કારણ ડાયનામાઇટનો વિસ્ફોટ હોવાનું કહેવાય છે. પોલીસે ઘટના સ્થળ પર બચાવ કામગીરી હાથ ધરવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) ની મદદ માંગી છે.
સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લાના એક ગામમાં એક શંકાસ્પદ ગેરકાયદેસર કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો હતો, જેમા એક વ્યક્તિ ઘાયલ થયો હતો અને ઘણા કામદારો ખાણમાં ફસાયેલા હતા.
પોલીસ કમિશ્નર વિકાસ કુમારે જણાવ્યું કે, આ ઘટના થાંગસ્કુ વિસ્તારમાં બની છે. તેમણે કહ્યું કે, અમારી ટીમે પુષ્ટિ કરી છે કે આ ઘટના આજે સવારે બની છે, પરંતુ અંદર ફસાયેલા લોકોની સંખ્યાની પુષ્ટિ હજી થઈ નથી. ”
ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા
એસપીએ વધુમાં જણાવ્યું હતું કે વિસ્ફોટમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો અને તેને પહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને વધુ સારી સારવાર માટે રાજ્યની રાજધાની શિલોંગ રિફર કરવામાં આવ્યો હતો. વિકાસ કુમારે જણાવ્યું હતું કે અમે એસડીઆરએફની મદદ માંગી છે અને ટીમ થોડા સમયમાં પહોંચી રહી છે.
ગેરકાયદેસર ખનન
વિસ્ફોટનું કારણ ગેરકાયદેસર કોલસાની ખાણકામની પ્રવૃત્તિ દરમિયાન ડાયનામાઇટનો ઉપયોગ હોવાનું કહેવાય છે. જ્યારે પોલીસ અધિક્ષકને પૂછવામાં આવ્યું કે શું ખાણ ગેરકાયદેસર રીતે ચાલી રહી છે, તો પોલીસ અધિકારી વિકાસે કહ્યું, "હા, એવું લાગે છે. જો કે, તેમણે કહ્યું કે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તેની તપાસ કરવામાં આવશે.
NGT એ 2014માં મેઘાલયમાં પર્યાવરણને થતા નુકસાન અને સલામતીના જોખમોને ટાંકીને રેટ હોલ કોલસાનું ખનન અને અન્ય ગેરકાયદેસર ખાણકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ દ્વારા કાઢવામાં આવેલા કોલસાના ગેરકાયદેસર પરિવહન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
રેટ હોલ ખનન શું છે?
રેટ હોલ માઇનિંગમાં મજૂરો દ્વારા કોલસ કાઢવા માટે સાંકડી સુરંગ ખોદવામાં આવે છે, જેની ઉંચાઇ સામાન્ય રીતે 3 થી 4 ફુટ હોય છે. આ ટનલને ઘણીવાર રેટ હોન માઇન કહેવામાં આવે છે, કારણ કે તેમાં ભાગ્યે જ એક માણસ લઇ શકે તેટલી જગ્યા હોય છે. બાદમાં સુપ્રીમ કોર્ટે પણ આ પદ્ધતિઓ પરના આ પ્રતિબંધને સમર્થન આપ્યું હતું અને સલામત ખાણકામ પદ્ધતિઓ અને નિયમનકારી પ્રક્રિયાઓ હેઠળ પર્યાવરણીય સલામતી સાથે ખાણકામની મંજૂરી આપી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us